>મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, જો સક્ષમ વ્યક્તિઓ સબસિડી છોડે તેવી અપીલ થઈ શકે તો સક્ષમ વ્યક્તિઓ અનામત છોડે તેવી અપીલ ક્યારે?
25 જુલાઈ શનિવારની રાત છે. ઘડિયાળ 11: 41 બતાવી રહી છે. થોડી સેકન્ડ્સ પહેલા જ વોટ્સએપમાં મારી એક જૈન મિત્રનો મેસેજ ટપક્યો છે. જેણે મને પથારીમાંથી બેઠો થઈ હાથમાં કાગળ-પેન ઉપાડવા મજબુર કર્યો છે. અહીં એ મેસેજ યથાતથ એની જ ભાષા અને શબ્દોમાં મુકી રહ્યો છું. ઓવર ટુ યંગ ઈન્ડિયન સ્ટુડન્ટ….
બધા લેખક મિત્રો અને મીડિયા પીપલ્સને મારી એક વિનંતી છે. કેન યુ ડુ સમથિંગ અગેઈન્સ્ટ રિઝર્વેશન? અમને પણ રિઝર્વેશનમાં નાખી દો એ કોઈ રસ્તો નથી. શું રિઝર્વેશનની ટકાવારી ઘટી ન શકે? કોઈ એવી ઝુંબેશ….સમથિંગ લાઈક ધેટ કે રિઝર્વેશન નીકળી જાય. બધાને ફાયદો જ છે એનાથી. અડધી સદીથી ચાલી આવતી આ સિસ્ટમથી તો કોઈપણ સક્ષમ થઈ જાય. જો સક્ષમ માણસ સબસિડી છોડે તેવી અપીલ થઈ શકે તો સક્ષમ માણસ અનામત કેમ ન છોડી શકે? કોઈ જાતિવાળા આગળ આવીને એવું શા માટે નથી કહેતા કે, અમારે રિઝર્વેશન નથી જોઈતું. અમે હવે પછાત નથી. અમે આગળ આવી ગયા છીએ.
મીડિયા આ માટે કશું ન કરી શકે? કદાચ દરેક સમજુ મીડિયા પર્સન જાણે છે કે આ ખોટું છે અને દેશને પાછળ ધકેલે છે. રાજકારણીઓ તો નહીં જ કરે કારણ કે તેમને તેમની વોટબેંકની પડી છે. તેઓ દેશ વિશે નથી વિચારતા. પણ રાજકારણીઓ પછીનો મેક્સિમમ પાવર મીડિયા પાસે છે. એઝ એ જનરલ કેટેગરી સ્ટુડન્ટ, ઈન્ડિવિઝ્યુઅલ…ઈટ્સ રિકવેસ્ટ ફ્રોમ મી કે આ અનામતનું કંઈક કરો. બેંકની ભરતીમાં પણ અનામતના નામે અન્યાય થાય છે. જનરલ કેટેગરીવાળા માટે અને અનામતવાળા માટે કટઓફ અલગ અને ઓછા હોય છે. આવું કેમ? વધુ માર્કસ હોવા છતાં જનરલવાળાને તક શા માટે નહીં? જસ્ટ બિકોઝ એ જનરલમાં છે એટલે તે ઓછા હોશીંયાર થઈ ગયા?
મેરિટ, કટઓફ બધુ જ અલગ અને ભેદભાવવાળુ. એમના માટે સિટ્સ પણ રિઝર્વ અને ફી પણ ઓછી. પ્રમોશન ક્રાઈટેરિયા પણ એમના માટે અલગ. જનરલ લોયર નોટરીનું લાયસન્સ 10 વર્ષના અનુભવ પછી લઈ શકે એ રિઝર્વેશનવાળાને 7 વર્ષમાં? આ બધુ શું દર્શાવે છે? જનરલ કેટેગરીવાળા માટે આજે ક્યાંય પણ પહોંચવું એ કોઈ હર્ડલ રેસ સમાન છે. બધા પડકારો એમના માટે જ છે. અનામતવાળાઓને તો ઓછી મહેનતે અથવા મફતના ભાવે બધુ થાળીમાં સજાવીને ધરી દેવાય છે. મેડિકલથી માંડીને એન્જિનિયરિંગ સુધી બધે આવું જ ચાલે છે. હેલ વિથ ધીસ સિસ્ટમ.
આજે પટેલોએ માંગ્યુ કાલે કોઈ બીજા માંગશે. આ કેન્સર વધતુ જ જવાનું. ડુ વી વોન્ટ અવર ચિલ્ડ્રન ટુ ગ્રોનઅપ ધીસ કન્ટ્રી? એક બાજુ કહેવાય કે જાતિ આધારિત ભેદભાવો ન કરવા, તો આ શું છે? મેં તો કોઈ એસ.સી.-એસ.ટી.વાળાને હેરાન નથી કર્યા ને? તો મારી સાથે ભેદભાવ શા માટે? શા માટે હરિફાઈમાં સૌને સમાન તક નહીં?
લોકો કહે છે કે જૈનોને લઘુમતી મળી પણ હું તો એની પણ વિરોધી છું. આ પણ ‘ભાગલા પાડો ને રાજ કરો’ જેવું જ છે ને? લોકોને પોતાના અધિકારો માટે જગાડવાનો શું આ યોગ્ય સમય નથી? મેરિટ શૂડ બી ઓન્લી બેઝ. એન્ડ જે આર્થિક રીતે સક્ષમ ન હોય તેમને સ્કોલરશીપ આપો. દાઉદ ઈન્ડિયામાં લવાશે કે નહીં એનાથી એટલો ફરક નહીં પડે જેટલો આનાથી પડશે. લાયક લોકોની પહોંચ વધશે તો આપોઆપ બીજુ ઓછું થઈ જશે. શું ફરક પડે બ્લેકમની આવે કે ન આવે? પણ આ તો દેશના કરોડો બાળકોના ભવિષ્યનો સવાલ છે. વ્હાય નો વન પોઈન્ટ ધીસ આઉટ? મીડિયા હેઝ ધીસ મચ પાવર.
મને તો ‘તારક મહેતા’ની ટીમને લેટર લખવાનું મન થયુ છે. જે રીતે એજ્યુકેશનમાં ભ્રષ્ટાચારના એપિસોડ્સ કર્યા એ રીતે અનામતથી થતા અન્યાય પર પણ એપિસોડ્સ કરવા જોઈએ. 80 ટકા લાવનારો રડતો હોય અને 50 ટકા લાવનારો સારી કોલેજમાં હોય એ અન્યાય નથી? આમા મેરિટ ક્યાં આવ્યું?
હું મારી જ વાત કરું તો મેં આજ સુધી એક પણ પરીક્ષાનું ફોર્મ લઘુમતીમાં નથી ભર્યુ. ઈટ્સ નોટ ધ વે ટુ સોલ્વ પ્રોબ્લેમ કે અમને પણ રિઝર્વેશનમાં નાખો. બેંક એક્ઝામના લાસ્ટ ટાઈમના રિઝલ્ટમાં હું 2 માર્ક માટે જોબ મેળવતા રહી ગઈ. બિકોઝ આઈ એમ જનરલ. ઓબીસી એન્ડ એસ.સી.-એસ.ટી.ના કટઓફ કરતા મારા ઘણા વધારે માર્કસ હતા તો પણ હું ડફોળ કહેવાઉં કોઝ આઈ એમ ઈન જનરલ. 50 ટકા જેટલુ રિઝર્વેશન અને પ્લસ જો એ લોકોને સારા માર્કસ હોય તો તેઓ જનરલ બેઠક પરથી પણ એડમિશન લઈ શકે. લાઈક ધેય હેવ 100 પરસેન્ટ પ્લસ મેરિટ બેનિફિટ. આવું SSCથી માંડી IAS સુધીની તમામ પરીક્ષાઓમાં છે. સિવિલ સર્વિસમાં હું 4 વાર ટ્રાય કરી શકું અને એ લોકો ગમે તેટલી વાર. જનરલ કરતા એ લોકોની વયમર્યાદા પણ વધારે. વ્હાય?
સિવિલ સર્વિસિસમાં કાં બધા માટે 4 ટ્રાયની મર્યાદા રાખો અથવા બધા માટે અનલિમિટેડ. આઈ નેવર વોન્ટ માય ચાઈલ્ડ ઈન ઈન્ડિયા, ધીસ ઈઝ વોટ મેજર રિઝન ફોર ઈટ.
* * *
નેતાઓ સાંભળો છો? ધીસ ઈઝ વોટ યંગ ઈન્ડિયા વોન્ટ્સ. તકલીફ એ છે કે પટેલ, દલિત, આદિવાસી કે હિન્દુ-મુસ્લિમ જેવી યુવાઓની કોઈ વોટબેંક જ નથી. આપણે ત્યાં ચૂંટણી માટે જ્ઞાતિ-જાતિના સમિકરણો અને લાલ, લીલા કે ભગવા રંગોના સિમ્બોલાઈઝેશન એટલા મજબૂત બની ગયા છે કે કોઈપણ મુદ્દાને વોટબેંકથી ઉપર ઉઠીને સામાન્ય ભારતીયની દ્રષ્ટિએ જોવાતો જ નથી. જાતિ આધારિત અનામત પ્રથા હિન્દુસ્તાનની એક ઐતિહાસિક ભૂલ છે અને ભારતના રાજકારણીઓ એ ભૂલ સુધારવા નથી માંગતા એ બીજી ઐતિહાસિક ભૂલ છે. જનરલ કેટેગરીમાં હોવાથી અનેક જગ્યાએ થતી અન્યાયની લાગણીની ચિંગારી એ ભડકાવેલી પાટીદાર અનામતની આગના પગલે વધુ એકવાર આ દેશની જાતિ આધારિત અન્યાય ઉપ્સ અનામત પ્રથા સામે પાયાના પ્રશ્નો ઉભા થયા છે.
મેં અહીં ટાંકેલો મેસેજમાં દેશના લાખો યુવાઓના દિલમાં ભડભડતી અન્યાયની આંચનો તાપ વર્તાય છે. પટેલ અનામતના મુદ્દે જેટલી પણ ચેનલ્સમાં જ્યારે પણ યુવાનોનો મત લેવાય છે ત્યારે આ જ વાતો તેમના મંતવ્યમાં પડઘાય છે. જાતિ આધારિત અનામત પ્રથાના કારણે અનેક યુવાઓ આ અન્યાયની લાગણીથી પીડાય છે. એ લોકો કહે છે કે, તબીબી અને ઈજનેરી જેવી શાખાઓમાં તો એક્સપર્ટાઈઝનું મહત્વ છે તો શા માટે ત્યાં પણ ગેરલાયક અનામતીયાઓને આગળ ઘુસાડાય છે? એમને એ સમજાતુ નથી કે શા માટે આવું થાય છે?
તબીબી ક્ષેત્રે પણ ટકાવારીની જગ્યાએ જ્ઞાતિના આધારે મળતી અગ્રતા પર કાતિલ કટાક્ષ કરતા ફેસબુક મિત્ર Tapan Shah એક મસ્ત વાત લખે છે કે, ‘આ સદીમાં અનામત તો જાય એવું લાગતું નથી. પણ આપણે એનો પાછલા બારણે ઉપાય કરી નાખીએ. અજાણ્યા ડોક્ટર પાસે જવાનું હોય તો શાહ, જોશી, ત્રિવેદી, રાણા, દવે, મહેતા, અધ્યારુ જેવી અટકો પાસે જવું. આનાથી તમને 0.0000001 ટકાય વધુ ફાયદો થશે એવી બાંહેધરી કોઈ નથી આપતું. પણ ખેલ બધો સંભાવનાનો હોય. ને હું 50 ટકાવાળા આજીવન વિદ્યાર્થી ડોક્ટરના હાથમાં જીવન સોપવા જેટલો ઉદાર નથી. (જેને એમ લાગતું હોય કે અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે એમણે ક્લીનીકની બહાર નામની બાજુમાં રિજલ્ટની ઓરીજિનલ કોપી ગેજેટેડ ઓફિસરના સહી-સિક્કા સાથે ચોંટાડીને રાખવી.)’ દિવસે દિવસે આ પોસ્ટ જેવી ભાવના વધુ મજબૂત બનતી જવાની. અનામતમાં આવતા તબીબો-ઈજનેરો લાયક હોવા છતાં લોકો તેમની ‘યોગ્યતા’ને શંકાની નજરે જોતા થઈ જશે.
ઉપરના મેસેજમાં જેટલી જગ્યાએ ‘એ લોકો’ ઉલ્લેખ આવે છે એ અનામતનો લાભ મેળવતા એવા લોકો સામેની સુગ દર્શાવે છે જે તેમનો હક છીનવી રહ્યા છે. એમને આ ‘એ લોકો’ પોતાના કરતા જૂદા લાગે છે. એવા લોકો ‘જે લોકો’ ટંકારાનું ટીલુ લઈને આવ્યા હોય એ રીતે વિના કારણે એવા વિશેષાધિકારો ભોગવે છે જે તેમના ભાગે નથી આવતા. જાતિ આધારિત અનામત પ્રથા ખુલ્લેઆમ ઓનપેપર કાયદેસર દેશના એક મોટા વર્ગ સાથે અન્યાય કરી રહી છે. સમાનતાની ભાવનનાનું ચીરહરણ કરી રહી છે. આ પ્રથા લોકોમાં ભાગલા પાડી રહી છે. ભવિષ્યમાં આ અનામતી-બિનઅનામતીની તિરાડ વધુ મોટી થતી જવાની. ગળાકાપ હરિફાઈના અને નોલેજ ઈઝ પાવરના યુગમાં આ અનામતીયા માનસિકતા ક્યાંય ફિટ નથી બેસતી. તેને ઉખાડીને ફેંકી દેવાની જરૂર છે.
દેશ બદલાઈ રહ્યો છે. પેઢીઓ બદલાઈ રહી છે. જે અસ્પૃશ્યતા, જે ભેદભાવો ભૂલાઈ રહ્યા છે એને ક્યાં સુધી જાતિ આધારિત અનામત પ્રથાના માધ્યમથી જીવતા રાખવાના? જ્યાં સુધી જાતિ આધારિત અનામત પ્રથા છે ત્યાં સુધી સમાનતાની ભાવના ક્યારેય નહીં આવે. જેનો પાયો જ જ્ઞાતિ-જાતિ છે એ પ્રથા શું કંકોડા સમાજને તંદુરસ્ત બનાવવાની?
અનામત પ્રથા ક્યારનીય સેચ્યુરેશન પોઈન્ટ વટી ગઈ છે. વધુ અનામતોનો ભાર હવે બિનઅનામતીઓ વેંઢારી શકે તેમ નથી. પટેલોમાંથી ઉઠેલી અનામતની માંગ આ જ ભારના પાપનું પરિણામ છે. અનામત માટેના પટેલોના આંદોલનનો પણ મૂળ ધ્વની તો એ જ છે કે કાં તો અનામતો બંધ કરો અથવા અમને પણ આપો. અમે કોઈનો હક છીનવતા નથી તો શા માટે કોઈ અમારા હકો છીનવી રહ્યાં છે? શું અમારા બાળકોને સારું ભવિષ્ય બનાવવાનો હક નથી? શા માટે બધાને સમાન તક નથી?
નવી પેઢીને એ જાણવામાં કે વાગોળવામાં બિલકુલ રસ નથી કે આ દેશનો ઈતિહાસ શું હતો કે વર્ણ વ્યવસ્થાના કારણે ભારતના દલિતો-પછાતો સાથે કેટલા ભેદભાવ, કેટલા જુલ્મો થયા. એમને એ પણ નથી સમજવું કે આ પ્રથા કયા સંજોગોમાં અને શા માટે લાગુ કરાઈ હતી. એમનો માત્ર એક જ સવાલ છે કે ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો થઈ એના કારણે અમારા ભવિષ્ય સાથે ચેડા શું કામ? એમને અનામતીયાઓના ભાણામાં ફેંકાતો ટૂકડો પોતાના ભાણામાંથી તોડેલો લાગી રહ્યો છે. અને એ ક્રૂર, નગ્ન, સુગાળવું યુવા પેઢીને ફ્રસ્ટ્રેટ કરી મુકનારું સત્ય છે.
ફ્રી હિટ:
‘જે દેશમાં પ્રતિભાવાનને મુખ્યધારામાંથી ફેંકીને સામાન્યથી પણ બદતર કક્ષાવાળાને વ્યાસપીઠ પર બેસાડવામાં આવે છે, એ સમાજ વંચિતને આદર આપવાની આત્મવંચનામાં ડેથ-વિશ અથવા આત્મઘાતની દિશામાં આગળ વધી રહ્યો છે.’
-ચંદ્રકાંત બક્ષી