
ત્રિપુરાના મુખ્યમંત્રીએ કહ્યું કે મહાભારતમાં પણ ઈન્ટરનેટ હતુ અને હોબાળો મચી ગયો. જો ઈન્ટરનેટ હોય તો મીડિયા પણ હોય જ ને? હવે જરા કલ્પના કરો કે મહાભારતકાળમાં મીડિયા હોત તો એ સમયના બ્રેકિંગ ન્યૂઝ કેવા પ્રકારના હોત અને એ સમયે આજનું મીડિયા હોત તો એ સમયની ઘટનાનું પ્રેઝન્ટેશન કેવી રીતે થતુ હોત.
બ્રેકિંગ ન્યૂઝ :
>અપ્સરા મેનકાનો ઋષિ વિશ્વામિત્ર સામે જાતિય શોષણનો સનસનીખેજ આરોપ
>હું ઈન્દ્રના કાવતરાનો ભોગ બન્યો છું: વિશ્વામિત્રનો ખુલાસો
>મારી સાથે જે બન્યુ તે કાયદા મુજબ બળાત્કાર ગણાય: મેનકા
>શકુંતલાએ નોંધાવી દુષ્યંત સામે બળાત્કારની ફરિયાદ
>કણ્વ ઋષિની ગેરહાજરીમાં દુષ્યંતે લગ્નની લાલચ આપી કર્યુ’તુ ‘પતિકાર્ય’
>શું શકુંતલાની કુખે જન્મેલો ભરત છે દુષ્યંતનું સંતાન?: ડી.એન.એ ટેસ્ટ કરાવાશે
>હસ્તિનાપુરમાં દ્વંદ્વયુદ્ધ વેળા દ્રોણાચાર્ણની હાજરીમાં કર્ણની જાતી મુદ્દે હોબાળો: કર્ણની કૃપાચાર્ય સામે જાતી પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ, એટ્રોસિટી
>કૃષ્ણ વાસુદેવ યાદવ સામે કુરુક્ષેત્રના મેદાનમાં ઉશ્કેરણી જનક ભાષણ(ગીતાકથન) કરી હિંસા ફેલાવવાનો ગુનો દાખલ
>માછલીની આંખ વિંધનારા અર્જુન સામે જીવદયાપ્રેમીઓનો હોબાળો
ભીષ્મના મોતનું લાઈવ કવરેજ

સુતેલા ભીષ્મના વિઝ્યુઅલ્સ પર ચાલતો વી.ઓ. :
ડસ લિયા સારે દેશ કો ઝહેરી નાગો ને, ઘર કો લગા દી આગ ઘર કે ચરાગો ને…
રિપોર્ટરણી : ભીષ્મજી, સબ સે પહેલે યે બતાઈયે કે કૈસા લગ રહા હૈ, બાનશૈયા પર લેટકર…?
પહેલા સવાલ સાથે જ ભીષ્મ ઈચ્છામૃત્યુ લઈ લે છે.
ફ્લેશ ચાલે છે :
ભીષ્મને ત્યાગે પ્રાણ
સ્વીકારા ઈચ્છામૃત્યુ
કઈ દિનો સે લેટે થે બાણશૈય્યા પર
કઈ દિનો સે લેટે થે બાણશૈય્યા પર
એન્કર બાઈટ :
અભી અભી બડી ખબર આ રહી હૈ સીધે કુરુક્ષેત્ર સે. ભીષ્મને અપને પ્રાણત્યાગ દિયે હૈ. જી હાં. ભીષ્મ, અબ નહીં રહે. કઈ દિનો સે લેટે થે બાનશૈયા પર. સીધે ચલતે હે કુરુક્ષેત્ર જહાં હમારી સંવાદદાતા મૌકે પર મોજુદ હૈ….
ઈનબિટવિન, જેના સવાલથી ભીષ્મ ઉકલી ગયા એ રિપોર્ટરણી ઘટનાસ્થળેથી લાઈવ કરે છે :
જૈસે કી અભી અભી આપને દેખા ભીષ્મને પ્રાણ ત્યાગ દિયે હૈ. કઈ દિનો સે યહાં બાનશૈયા પર લેટે હુએ થે. કુછ લોગ કહેતે હૈ કી ઉનકો બહોત પીડા હો રહી થી. હાલાંકી લોગો કા યે ભી કહેના હૈ કે મહાપુરૂષો કો કભી દર્દ નહીં હોતા. હમને થોડી દેર પહેલે હી ઉનસે સાક્ષાત્કાર કિયા. ઓર ઉનકી પીડા કો જાનને કા પ્રયાસ કિયા. ઉનસે ઉનકી પીડા કો લેકર હમને સવાલ કિયા હી થા કિ ચંદ સેકન્ડ્સ મેં ઉન્હોને ઈચ્છામૃત્યુ લેકર અપને પ્રાણો કો ત્યાગ દિયા. જીસસે યે પ્રતિત હોતા હૈ કિ કહીંના કહીં(શાયદ નીચે સે) વો બહુત બુરી તરહ સે પીડા કા અનુભવ કર રહે થે. ઈસ પીડા કો ઝેલ રહે થે. મેં અપને સહયોગી સે બિનતી કરુંગી કી ઉન્હે પલ્ટે. કેમેરામેન સે બિનતી હૈ કી ઉનકે પિછવાડે કો ફોકસ કરે. તા કિ હમ દિખા પાયે ઉસ દર્દ કો. જો કઈ દિનો સે ઉનકે નીચે ડુબા થા. ઓર છુપા રહા દુનિયા કી નજરો સે ભી.
(બસ કર પગલી..અબ રુલાયેગી ક્યા…કોઈ ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ લગાવો યાર…)
સ્ક્રોલ અને ફ્લેશ : આખિર ક્યા હોતા હૈ યે ઈચ્છામૃત્યુ? ક્યોં મિલીથી ભીષ્મ કો યે શક્તિ? સમજાયેંગે હમારે એક્સપર્ટ. શામ છે બજે દેખના ન ભૂલે ભીષ્મ કે ઈચ્છામૃત્યુ પર હમારી ખાસ પેશકશ – મોત કી શૈયા. જીસમે કેવલ હમ દિખાયેંગે આપકો ઈચ્છામૃત્યુ કા પૂરા સચ. ઈસી મુદ્દે પર આઠ બજે દેખના ન ભૂલિયે હમારા ખાસ શો – ‘બડી વઝહ’
અર્જુનનો વિષાદ : લાઈવ કવરેજ
એન્કર બાઈટ :
હમ અપને દર્શકો કો બતા દેં કિ ઈસ વખ્ત કુરુક્ષેત્ર કે મેદાન મેં બહોત હી હાઈપ્રોફાઈલ ડ્રામા ચલ રહા હૈ. અર્જુનને અપને હથિયાર ડાલ દિયે હૈ. સભી કી નજરે અર્જુન પે ટીકી હુઈ હૈ. કૃષ્ણ જો કી કિસી વિશ્વગુરુ સમાન લગ રહે હે. વો સમજા રહે હે અર્જુન કો. લગાતાર બાત-ચીત ચલ રહી હે ઉનકે બીચ મેં. ઓર હમ ઈસ પૂરે ઘટનાક્રમ પે બારિક નજર ગઢાયે હુએ હૈ. આઈયે સીધે ચલતે હે કુરુક્ષેત્ર. જહાં હમારે સંવાદદાતા દિપક કચરિયા મૌજુદ હૈ.
રિપોર્ટર લાઈવ :
દિપક બતાઈયે. ક્યા હૈ તાજા હાલાત…
હમ આપકો બતા દે કિ
જૈસે કિ હમ યહાં દૂર સે દેખ પા રહે હે
કંહી ના કંહી કુછ તો ગરબડ હૈ…
અર્જુન કુછ મુરઝાયે હુએ સે લગ રહે હે
એસે લગ રહા હે જેસે કુછ ઉલઝન મેં હો…
લેકિન કૃષ્ણ જો અબતક ઉનકે સારથિ થે ઓર રથ કિ ડોર સંભાલે હુએ થે
ઉન્હોને શાયદ અબ અર્જુન કે ડગમગાતે હુએ મન કી ભી ડોર સંભાલ લી હૈ…
વો સમજા રહે હે અર્જુન કો..
ગહન ચર્ચા કર રહે હે..
બડે ભાઈ કી ભૂમિકા મેં દિખ રહે હે કૃષ્ણ
…
હમ આપકો યે ભી બતા દે કિં અભી થોડી દેર પહેલે હી….
કૃષ્ણને અર્જુન કે રથ કો સબસે આગે બીચોબીચ લાકર ખડા કર દિયા
ઓર ઉસકે બાદ હી અર્જુન સંશય મેં આ ગયે ઓર તબ સે કુછ ગરબડી હુઈ
હાલાંકિ જેસા સૂત્ર બતા રહે હે કિ અર્જુનને હિ રથ આગે લે જાને કો કહા થા…
..
એન્કર બાઈટ:
આપ દેખ રહે હે મોટોરોલા પ્રેઝન્ટ બ્રેકિંગ ન્યૂઝ ઓર અબ વખ્ત હો ગયા હૈ એક છોટે સે બ્રેક કા. બ્રેક કે ઉસ પાર ભી કુરુક્ષેત્ર સે લાઈવ કવરેજ જારી રહેગી. ઓર હમ જાનેંગે કી આખિર અર્જુન માનેંગે કી નહીં? ક્યા નહીં હોગા મહાભારત કા યુદ્ધ? ક્યા અબ ભી રુક શકતી હે લડાઈ? ક્યા મહાવિનાશ સે બચને કા કોઈ રાસ્તા અબ ભી બાકી હૈ..દેખતે હે એક છોટે સે બ્રેક કે બાદ…