ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધેલો, સતત શીખતો રહેલો, સતત કંઈક નવું કરીને દરેક પરિસ્થિતિમાં ઢળીને જાતનું ઘડતર કરતો, ‘સીધી બાત, નો બકવાસ’માં માનતો એક શિસ્તબદ્ધ અભિનેતા એટલે અક્ષય કુમાર. જેણે આપણને શીખવ્યું કે ક્યારેક માત્ર ટકી રહેવું એ પણ એક ઘટના હોય છે.
જેમ તેના સસરા રાજેશ ખન્નાએ લગલગાટ 12 કે 14 હિટ્સ આપેલી એવી જ રીતે આણે લાગઠ 14 ફ્લોપ આપેલી. છતાં એ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યો. બીકોઝ હી ઇઝ ડિરેક્ટર્સ હીરો. હી ઇઝ અ ફાઇટર. પ્રિયદર્શને ‘હેરા-ફેરી’માં એની પાસે કોમેડી કરાવી. એણે કરી. એની સામે જ્યારે જે ભૂમિકા ભજવવાની આવી એણે ભજવી. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અત્યારનું એનું ફોર્મ જોતાં કદાચ સળંગ 12 કે 14 હિટ્સનો પોતાના સસરાનો પેલો રેકોર્ડ પણ આ માણસ જ તોડશે. કારણ કે એને માત્ર ટકી જતા આવડે છે.
એટલું જ નહીં માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હોવાથી તેને ફરી અને ફરી ફરીને બેઠા થતાં પણ આવડે છે. જે પડે એને જ બેઠા થતાં આવડે. જે પડે જ નહીં એને ન આવડે. ફરીથી એના જ સસરા રાજેશ ખન્નાનો દાખલો લઈએ તો એમણે જે સ્ટારડમ જોયું એ તેમના અગાઉ કોઈએ જોયું જ નહોતું. માટે એનો ક્યાંય રેફરન્સ જ નહોતો મળતો કે એને પચાવવું કેવી રીતે? બીજી તરફ અક્ષયે ગજબની નિષ્ફળતા જોઈ છે અને દરેક નિષ્ફળતામાંથી એ કદાચ કંઈક શીખ્યો જ છે એટલે જ હવે પ્રમાણમાં ઓછો નિષ્ફળ જાય છે.
આ પણ વાંચો > બોસ: ‘આર્ટ ફિલ્મ તો વેસે હી બદનામ હે તકલીફ તો કમર્શીયલ ફિલ્મ ભી દેતી હૈ…’
ક્યાંક વાંચેલું કે અક્કીના શરૂઆતના દિવસો એટલા સંઘર્ષમય હતા કે રડવાના દૃષ્યોમાં એને ગ્લિસરિનની જરૂર નહોતી પડતી. એની શિસ્ત અને સમયપાલનનના તો કોઈપણ ‘સૌગંધ’ ખાઈ શકે! કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ કહે છે કે, ‘અક્ષય એકલા જ એવા એક્ટર છે, જેણે આજ દિવસ સુધી કદી નથી મારી કોરિયોગ્રાફી અંગે કોઈ સવાલ કર્યો, નથી ફરિયાદ કરી.’ મેં આગળ કહ્યું ને કે હી ઈઝ ડિરેક્ટર્સ હીરો. કદાચ એને એની મર્યાદાઓ ખબર હશે. સ્વોટ એનાલિસિસમાં Wને સમજનાર અને એના પર જ ફોકસ રાખીને વર્ક કરનાર માણસ પછી જીવનમાં કદી પાછળ પડતો નથી એવું મેં નોંધ્યું છે.
આ પણ વાંચો > ટોયલેટ : શૌચ કા નહીં સોચ કા મામલા, હાસ્યના ‘ડબલા’માં સ્વચ્છતાનો સંદેશ!
મને આજે ફિલ્મો ભલે આમિર ખાનની વધુ ગમતી હોય, પણ હું માનું અક્ષય કુમારમાં. એ ગરમા ગરમ ગોટાની જેમ ધડાધડ વર્ષની ચાર-પાંચ ફિલ્મોનો ઘાણ ઉતારી જ દે. આટઆટલી ફિલ્મો આવતી હોય એટલે એકાદ-બે ના ચાલે તો પણ વાંધો નહીં અને સમય તેમજ પૈસા પણ ઓછા ઇન્વેસ્ટ થયા હોવાથી વધુ રિસ્ક પણ નહીં. યસ, આઈ નો કે આ દલીલનો તર્કોનું તુર્કીસ્તાન કરી નાંખે એવો વિરોધ થઈ શકે એમ છે, પણ મારો પોઈન્ટ માત્ર એટલો જ છે કે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ થઈ જાય એટલી બધી ચીકાશ ન કરવી જોઈએ. કોઈ તબક્કે તો યા હોમ કરીને ઝંપલાવી દેવું પડશે ને? વેદિયાવેડામાં એટલું બધું મોડું થઈ જાય કે ઝંપલાવવાનો કોઈ અર્થ જ ન રહે તો એ શું કામનું?
આ પણ વાંચો > કૂંચી આપો બાઈજી… : એક ટોયલેટ કથા!
કહે છે કે આમિરના ‘પીકે’ના પ્રોજેક્ટમાં લપિયાવિદ્યામાં એટલો બધો સમય બગડ્યો કે એટલી વારમાં તો અક્ષય કુમારની ‘ઓ માય ગોડ’ બનીને રિલીઝ પણ થઈ ગઈ અને સારી કમાણી પણ કરતી ગઈ. ‘પીકે’નો પણ કોન્સેપ્ટ ઓલમોસ્ટ સરખો જ હોવાથી એની સ્ક્રિપ્ટમાં ફેરફારો કરીને એના પર ફરીથી કામ કરવું પડ્યું. હવે ફરી ફરીને આટલા બધાં ફેરફારો થાય તો આપણને ફેર ન ચડી જાય? ધીસ ઈઝ નોટ ફેર યાર…!
આ પણ વાંચો > PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
બન્ને પોતપોતાની જગ્યાએ સાચા હોઈ શકે છે, પણ અહીં અક્ષય કુમારની વાત ચાલે છે એટલે અક્ષય આમાં કઈ જગ્યાએ સાચો છે એ વાત કહી. આવો બીજો એક પોઈન્ટ એનો એક્ટિંગ બાબતનો મને ગમે છે. એ મેથડ એક્ટિંગ અથવા તો પાત્રમાં ઘુસવા માટે ચાર-છ મહિના લઈને જે તે પાત્ર જેવા જ રહીને કે એની (પાત્રની) જગ્યાએ વસીને અભ્યાસ કરનારાઓ પર કટાક્ષ કરે છે. એ કહે છે કે હું આવા બધા ફિતુરમાં નથી માનતો. તમારે જે તે પાત્રની એક્ટિંગ કરવાની છે, વાસ્તવમાં તેમના જેવું બની જવાનુ નથી. થોડા સમયમાં જ તમે ગમે તે પાત્રમાં ઘુસી ન શકો અને ચાર-છ મહિના લેવા પડે તો તમે શું ધૂળ એક્ટર? જોકે, એ ય એક હકીકત છે કે ઘણા લોકો હજુ પોતાના પાત્રમાં પૂરા પ્રવેશી ન રહ્યાં હોય ત્યાં સુધી અક્ષયે આખેને આખી એક-બે ફિલ્મો ફટકારી દીધી હોય. એ પણ મોટેભાગે દર રવિવારે રજા રાખીને. રાતનો સિન ન લેવાનો હોય તો સાંજ બાદ શૂટિંગ જ નહીં. સ્ટાર થયા તે શું થયું? પર્સનલ લાઈફ અને પર્સનલ સ્પેસ જેવું પણ કંઈક હોય કે નહીં!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
અક્ષય એની ફિટનેસ બાબતે જે રીતે બધાંને ગમે છે એ જ રીતે મને પણ ગમે છે. બધાંને મનોમન એવું થાય કે સાલી ફિટનેસ અને લાઈફ સ્ટાઈલ તો અક્ષય જેવી હોવી જોઈએ, પણ કોઈ એ મેઈન્ટેન નથી કરી શકતું. માટે જ ખિલાડી કુમારના એ ‘અક્ષયત્ત્વ’ તરફનું ખેંચાણ અને ચાહત બરકરાર રહે છે.
એના સત્તાધારી પક્ષ તરફે ઝુકાવ કે કેનેડિયન નાગરિકત્ત્વ મુદ્દે ઘણી દલીલો થઈ શકે છે, પણ અત્યારે એનો મૂડ નથી. હું નાનપણથી અક્ષયનો ચાહક છું અને આજે એનો બર્થ ડે છે તો એના વિશે આટલું લખવાનું મન થયું. ધેટ્સ ઈટ.
આ તો ખાસ વાંચો > રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
બાય ધ વે, અક્ષય એટલે જેનો ક્ષય એટલે કે નાશ ન થઈ શકે એવું. કદી ક્ષીણ ન થાય તેવું. અવિનાશી. અખૂટ.
ફ્રી હિટ :
ઈન્ડસ્ટ્રીમાં અક્ષયની પ્લે બોય ટાઈપની ઈમેજ પણ ખુબ ચર્ચામાં રહી છે. એ સંદર્ભે એનો પેલો ડાયલોગ યાદ આવે કે – ‘અપણા ક્યા હૈ? અપણે કો તો બસ પાણી નીકાલના હૈ…!’
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન ઓર્ડર કરનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
મારા અન્ય Articles :
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
શ્રાવણ સ્પેશિયલ ધાર્મિક હાસ્યલેખ: ‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!
મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
જજમેન્ટલ હૈ ક્યા?: શાંત જળમાં અટકચાળા ન કર, કાંકરા નાંખીને કુંડાળા ન કર…!
દૃશ્યમ: આંખો કા હે ધોખા, એસી તેરી ચાલ, તેરા વિઝ્યુઅલ ઈન્દ્રજાલ!
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ…!