થોડા સમય પહેલા મેં ચૂંટણીલક્ષી રિમિક્સ-પેરોડી ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો, ગીતો વગેરેની પોસ્ટ મુકી એટલે Pranavkumar Adhyaruએ સલાહ આપી કે એક જ સ્ટેટસમાં બધુ મુકી દેવાના બદલે રોજ થોડું-થોડું મુકવાની જરૂર હતી.
મેં કીધુ તમારી વાત સાચી પણ એ બધો વિધાનસભા ચૂંટણી વખતનો પડેલો માલ હતો.
જેના પર મેં જે તે સમયે સ્ટોરીઝ પણ કરેલી. થયું કે મૌકા ભી હે દસ્તુર ભી હે
સ્ટોક ક્લિયર કરી નાખુ માર્ચ એન્ડિંગમાં. નહીં તો હું એ માલ પર જ મુસ્તાક રહેતો હતો ને કંઈ નવું સુઝતુ નહોતુ.
એમણે કીધુ કે ગુજરાતી નવલકથાઓ પર બનાવો. આપણે તો કંઈક ચૂંટણીલક્ષી શબ્દસળી
જ કરવી હતી. ગુજરાતી નવલકથાઓને હડફેટે લીધી. અને તૈયાર થઈ આ આઈટમ. કે
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતી નવલકથાઓ લખાય તો નામ કેવા હોય? મને
સુઝેલા નામો-નમૂનાઓ અહીં પ્રસ્તુત છે. તમને સુઝે તે કોમેન્ટમાં શેર કરી શકો
છો.
કરણઘેલો: ખુરશીઘેલો
સરસ્વતીચંદ્ર: ઘેલચંદ્ર
સોરઠ તારા વહેતા પાણી: અડવાણી તારા વળતા પાણી
વેવિશાળ: ગઠબંધન
ઝેર તો પીધા જાણી જાણી: વેર તો લીધા જાણી જાણી (એક કદાવર નેતાની અનઓફિશ્યલ બાયોગ્રાફી કહી શકાય તેવી થ્રીલર નોવેલ)
ભરેલો અગ્નિ: કતલની રાત (મતદાનની આગલી રાતના કાવાદાવા પર આધારિત)
પીળા રૂમાલની ગાંઠ: કેસરી સાફાનુ ફૂમતું
માનવીની ભવાઈ: ભાજપની ભવાઈ, કોંગ્રેસનું કમઠાણ
મળેલા જીવ: બળેલા જીવ (અડવાણી, જસવંતસિંહ, હરિન પાઠક જેવા રિયલ પાત્રો પરથી પ્રેરિત)
લીલી નસોમાં પાનખર: જૂના પક્ષોમાં પાનખર
કૃષ્ણાયન: લાલકૃષ્ણાયન
મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે: મને અંધારા આવે (હારેલા ઉમેદવારની સત્યકથા પર આધારિત)
વસુંધરાના વહાલા દવલા: વસુંધરાના વહાલા દવલા (પાત્ર સુચી: વસુંધરા રાજે, કર્નલ સોનારા, જસવંતસિંહ)
સાત પગલાં આકાશમાં: સાત પગલા પૂર્વાંચલમાં
કાળચક્ર: ચૂંટણીચક્ર
રાજાધિરાજ: મોદીધિરાજ
સમરાંગણ: સંસદાંગણ
પડઘા ડૂબી ગયા: પથરા તરી ગયાં
લગ્નની આગલી રાત્રે: મતદાનની આગલી રાત્રે
હું કોનારક શાહ…: હું નરેન્દ્ર મોદી…
સધરા જેસંગનો સાળો: રાહુલ ગાંધીનો બનેવી
ઈંધણ ઓછા પડ્યાં: મતબેંકમાં ગોબા પડ્યાં
આલા ધાધલનું ઝીંઝાવદર: વિઠ્ઠલ રાદડીયાનું પોરબંદર
હાજી કાસમ તારી વીજળી: ઉષા સાવંત તારી દિકરી
સર્જન-વિસર્જન: સર્જન-વિસર્જન (કેશુ બાપા દ્વારા જીપીપીના સર્જનથી માંડી તેના ભાજપમાં વિસર્જન સુધીની કથા)
ભદ્રંભદ્ર: અભદ્રભદ્ર (જાહેર જીવનમાં પડેલાઓના જાહેર અભદ્ર વર્તનો પર આધારિત)
દાદાનો દેશ: બાપાની બેઠક
સંગવટો: પક્ષવટો
સચ બોલે કૂત્તા કાટે: સચ બોલે નેતા કાટે, જૂઠ બોલે મીડિયા કાટે, કુછ ભી બોલે મીડિયા કાટે, કુછ ન ભી બોલે મીડિયા કાટે
મૌનરાગ: ‘મન’મૌન રાગ
લવલી પાન હાઉસ: નમો ચા હાઉસ
ભીની માટી કોરા મન: ખોરી દાનત કોરા વચન