પોસ્ટર : Garibo ka Kabir Singh 😎😋😂 ક્રેડિટ્સ : ( Post : Prem7 ) ( Face : Ashish Puri )
કેટલાંક લોકો કબીરસિંઘના કેરેક્ટરથી એટલા ખફા છે કે જાણે એમની દીકરી વળાવવાની હોય અને કોઈએ એમને આ મુરતિયો બતાવી દીધો હોય. અને કેટલાંક કબીરસિંઘ પર એવા સમરકંદ-બુખારા ઓવારી ગયા છે કે જાણે એને પોતે પરણી જવાના હોય કે એવો મુરતિયો મળે તો એની સાથે દીકરી વળાવી દેવાના હોય!
‘કબીરસિંઘ’ના કારણે આખુ ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું છે ત્યારે અમે કલ્પના કરી છે આવી એક અર્બન ગુજરાતી ફિલ્મની પેરોડીની. આ પેરોડીમાં ક્યાંય પણ જીવંત, મૃત કે મરી જવા લાયક વ્યક્તિ કે વ્યક્તિઓ કે સર્જન સાથે જરા સરખી પણ સામ્યતા જણાય તો એને માત્ર જોગાનુજોગ નહીં, પણ જાણી જોઈને કરવામાં આવેલી કુલા હલકળી જાણવી. હોવ…હમ્બો…હમ્બો…!
– ‘કબીરઘેલો’ ટાઇટલ રાખીને સર્જકોએ ફિલ્મને સાહિત્યિક ટચ પણ આપ્યો છે અને ઘેલો શબ્દ દ્વારા થોડો પન પણ કર્યો છે!
– કોમ્બિનેશનના અભાવે ડિરેક્ટરે બે હીરો રાખ્યાં છે. એક બોડી બતાવવા અને બીજો એક્સપ્રેશન આપવા!
– હીરો ફૂટબોલ નહીં, પણ લુડો રમતો જોવા મળે છે!
– ઇન્ટેન્સ વિષય હોવા છતાં ફિલ્મમાં જ્યાં ત્યાં વોટ્સએપિયા જોક્સ ચરક્યા કરે છે!
– ફિલ્મની શરૂઆતમાં મુખ્યપાત્ર કબીર એટલે કે આપણો હીરો ઘેલો થઈને હિરોઇનની આગળ-પાછળ ‘બેએએ…આવું શું કરે છે બકુડી…?’ જેવા લવારા કરતો જોવા મળે છે.
– હીરો મેડિકલ સ્ટુડન્ટ હોવાના કારણે અમદાવાદના બે-ચાર જાણીતા ડોક્ટર્સના કેમિયો આવે છે.
– લેખકના સ્માર્ટ બનવાના ધખારાના પાપે તમારા દિમાગ પર – ‘હું તને મેડિકલના સિલેબસ કરતા પણ વધુ પ્રેમ કરું છું પ્રીતિ’ કે ‘પ્રીતિ… પ્રીતિ… તું મારો એનેસ્થેસિયા છે પ્રીતિ…તું જ્યારે મારી સાથે હોય છે ત્યારે મને કોઈ જ પ્રકારની શારીરિક પીડા નથી થતી. હા, માનસિક પીડા જરૂર પહોંચે છે, તારા આવા વર્તનના કારણે…’ – જેવા હથોડાછાપ સંવાદો ઝીંકાતા રહે છે!
– ફિલ્મ બન્યાના થોડા સમય બાદ ભાંડો ફૂટે છે કે આ કોન્સેપ્ટ તો સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માંથી ઉઠાવાયેલો છે, પણ ગુજરાતી ડિરેક્ટરે ઓરીજીનલ ફિલ્મ ઉઠાવીને એવી વિચિત્ર ભેળ-પુરી ભરડી મારી છે કે મૂળ સર્જકો જ ક્રેડિટ સ્વીકારવાની ના પાડી દે છે. એમ કહીને કે ‘આ ફિલ્મ અમારી ફિલ્મની કૉપી નથી.’
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
Faking News : કર્ણાટકના ફ્લોર ટેસ્ટમાં ટાઈ પડે તો વિજેતા નક્કી કરવા મદદ માટે ICCની તૈયારી
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
એકચ્યુલી, સરકારે બાઈક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ!-1
ગાભાપૂરાણ પાર્ટ 2 : લેખકનું સૂચન ધ્યાને લેતી સરકાર!
ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!