skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

કોલ ટુ કાશ્મીર: પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ સાથે સીધી વાત

February 3, 201810 second read

(કાશ્મીરમાં રાજકીય સ્થિતિ શરુથી એવી જ છે જેની ધારણા ભાજપ-પીડીપીની કજોડા સરકાર રચાઈ ત્યારથી હતી. એમાં પણ મુફ્તિ મોહમ્મદ સઈદનું નિધન થયુ ને સ્થિતિ વધુ ડહોળાઈ.હાલ લશ્કર સામે એફઆરઆઈ મામલો ચગ્યો છે ને કાશ્મીરી પંડિતોનો મુદ્દો કાયમનો ધગે છે. આ વર્ષે 19 જાન્યુઆરીએ 1990માં કાશ્મીરી પંડિતો પર કાશ્મીરમાં થયેલા હિંસાચારનો મુદ્દાને ગયા વર્ષે અનુપમ ખેરે ખૂબ હવા આપેલી. 2015ના માર્ચમાં જ્યારે ભાજપ-પીડીપીની સરકાર તાજી તાજી જ રચાઈ હતી ત્યારે અમદાવાદમાં અમિત શાહે કાશ્મીરી પંડિતોના જ રેફરન્સમાં પીડીપીને સાંકળીને આપેલા એક નિવેદનના રેફરન્સમાં પીડીપીના યુવા પાંખના અધ્યક્ષ વાહિદ-ઉર-રહેમાન પરાનો ઈન્ટરવ્યૂ કરેલો. એ અહીં શેર કરી રહ્યો છું. કોઈ ટીપ્પણી નથી કરી રહ્યો પણ કાશ્મીર મુદ્દામાં રસ અને થોડો પોલિટીકલ અભ્યાસ ધરાવતા લોકોને વાંચવો ગમશે.)

‘કાશ્મીરી મુસ્લિમોએ પંડિતો પાસે જવું જોઈએ. તેમને વિશ્વાસમાં લઈ કહેવું જોઈએ કે તમે અહીં આવીને વસો. તમારી પ્રોપર્ટીઝ પર દાવો માંડો.’ મારા કાનને વિશ્વાસ નહોતો થતો કે એક કાશ્મીરી મુસ્લિમ, એક કટ્ટરવાદી અને અલગતાવાદી તત્વોતરફી મનાતી પાર્ટી પીડીપીનો નેતા આ બોલી રહ્યો હતો. કન્ફર્મ કરવા અને બોલનારાની મક્કમતા પારખવા મેં પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ વાહિદ-ઉર-રહેમાન પરાને કાઉન્ટર પ્રશ્ન દાગ્યો-

શું કાશ્મીરી પંડિતોને પાછા બોલાવવા અંગે પીડીપી પહેલ કરશે?
 
જવાબમાં વધુ એક વાર સુખદાશ્વર્ય સાંભળવા મળ્યું. તેમણે કહ્યું કે-

બેશક કરશે. તમે એ જુઓ કે અમારી સમગ્ર રાજનીતિ કશ્મીરીયત પર બેઈઝ્ડ છે અને કશ્મીરીયત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી કાશ્મીરી પંડિતો કાશ્મીરમાં નહીં આવે. કાશ્મીરની ડાયવર્સિટી અમે ખોઈ દીધી છે. અત્યારે કાશ્મીરમાં જે કોન્ફ્લિક્ટ ઉભા થયા છે તેનું કારણ ઈન્ટર કમ્યુનિટિ કોલિજિયન બ્રેકડાઉન છે. અગાઉ હિન્દુ-મુસલમાન એક જગ્યાએ રહેતા હતા. અમારું રાજકારણ ત્યારે ઠીક રીતે ચાલશે, જ્યારે કાશ્મીરીઓ કાશ્મીરી બની રહેશે. તેઓ કશ્મીરી ત્યારે બનશે જ્યારે ત્યાં હિન્દુ પણ રહેશે અને મુસલમાન પણ રહેશે. જો માત્ર મુસલમાનોએ જ રહેવું હોય તો જમ્મુ અને રેસ્ટ ઓફ ઈન્ડિયામાં પણ તેના રિએકશન્સ આવશે. માટે પંડિતોને પાછા લાવવા જરૂરી છે અને એ અમારા માટે એક પડકાર છે.

અમારી પાર્ટીની પોલીસી ક્લિયર છે. અમે કહીએ છીએ કે તમામ કાશ્મીરી પંડિતો પાછા આવે, પરંતુ પોતાની જગ્યાએ રહે. અમે એ જગ્યાએ વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરવા માંગીએ છીએ. સિક્યુરીટી નથી વધારવા ઈચ્છતા. પંડિતોને લાવીને અમે કેમ્પોમાં નથી રાખવા ઈચ્છતા. જો પંડિતો વીસ વર્ષે પણ પાછા ફરીને કોઈ છાવણી કે કોલોનીમાં રહે જ્યાં ખુબ જ સુરક્ષાવ્યવસ્થા હોય તો પછી શું ફાયદો છે? એમને બહાર નીકળવું હોય, લોકોને મળવું હોય. તમે એક લાખ લોકોને સુરક્ષા થોડી પૂરી પાડી શકો? અમે ઈચ્છીએ છીએ કે ત્યાં હારમની વધે. અને એના કારણે લોકો પાછા આવે નહીં કે સિક્યુરીટી અને બંદૂકની અણીએ. જો તમે બંદૂકની અણીએ પાછા લાવશો તો પછી ત્યાંથી(આતંકીઓ તરફથી) પણ રિસ્પોન્સ આવશે. એના કરતા તો એક વાતાવરણ બનવા દો. તેઓ કાશ્મીરીઓ છે. તેમનો અહીં રહેવાનો એટલો જ હક છે જેટલો અમારો છે. તેઓ સ્ટેક હોલ્ડર્સ છે તેમાં કોઈ શક નથી.

* * *

અમિત શાહે અમદાવાદમાં નિવેદન આપ્યુ કે કાશ્મીરમાં સરકાર કાશ્મીર સમસ્યાના સમાધાન માટે બનાવી છે. જો સમાધાન નહીં આવે તો પીડીપી સાથે સંબધ તોડી નાખવામાં આવશે. એ નિવેદન બાદ એ મુદ્દે પીડીપીનું રિએકશન લેવા હું ત્રણ ત્રણ દિવસથી સતત કાશ્મીર કોલ્સ કરી રહ્યો હતો. પીડીપી કાર્યાલય. સીએમની કોઠી. પીડીપી પ્રવક્તાઓ. એક સાંસદ. નાના-મોટા પીડીપીના નેતાઓ. પરંતુ ત્યાં બજેટ સત્ર ચાલતુ હોવાથી અને ત્યારબાદ આતંકવાદી હૂમલો થતા કોઈનો વ્યવસ્થિત સંપર્ક થતો નહોતો. જેમનો સંપર્ક થતો એ કાં તો બોલવા નહોતા ઈચ્છતા અથવા બોલવા માટેના અધિકારી નહોતા. અંતે શનિવારે પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ વાહિદ-ઉર-રહેમાન પરાનો સંપર્ક થયો. અને થયો આ ઐતિહાસિક ઈન્ટરવ્યુ. (એક આડ વાત: અમિત શાહ નારણપુરામાં કાર્યકરોના સંમેલનમાં કાશ્મીર સરકારમાંથી નીકળી જવા અંગે કંઈ જ ન બોલ્યા હોવાના દાવા ભલે ભાજપ તરફથી સતત થયા કરતા હોય પરંતુ દિવ્યભાસ્કર ડોટ કોમ ફર્સ્ટ અને એકમાત્ર મીડિયા છે જેણે અમિત શાહનું એ નિવેદન રેકોર્ડિંગ સાથે પ્રસિદ્ધ કર્યુ હતુ. ત્યારબાદ એ વાત દેશભરના મીડિયામાં આવી હતી.)

પીડીપી નેતા વાહિદની વાતોમાં એક ગજબનાક સ્થિરતા, ખાસ્સુ ઉંડાણ અને તલસ્પર્શી અભ્યાસ વર્તાતો હતો. વિરોધીઓને અકળાવી મુકે, ડઘાવી મુકે તેવી સ્પસ્ટતા તેના વિઝનમાં જોઈ શકાતી હતી. એ કાશ્મીરના ધરાતલ સાથે જોડાયેલો નેતા હોવાનું તો waheed-ur-rehman para નામના એના ફેસબુક પેઈજ પરથી જ સમજાઈ ગયેલુ. એણે આપેલી કશ્મીરીયતની વ્યાખ્યા સાંભળીને છક થઈ જવાયું. ‘કાં તો આતંકવાદથી વાત-ચીત બંધ થશે કાં વાત-ચીતથી આતંકવાદ બંધ થશે. અમને લાગે છે કે આતંકવાદથી વાત-ચીત બંધ ન થઈ શકે વાત-ચીતથી આતંકવાદ બંધ થવો જોઈએ. તમે પણ વિચારો કે તમારી પાસે પણ કોઈ સારો વિકલ્પ હોય તો અમે એના પર પણ વિચારીશું.’ જેવી તેની વાતોમાં અલગાવવાદ સાથેનો સોફ્ટ કોર્નર નહીં પણ આંતકનો જડમૂળથી નાશ કરવાની મક્કમતા વર્તાતી હતી.

પ્રસ્તુત છે વાહિદ પરા સાથેની સંપૂર્ણ વાત-ચીત.

અમિત શાહે અમદાવાદમાં કાર્યકરોને સંબોધીત કરતા કહ્યું હતું કે, અમે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કાશ્મીરમાં સરકાર બનાવી છે, જો ઉકેલ નહીં આવે તો અમે પીડીપીનો સાથ છોડી દેશું. આ અંગે પીડીપીની શું પ્રતિક્રિયા છે?

ક્લિયર છે. તમે અમારો કોમન મિનિમમ પ્રોગ્રામ જુઓ અથવા અમારો ચૂંટણી ઢંઢોરો જુઓ તો એમા સ્પષ્ટ લખ્યું છે કે અમે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કાર્ય કરીશું. વીજળી, પાણી અને રોડ-રસ્તા પર તો દરેક સરકાર કામ કરે છે, પરંતુ પીડીપીની ખુબી એ છે કે તે કોર ઈસ્યુઝ સોલ્વ કરવાની દિશામાં કાર્ય કરે છે. ભાજપ પાસે દેશમાં સ્ટ્રોંગ મેન્ડેટ છે. વડાપ્રધાન મજબુત છે જે પાકિસ્તાન સાથે વાત કરી શકે. એ મેન્ડેટને ધ્યાનમાં રાખીને જ આ સરકાર બની છે જે આ સમસ્યાના તમામ પાસાઓ પર કાર્ય કરી શકે. જો એ આજે નહીં થાય તો પછી ક્યારેય નહીં થાય. માટે કંઈકને કંઈક તો થવાનું જ છે. એ જ સ્ટેટમેન્ટ ભાજપના અધ્યક્ષે આપ્યું છે કે અમે સમસ્યાના સમાધાન માટે કાર્ય કરી રહ્યાં છીએ. એના પર કામ ચાલી રહ્યુ છે, પરંતુ એ થોડો સમય માંગી લેશે.

તો તમે અમિત શાહના નિવેદનને આવકારો છો? મતલબ કે વાત સાચી દિશામાં આગળ વધી રહી છે?

હા હા, બિલકુલ સાચી દિશામાં જઈ રહી છે. બે જ અઠવાડીયામાં પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ બંન્ને પાર્ટીઓનું ગઠબંધન એ જ એક મોટી સિદ્ધિ છે. દેશને ધ્યાનમાં રાખીને વિશાળ હિતમાં પાકિસ્તાન સાથે વાત-ચીત, એલઓસી પર આતંક, કાશ્મીરની સમસ્યા સહિતના મુદ્દે ધીમી ગતિએ કાર્ય ચાલી જ રહ્યું છે. જો તમે અમારો સીએમપી(કોમન મિનિમમ પ્રોગ્રામ) જોશો તો ખ્યાલ આવશે કે કેવી રીતે આ પ્રોસેસ ચાલશે. આંતરિક અને બાહ્ય રીતે.

રાજકિય કેદીઓની વાતે લોકોને બહુ ડર લાગે છે પરંતુ જો જેઓ આતંકવાદી બન્યા તેમને સમાજમાં પાછા સ્થાપિત નહીં કરો તો સમસ્યા યથાવત જ રહેવાની છે. જો અલગતાવાદીઓને જોડવામાં નહીં આવે તો પાકિસ્તાન એમને પડખામાં લેશે. અમારો હેતુ એ છે કે પાકિસ્તાન શા માટે આપણા લોકો સાથે જોડાય? એમની સાથે આંતરિક ધોરણે કામ થવું જોઈએ. જે આપણે કરી શકીએ છીએ. એ માટે આપણને પાકિસ્તાનની સલાહની જરૂર નથી કે આપણે ક્યારે આપણા લોકો સાથે વાત કરીશું.

કેટલાક લોકોને એ કન્ફ્યુઝન છે કે, ભાજપ આ મુદ્દાઓ પર સોફ્ટ થઈ રહ્યો છે.

ભાજપ જ સ્ટ્રોંગ છે જે આ મુદ્દાઓ પર વાત કરી શકે તેમ છે. કોંગ્રેસ તો આખા દેશમાં નબળી છે એ જમ્મુ કાશ્મીર સમસ્યામાં શું કરી શકે? તો તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનથી માંડી આપણા અંદરના લોકો સાથે વાત-ચીત કરવી પડશે. ભલે એ કાશ્મીરી પંડિતોનો મુદ્દો હોય. કાશ્મીરી મુસ્લિમોએ પંડિતો પાસે જવું જોઈએ. તેમને વિશ્વાસમાં લઈ કહેવું જોઈએ કે તમે અહીં આવીને વસો. તમારી પ્રોપર્ટીઝ પર દાવો માંડો.

શું કાશ્મીરી પંડિતોને પાછા બોલાવવા અંગે પીડીપી પહેલ કરશે?
 
બેશક કરશે. તમે એ જુઓ કે અમારી સમગ્ર રાજનીતિ કશ્મીરીયત પર બેઈઝ્ડ છે અને કશ્મીરીયત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી કાશ્મીરી પંડિતો કાશ્મીરમાં નહીં આવે. કાશ્મીરની ડાયવર્સિટી અમે ખોઈ દીધી છે. અત્યારે કાશ્મીરમાં જે કોન્ફ્લિક્ટ ઉભા થયા છે તેનું કારણ ઈન્ટર કમ્યુનિટિ કોલિજિયન બ્રેકડાઉન છે. અગાઉ હિન્દુ-મુસલમાન એક જગ્યાએ રહેતા હતા. અમારું રાજકારણ ત્યારે ઠીક રીતે ચાલશે, જ્યારે કાશ્મીરીઓ કાશ્મીરી બની રહેશે. તેઓ કશ્મીરી ત્યારે બનશે જ્યારે ત્યાં હિન્દુ પણ રહેશે અને મુસલમાન પણ રહેશે. જો માત્ર મુસલમાનોએ જ રહેવું હોય તો જમ્મુ અને રેસ્ટ ઓફ ઈન્ડિયામાં પણ તેના રિએકશન્સ આવશે. માટે પંડિતોને પાછા લાવવા જરૂરી છે અને એ અમારા માટે એક પડકાર છે.

અમારી પાર્ટીની પોલીસી ક્લિયર છે. અમે કહીએ છીએ કે તમામ કાશ્મીરી પંડિતો પાછા આવે, પરંતુ પોતાની જગ્યાએ રહે. અમે એ જગ્યાએ વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરવા માંગીએ છીએ. સિક્યુરિટિ નથી વધારવા ઈચ્છતા. પંડિતોને લાવીને અમે કેમ્પોમાં નથી રાખવા ઈચ્છતા. જો પંડિતો વીસ વર્ષે પણ પાછા ફરીને કોઈ છાવણી કે કોલોનીમાં રહે જ્યાં ખુબ જ સુરક્ષા હોય તો પછી શું ફાયદો છે? એમને બહાર નીકળવું હોય, લોકોને મળવું હોય. તમે એક લાખ લોકોને સુરક્ષા થોડી પૂરી પાડી શકો? અમે ઈચ્છીએ છીએ કે ત્યાં હારમની વધે. અને એના કારણે લોકો પાછા આવે નહીં કે સિક્યોરિટિ અને બંદૂકની અણીએ. જો તમે બંદૂકની અણીએ પાછા લાવશો તો પછી ત્યાંથી(આતંકીઓ તરફથી) પણ રિસ્પોન્સ આવશે. એના કરતા તો એક વાતાવરણ બનવા દો. તેઓ કાશ્મીરીઓ છે. તેમનો અહીં રહેવાનો એટલો જ હક છે જેટલો અમારો છે. તેઓ સ્ટેક હોલ્ડર્સ છે તેમાં કોઈ શક નથી.

એક પોઝીટીવ વાતાવરણ બની રહ્યું છે. અમિત શાહ કાશ્મીર સમસ્યાના સમાધાન અંગે વાત કરી રહ્યા છે અને તમારા તરફથી પણ હકારાત્મક વાતો આવી રહી છે તો કાશ્મીર સમસ્યાના સમાધાનની દિશામાં પહેલું કદમ કયુ હોઈ શકે?

મને લાગે છે કે સૌ પહેલા તો ભાજપ અને પીડીપી એલાયન્સને કામ કરવા દેવું જોઈએ. દેશના વિશાળ હિતમાં ગઠબંધન પર વિશ્વાસ મુકવો જોઈએ.

પરંતુ મસરત આલમને છોડવા જેવા પગલાઓના કારણે ભાજપ અને દેશમાં ગઠબંધન સામે વિરોધ ઉઠે છે. અહીંથી એ ઘટનાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે?

જુઓ તમારી પાસે કુલ મળીને બે વિકલ્પો છે. એક એ કે જે સિસ્ટમ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી હતી. જેના પરિણામો તમારી સામે છે. કાશ્મીર સમસ્યાનો ઉકેલ પણ નથી આવ્યો પાકિસ્તાન પણ પોતાનું કામ કરતું રહ્યું અને ભારતમાં પણ આપણે પાકિસ્તાનની જેમ રાજકારણ રમતાં રહ્યાં. એક આ વિકલ્પ છે. એક વિકલ્પ એ છે કે આપણે આઉટ ઓફ બોક્સ જઈને આપણી પોલીસીઓ બદલીએ. ફોરેન પોલીસી અને આંતરિક પોલીસીઓ બદલીએ.

મસરત આલમના ઈસ્યુની જ વાત કરીએ તો એમણે છ વર્ષોથી મસરત આલમને બંધ રાખ્યો છે. અમે લોકશાહી રીતે ચૂંટાયા છીએ. જો તમારી કોર્ટની ઈજ્જત નથી. જો તમારા મેન્ડેટની ઈજ્જત નથી. જો તમારી પાર્લામેન્ટની ઈજ્જત નથી. આ બધાની બેઈજ્જતી તો અલગતાવાદીઓ જ કરે છે ને. હવે જો આપણે પણ કરીશું તો… જો તમે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની ઈજ્જત નહીં કરો…ભારતની સંસદની ઈજ્જત નહીં કરો…જો તમે જમ્મુ એન્ડ કાશ્મીર એસેમ્બલીને ક્રેડિબિલિટિ નહીં આપો. કોઈ પણ કોર્ટ ઓફ લોને ઈજ્જત નહીં આપો. છ વર્ષ પછી તમે પાછા લોકો પાસે જશો કે જમ્મુરીયતમાં આવો. હિન્દુસ્તાનનું મેન્ડેટ છે. હિન્દુસ્તાનના બંધારણ મુજબ અમે હલ ઈચ્છીએ છીએ. તો છ વર્ષ પછી લોકો પોતે જ આપણને રિજેક્ટ કરશે. કારણ કે આપણા બંધારણો ક્રેડિબિલિટિ ગુમાવી દેશે. આપણે આપણી ક્રેડિબિલિટિ નથી બનાવી રહ્યા.

મસરત આલમ છ વર્ષથી જેલમાં બંધ છે. છેલ્લા કેટલાક દિવસોથી એ છૂટ્યો. એ હવે શું કરી શકે એમ છે? 2002માં જ્યારે કોંગ્રેસ સાથે અમારું ગઠબંધન થયું હતું. જ્યારે વાજપેયી સાહેબે અમારી પ્રોસેસને સમર્થન આપ્યું હતું. તમામ અલગાવવાદીઓ અને આતંકવાદીઓ અપ્રસ્તુત થઈ ગયા હતા. અમે એ લોકોને અપ્રસ્તુત કરી મુકીશું. આ એક માત્ર ગઠબંધન છે જે આવા તત્વોને અપ્રસ્તુત કરી શકે છે. અહીં જેટલા સમસ્યા પેદા કરનારા તત્વો છે એમને અમે અપ્રસ્તુત કરી મુકીશું. અહીં મોટા ભાગના લોકો શાંતિ ઈચ્છે છે. 65 ટકા લોકોએ મતદાન કર્યું છે. એ વર્ડિક્ટને ઈજ્જત પણ આપવી પડશે. બદકિસ્મતીથી જે પડકારો આખા દેશમાં છે ને…અમને લાગી રહ્યું છે કે આપણા લોકો સાથે આપણે વાત કરવી જ રહી. ભલે તમે એમને આતંકવાદી જ કહો. એ લોકો પોતાને પાકિસ્તાની સમજે કે અલગાવવાદી સમજે. પણ અમે માનીએ છીએ કે તેઓ હિન્દુસ્તાની છે તેમને અમે એક વિકલ્પ આપી રહ્યા છીએ કે જનાબ તમે સુધરી જાઓ.

વાત-ચીત માટે એક દેશ મજબૂત હોવો જોઈએ. કમજોર નહીં અને ભારત આજે પોતાના જ લોકો સાથે વાત-ચીત કરી રહ્યો છે તો એ તેની તાકાતનું પરિણામ છે કમજોરીનું નહીં. પરંતુ બદકિસ્મતીથી આખા મીડિયામાં એવું દર્શાવાઈ રહ્યું છે કે જાણે ભારત કમજોર હોય કે ડરી રહ્યું હોય. આજે પાકિસ્તાન કાશ્મીરનું યુદ્ધ હારી ચૂક્યુ છે એ સૌ જાણે છે. તે જિઓ પોલિટિકલ રીતે પણ હારેલું છે. આજની તારીખે તમે જે ઓલરેડી નબળું પડી ચૂક્યુ હોય એવા રાષ્ટ્ર સાથે બાર્ગેઈન કરો તો કોઈ ડરની વાત તો નથી ને?

પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે હૂમલાઓ વચ્ચે કેવી રીતે વાત-ચીત કરી શકાય? દેશમાંથી એ વાતે વિરોધ ઉઠે છે કે જે દેશ ત્યાંથી ગોળા દાગી રહ્યો હોય તેની સાથે આપણે જઈને વાત-ચીત કરી રહ્યા છીએ?

બે સિમ્પલ વાતો છે. કાં તો આતંકવાદથી વાત-ચીત બંધ થશે કાં વાત-ચીતથી આતંકવાદ બંધ થશે. અમને લાગે છે કે આતંકવાદથી વાત-ચીત બંધ ન થઈ શકે વાત-ચીતથી આતંકવાદ બંધ થવો જોઈએ. તમે પણ વિચારો કે તમારી પાસે પણ કોઈ સારો વિકલ્પ હોય તો અમે એના પર પણ વિચારીશું. તમે જુઓ કે આજે કઠુઆમાં જે થઈ રહ્યું છે તે આજની પેદાશ થોડી છે એ તો દસ વર્ષથી જે વાતાવરણ એ લોકોએ બનાવ્યું છે તેની દેન છે. એને સમય તો લાગશે જ ને. કાઉન્ટર ટેરરિઝમ ઈઝ ઓકે. પરંતુ અમારો એજન્ડા માત્ર કાઉન્ટર ટેરરિઝમ નહીં, પરંતુ પ્રિવેન્સન ઓફ ટેરરિઝમ પણ છે. જ્યારે તમે આજની તારીખમાં ઈચ્છો છો કે ભારતમાં સુરક્ષાનું વાતાવરણ રહે તો તમારે એ પણ જોવું પડશે કે પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી ન બને. મારી વાત સાચી છે કે ખોટી? આપણે એ પ્રિવેન્શન રાખવું પડશે કે પાકિસ્તાનમાં પણ આતંકવાદીઓ પેદા ન થાય. એ રસ્તેથી આપણે દેશમાં શાંતિ કાયમ કરી શકીશું. કારણ કે આંતરિક સમસ્યાઓ બોર્ડર પારથી આવે છે.

હવે લોકોને લાગે છે કે ખબર નહીં આમનો શું એજન્ડા છે. અમે પાકિસ્તાનથી ડરતા નથી. પાકિસ્તાન તો પોતે જ એટલું કમજોર છે કે આપણને શું ડરાવશે. અમે માનીએ છીએ કે અમે સ્ટ્રોંગ પોઝીશનમાં છીએ. ભારત સ્ટ્રોંગ પોઝીશનમાં છે. ભારતમાં મજબુત સરકાર છે અને વૈશ્વિક છબી પણ મજબૂત છે ત્યારે આ જ અને એક માત્ર સાચો સમય છે કાશ્મીર સમસ્યાના સમાધાન માટેનો. એનાથી દેશ, પ્રજા અને વડાપ્રધાનની સ્થિતિ મજબુત બને છે નહીં કે નબળી. જો આ તમામ રસ્તાઓ કારગર ન નીવડે તો પછી યુધ્ધ તો છે જ આપણી પાસે. કશું જ કામ ન આવે તો યુદ્ધ છેલ્લો ઉપાય છે પરંતુ યુદ્ધ પહેલો ઉપાય ન હોઈ શકે

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top