ચા અને સરબતમાં માત્ર ટેમ્પ્રેચરનો જ ફર્ક હતો. એ પીધા બાદ પક્ષીઓ ત્રાડો નાખતા હતા અને સિંહ ત્રાડ નાખવા જાય તો ગળામાંથી ટહુકા નીકળતા હતા. મહેસાણા બાજુના પટેલો ‘એક મ્હેલેને હમણા ભોડામાં…’ને એવા બધા લવારા પર ઉતરી આવ્યા છે. જ્યારે બામણબોર બાજુની તો ભેંસો પણ આકરાપાણીએ છે કહે છે કે, જો આવી જ ચા બનાવવાના હોવ તો જાવ કાલથી દૂધ જ નથી આપવું. ચાના નામે પધરાવવામાં આવેલુ એ રસાયણ પી ચુકેલા પીડિતો સાનભાન ગુમાવી ચુક્યા હતા. એમના ડોળા ચકળવકળ હતા. આખા શરીરની સિસ્ટમ વિખેરાઈ ગયેલી. શરીરના અંગો પોતાની આઈડેન્ટિટિ ભુલી ગયેલા. કેટલાકની જીભ ફેફસાની જેમ ફુલાતી હતી અને કાન જીભની જેમ લપલપતા હતા.
આવી ચા જમણા હાથમાં કપ પકડી ડાબા હાથે નાક(પોતાનુ) દબાવી પીધા(આઈ મિન ઢીંચ્યા) બાદ સુઝેલા કેટલાક વનલાઈનર્સ નીચે પ્રસ્તુત છે. એ ચા બનાવનારનું નામ સુરક્ષાના કારણોસર(કોની સુરક્ષા? આ લખનારની સુરક્ષા.) બદલવામાં આવ્યુ છે.
>બાબા રામદેવની આંખ મિત્તલની ચા પીધા બાદ જ ફાંગી થયેલી. :)
>એક વાર ઈન્દિરા ગાંધી મિત્તલની ચા પી ગયા…તો કટોકટી જાહેર કરી દીધી.;)
>શરદ પવારનું મોં મિત્તલની ચા પીધા બાદ જ આવું થયેલુ….એમને કોઈ રોગ નથી પણ એમણે મિત્તલની ચા ચાખ્યા બાદ આપેલા એક્સપ્રેશન છે જે હજુ સુધી છોડી નથી શક્યા
>’ખતરો કે ખિલાડી’ની આગામી સિઝનમાં સ્પર્ધકોને મિત્તલની ચા પીવાનો ટાસ્ક આપવામાં આવશે. ;)
>મિત્તલની ચા પીધા બાદ નરેન્દ્ર મોદીએ ચાય પે ચર્ચા કેમ્પેઈન બંધ કરવાની જાહેરાત કરી… ;)
>ઈઝરાયેલ હવે ગાઝા પટ્ટીમાં નેપામ બોમ્બની જગ્યાએ મિત્તલની ચાના ફૂવારા છોડશે: પેલેસ્ટાઈનમાં ફફડાટ
>મિત્તલની ચા પીધા પછી બુઆની પ્રતિક્રિયા : બિટ્ટુઉઉઉ…કૌન હે યે ગંદી ચાય બનાનેવાલી ઓરત?
>સાજીદ ખાનને ‘હમશકલ્સ’ બનાવવાનો વિચાર મિત્તલની ચા પીધા બાદ જ આવેલો…
>મિત્તલની ચા પીધા બાદ હું પણ ગાંધીજીની કક્ષાએ પહોંચી ગયો. મારા મોંમાંથી પણ એ જ શબ્દો નીકળ્યા જે ગાંધીજીના અંતિમ શબ્દો હતા…’હે રામ…’ P
>સુન રહા હે ના તું રો રહા હું મેં…ગાનારો હિરો મિત્તલની ચા પીને જ રડી પડેલો…
>ફિલ્મ ‘એન્ટરટેઈનમેન્ટ’માં એક દ્રશ્ય માટે અક્ષય કુમાર પાસે બે ઓપ્શન હતા કાં તો મિત્તલની ચા પીવો અથવા કૂતરું તમારું મોં ચાટશે. અક્ષયે કયો ઓપ્શન પસંદ કર્યો એ ‘એન્ટરટેઈન્મેન્ટ’ના પ્રોમોમાં જોઈ શકાય છે.
>ફિલ્મ ‘હમશકલ્સ’માં જે રસાયણ પીને સૈફ અલી ખાન અને રીતેશ દેશમુખ કુતરા બની જાય છે તે રસાયણ વાસ્તવમાં મિત્તલની ચા હતી.
>રાઈટર સાજીદ-ફરહાદે એક વાર મિત્તલની ચા પીધી. પછી ‘સિંઘમ’નો અમર સંવાદ રચાયો, ‘અત્તા માજી સટકલી’
>મરિઝ: મેરે હાથ મેં તકલીફ હે, ઉપર ઉઠતા હી નહીં હે..
ડોક્ટર: મિત્તલ કી ચાય પી લો, કિસીના કિસી પર તો ઉઠ હી જાયેગા..
>કેટલાક સંશોધકો તો એ મતના છે કે મિત્તલની ચા પીધા બાદ કોલગેટથી નહીં પણ હાર્પિકથી બ્રશ કરવું જોઈએ… ;) :)