(નોંધ: આ લેખ સંપૂર્ણપણે કાલ્પનિક છે. માત્ર મનોરંજન ખાતર લખાયેલા આ લેખનો વાસ્તવિકતા સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. આ વાંચીને કોઈએ પણ લેખકની વૃત્તિ કે પ્રવૃત્તિ પર કોઈ જ જાતની શંકા-કુશંકા-આશંકા કે લઘુશંકા કરવી નહીં. આગળની લાઈનમાં લઘુશંકા શબ્દ એમ જ ફ્લો ફ્લોમાં લખાઈ ગયો છે. એ શબ્દનો પણ એ વાક્ય સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. આભાર. નોંધ પૂરી.)
મેં એક વાર કંઈક એવો જોક લખેલો કે –
થિએટરમાં કોઈ બોરિંગ ફિલ્મના શોમાં સગી ગર્લફ્રેન્ડ સાથે કોર્નર સીટ પર બેઠેલા યુવાનને જ્યારે વેઈટર પૂછે છે કે, ‘સર, શું લેશો?’ ત્યારે એના દિમાગમાં ચિત્કાર ઊઠે છે કે, ‘બે… ટોપા, લેવી તો આની(બાજુવાળીની) KISS છે, પણ તું કબાબમાં હડ્ડી બનતો મોંઘા ભાવના પોપકોર્ન લઈ આવ જા.’ આવા વેઈટરને અભાગિયાને પેલાની સખત હાય લાગે છે. કહે છે કે એકાંતવાંચ્છુ કપલ્સની આવી હાય લેનારા વેઈટર્સ બીજા જન્મમાં કૂતરાં બને છે અને દુનિયા જાણે છે કે શ્વાનસમાજનું કપલ (જાહેરમાં) એકાંત માણતું હોય ત્યારે લોકો એમને પત્થરો મારીને ડિસ્ટર્બ કરે છે. અને શ્વાનકપલને પત્થરો મારી ડિસ્ટર્બ કરનારાઓ બીજા જન્મમાં સિનેમાઘરના વેઈટર બને છે. હોવ…હમ્બો…હમ્બો…!
એ જોક બાદ ઘણાં ‘સગી ગર્લફ્રેન્ડ’નો અર્થ પૂછવા લાગ્યાં અને કેટલાકે તો ‘સગી ગર્લફ્રેન્ડ’ શબ્દપ્રયોગ સામે જ વાંધો ઉઠાવ્યો કે ગર્લફ્રેન્ડ્સમાં તો વળી સગી કે પારકી હોતું હશે? આ સગી ગર્લફ્રેન્ડ વળી શું છે? મને મારી સામે આવા ‘વાંધા વિલાસ’ કરનારાઓને કહી દેવાનું મન થઈ આવ્યું કે ‘સગી ગર્લફ્રેન્ડ’ શબ્દપ્રયોગ સામે સવાલો ઉઠાવનારાઓ, તમને શું ખબર કે પુરુષોને સગી તો ઠીક ‘માનસ ગર્લફ્રેન્ડ’ પણ હોય. ઘણાંને તો ઘણી બધી ‘માનસ ગર્લફ્રેન્ડ્સ’ હોય છે…! જેવી જેની કેપેસિટી અને જેવી જેની કલ્પનાશક્તિ…! હોવ…હમ્બો…હમ્બો…!
હા, જે રીતે મહાન વિચારશીલ માણસોને અનેક માનસ પુત્ર-પુત્રીઓ હોય છે એવી જ રીતે પુરુષોને અનેક ‘માનસ ગર્લફ્રેન્ડ્સ’ હોય છે. ‘માનસ ગર્લફ્રેન્ડ’ એટલે મનોમન ધારી લીધેલી ગર્લફ્રેન્ડ. મનમાં જ ઊગી નીકળેલું એક એકતરફી લફડું. ગુજરાતીમાં તો આવી (દુર્)ઘટના માટે કહેવત પણ છે કે મનમાં જ પરણવું ને મનમાં જ રાંડવું. પેલીને ખબર પણ ન હોય અને આપણી પાર્ટીએ એની સાથે ‘ઈન્સેપ્શન’ના હીરો જેવી ‘સપનાંની દુનિયા’ વસાવી લીધી હોય. આવા ગીદ્ધપુરુષો ઉપ્સ સિદ્ધપુરુષો ‘માનસ ગર્લફ્રેન્ડ’ને જે કરે એને શાસ્ત્રોમાં ‘ચક્ષુપ્રેમ’ કહ્યો છે!
સુંદર યુવતીને એટએટલા યુવાનો ‘માનસ ગર્લફ્રેન્ડ’ બનાવી બેઠા હોય છે કે જો એ બધાની ભાવનાઓ પેલી સુધી પહોંચે તો એ બાપડીને એટલી બધી હેડકીઓ આવે કે તે હેડકાઈ હેડકાઈને મરી જાય. કેટલીક સુંદર છતાં સ્માર્ટ યુવતીઓને તો ખબર પણ હોય છે કે કોણ કોણ એને ‘માનસ ગર્લફ્રેન્ડ’ બનાવી બેઠું છે અને ભવિષ્યમાં સગી ગર્લફ્રેન્ડ બનાવવાના પેંતરા કરવાનું છે. જોકે, બહુ ઓછામાં ‘માનસ ગર્લફ્રેન્ડ’ને સગી ગર્લફ્રેન્ડ બનાવવાનો પ્રયાસ કરવાનું સાહસ હોય છે. જે લોકો આ સાહસ નથી ખેડી શકતા એમની ‘માનસ ગર્લફ્રેન્ડ’ મનમાં જ રહી જાય છે. ઈટ્સ લાઈક ગુપ્ત રોગ. ન કોઈને કહેવાય, ન સહેવાય…! હોવ…હમ્બો…હમ્બો…!
‘માનસ ગર્લફ્રેન્ડ’ ધરાવતા બોયફ્રેન્ડ્સને ‘તું પ્યાર હૈ કિસી ઓર કા તુજે ચાહતા કોઈ ઓર હૈ…’ ગીત પ્રિય હોય છે ને કુમાર સાનુ એમનો આરાધ્ય દેવ હોય છે! એ લોકો ભૂલમાં અનાયાસે મુકેશનું ‘ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…’ સાંભળી જાય ત્યારે એમનું મન એ રીતે નાચે છે જે રીતે પહેલીવાર કાલિદાસનું નાટક ‘અભિજ્ઞાન શાકુંતલ’ વાંચીને જર્મન કવિ ગેટે નાચેલો. દૂર સે દેખે ઓર લલચાએ, પ્યાસ નઝર કી બઢતી જાએ, બદલી ક્યા જાને હૈ પાગલ કિસકે મન કા મોર… હોઓઓઓ… ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
હજુ સુધી ‘માનસ ગર્લફ્રેન્ડ’નો કોન્સેપ્ટ ક્લિયર ન થયો હોય તો એક સરળ એક્ઝામ્પલ આપું કે બબીતા જેઠાલાલની માનસ ગર્લફ્રેન્ડ છે. મેં ક્યાંક વાંચેલું કે સાંભળેલું પણ ખરું કે દરેક પરણેલા પુરુષના મનમાં એક બબીતા હોય જ છે! હોવ…હમ્બો…હમ્બો…!
‘માનસ ગર્લફ્રેન્ડ્સ્’ના વિવરણો વાંચીને કોઈએ ‘માનસ બોયફ્રેન્ડ’ વિશે કંઈ પૂછપરછ કરવી નહીં. ‘માનસ બોયફ્રેન્ડ’ જેવું કંઈ ખાસ હોતું નથી. કેટલીક છોકરીઓ તો કાચી ઉંમરના પ્રેમમાં છોકરાને એ રીતે મનોમન પોતાનો પતિ માની બેસતી હોય છે જે રીતે પબજી રમનારાઓ પોતાને સૈનિક અને ટિકટોક પર વીડિયો બનાવનારાઓ પોતાને એક્ટર માનવા લાગે છે. હોવ…હમ્બો…હમ્બો…!
ફ્રી હિટ :
ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એક-બીજાના નેતાઓને જે ગાળો ભાંડતા હોય છે એ લગ્નમાં ગવાતા ફટાણા જેવી હોય છે. ફટાણા પ્રસંગને અનુરૂપ રિવાજ હોવાથી એમ જ મોજ ખાતર ગવાતા હોય છે. લગ્નમાં ઝંપલાવનાર બન્ને પક્ષોને એ સુપેરે ખબર હોય છે કે આ અમસ્તી જ બે ઘડી ગમ્મત ચાલી રહી છે. આનું ખોટું લગાડવાનું ન હોય. આપણે તો કાયમ સાથે જ રહેવાનું છે. આ વાત નેતાઓ તો સમજતા જ હોય છે. માત્ર ભોટ ભક્તો અને અભક્તો જ એને સાચું માની અમથેઅમથા લોહીઉકાળા કરતા હોય છે!
નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
શ્રાવણ સ્પેશિયલ ધાર્મિક હાસ્યલેખ: ‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!