skip to Main Content

Tushar Dave - Journalist, Author

Current Affairs

જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?

September 10, 201911 second read

6

(નોંધ : આ લેખ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. થોડા સમય પહેલા ચીનમાં પત્રકારોની જગ્યાએ ન્યૂઝ લખી આપે તેવી ટેકનોલોજીનું જે સંશોધન થયું તેના દ્વારા જ આ લેખ શક્ય બન્યો છે. આનો લખનાર કોઈ માણસ છે જ નહીં. માટે આ વાંચીને જો કોઈની ધાર્મિક-જાતિય લાગણીઓ દુભાય તો ઘરમાં (હોય તો) રહેલું કોમ્પ્યૂટર અને ચાઈનિઝ મોબાઈલ ફોડી નાંખવો અને ચીનને ગાળો દેવી. હોવ…હમ્બો…હમ્બો…!)

આ પણ વાંચો > મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!

તમને યાદ હોય તો વર્ષો પહેલા ગણપતિ દાદાએ દૂધ પીધેલું. (જયદેવ…જયદેવ…) એવી જ રીતે થોડા સમય પહેલા ચાંદા મામામાં એક સંપ્રદાયના સાધુ ચંદ્રમાં દેખાયેલાં, અને ભક્તો મામા બની ગયેલાં. (ચાંદા)મામાએ ભક્તોને મામા બનાવ્યાં! LOL જોકે, એ તો શ્રદ્ધાળુંઓને જ દેખાય, પણ ચાંદા પર હવે મને રેંટિયો કાંતતી ડોશી અને બકરીની સાથોસાથ લેન્ડર વિક્રમ પણ દેખાઈ રહ્યું છે અને ખબર નહીં તે ખર્ચના કારણોસર મિશન સાથે સહમત હોત કે નહીં, પણ ઈસરોની આ સિદ્ધિથી ખુશ થયેલું પેલા રેંટિયો કાંતતા ડોસાનું બોખુ સ્મિત પણ દેખાઈ રહ્યું છે! હોવ…

આ પણ વાંચો > શ્રાવણ સ્પેશિયલ ધાર્મિક હાસ્યલેખ: ‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!

સ્મિત બ્મિત છોડીએ તો મારો પ્રશ્ન વૈજ્ઞાનિક નહીં, પણ જ્યોતિષ શાસ્ત્રીય છે કે પહેલા લોકોને ચંદ્ર નડતો તે હવે ભેળું લેન્ડર વિક્રમ પણ નડશે કે કેમ? આઈ મિન, ચંદ્રની વિંટી પહેરીએ એટલે સાથે વિક્રમનું યે બકી(ગણાઈ) જાય કે હવેથી એની નોંખી વિંટી કરાવવી પડશે? એના જાપ અલગથી કરાવવા પડશે કે કેમ? લેન્ડર વિક્રમ સિગ્નલ્સ છોડતું હોવાથી તેની યુવતીઓ પર અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર પડશે?

આ પણ વાંચો > ધર્મ અને પ્રેમ : પુરુષ અને પ્રકૃતિ ને પુરુષની પ્રકૃતિ

મારા જેવા પૂનમનો જન્મ ધરાવનારા નંગોએ ચંદ્રની સાથોસાથ એના પર ખોડાયેલા પેલા લેન્ડરનો પણ નંગ બી બનાવડાવવાનો થશે કે કેમ? જ્યોતિષખોરો તાકીદે નવી માર્ગદર્શિકા જાહેર કરે. જો લેન્ડર વિક્રમના નવા જાપ-બાપ કરાવવાના થતાં હોય તો એના ભાવ-તાલ જાહેર કરો. વાચકો નોંધ લે કે આગળની લીટીમાં જાપ શબ્દ પછી બાપ ફ્લો ફ્લોમાં લખાઈ ગયું છે, કરાવવાના માત્ર જાપ જ હોય, બાપ તો ઓલરેડી હોય જ અને એ એક જ હોય. એમાં 108 કે 1008 જેવું ન હોય. જેમણે 108 કે 1008 શ્રી પ.પૂ.ધ.ધૂ.ઓને બાપ બનાવ્યાં હોય એમનો પ્રશ્ન અલગ છે. ખેર, એ જ લાઈનમાં ‘ભાવ’ પછી લેવા-દેવા વિનાનો ‘તાલ’ શબ્દ આપણે લગાડ્યો ને…? બાકી એનું યે ક્યાં કામ હતું? હોવ…

આ પણ વાંચો > PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!

લેન્ડરના સંપર્ક કે કાર્ય કરતાં પણ વધુ મને ડર એ વાતનો છે કે સમાજમાં જે રીતે સમયાંતરે જાત જાતના અને ભાત ભાતના ઢબુ પૈસાના ઢ જેવા ઢબુડી માતાજીઓ ફૂટીને ફાટી નીકળ્યાં અને તેમના મંદિરોથી માંડી વ્રતોની ચોપડીઓના પણ વેપલા મંડાણા એ જ રીતે પેલા લેન્ડર વિક્રમની પણ બાધા-આખડીઓ નહીં શરૂ થઈ જાય ને? શું મિલિંદ ગઢવી જેવા કવિઓએ પોતાની પંક્તિઓ યે બદલવી પડશે કે –

મેં તો લેન્ડરને મૂક્યું છે પાપણે,
મારા સપનાના સિગ્નલો હલબલે રે LOL…

આ ઈસરોવાળા બી ધર્મવાળાઓની જબરી મંતરી નાંખે છે હોં! આઈ મિન, મંતર તંતરમાં માનનારાઓની જબરી મેથી મારે રાખે છે. કહે છે કે ચંદ્ર માણસને પાગલ બનાવી શકે છે. મારી જ વાત લઈએ. મારો જન્મ પૂનમનો. મારી આસ-પાસના લોકોને પૂછી જોજો. જોકે, અહીં મારા પાગલ’પન્ન’ની વધુ વાત નથી કરવી. પેલા પાપી અમેરિકાના મહાપાપી (સત્યા)નાસાવાળા નાસપિટ્યાંઓએ ચંદ્ર પર માણસ ઉતાર્યો એ ઘટનાથી સાડા છ વર્ષની ઉંમરે દીક્ષા લેનારા જૈન મુનિ અભયસાગરજી મ.સા.ના મગજને ખુબ દુ:ખ પહોંચ્યું અને તેમણે ‘જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન’ પુસ્તક ઘસી કાઢ્યું. પછી જેમ હડકાયું કૂતરું દરેકને બચકાં ભરવા હડીયું કાઢે એમ એ પુસ્તક અને કોઈ જૈન સંસ્થા આજે પણ અનેકના બ્રેઇનવોશ કરતી ફરે છે કે એ તો અમેરિકાએ રશિયા સામેની હરીફાઈમાં દુનિયાને દુ બનાવવા માનવના ચંદ્ર પર ઉતરાણનું સ્ટુડિયોમાં શૂટિંગ કરેલું છે. બાકી, પૃથ્વી તો અમદાવાદીઓ બોલે છે એમ નાકની દાંડી જેવી સપાટ છે. સીધી લીટીમાં સીધે સીધી હાયલી જ જાય છે, એવું મહારાજશ્રીએ પોતાની સિદ્ધિઓ થકી સિદ્ધ કરેલું છે. એ સંસ્થાએ તમે જાવ તો એ તમને પણ એવું સિદ્ધ કરી બતાવે, બોલો! આ વાત બિલકુલ જોક નથી. જે દેશમાં આવા ધુપ્પલો હાલતાં હોય અને લોકો એને હલાવી યે લેતાં હોય એમાં અલગથી જોક ક્યાં કરવાં?

ક્યારેક ક્યારેક તો મને થાય છે કે આપણને ખોટું ભણાવવામાં આવ્યું છે કે ભારત એક ખેતીપ્રધાન દેશ છે. વાસ્તવિકતા તો એ છે કે ભારત એક ધુપ્પલ પ્રધાન દેશ છે. નેતા-પ્રધાનો ધુપ્પલો હાંકે, ચમચાઓ એ ચાટે ને આગળ પાસઓન કરે, પ્રજા એ જ ચવાયેલી-ચટાયેલી ધુપ્પલોથી પેટ ભરે રાખે.

આ પણ વાંચો > From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!

ઇન્દિરા ગાંધીએ ધુપ્પલ ચલાવેલી કે અમે ગરીબી હટાવીશું. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ આખી કોંગ્રેસ હટવા આવી છે, પણ ગરીબો ઓલમોસ્ટ ઠેરના ઠેર છે. નરેન્દ્ર મોદીએ ધુપ્પલ હાંકેલી કે અમે કોંગ્રેસને હટાવીશું આજે લગભગ આખું ભાજપ જ અમિત શાહની ફાંદની જેમ કોંગ્રેસથી ફાટફાટ થાય છે ત્યારે મને કટાક્ષલેખનના ભીષ્મ પિતામહ શરદ જોશીએ વર્ષો પહેલા ભાખેલી એક વાત યાદ આવી જાય છે કે – ‘જ્યાં સુધી પક્ષપાત, અનિર્ણયાત્મકતા, ઢીલાપણું, દોગલાપણું, બેમોઢાળાપણું, પૂર્વગ્રહ, ઢોંગ, દેખાડો, સસ્તી આકાંક્ષા અને લાલચનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ દેશને કોઈ ‘કોંગ્રેસમુક્ત’ ન કરી શકે. કોંગ્રેસ કાયમ રહેશે. જમણે, ડાબે, વચ્ચે, વચ્ચેની વચ્ચે, ગમે ત્યાં, ક્યાંય પણ કોઈ પણ રૂપમાં કોંગ્રેસ તમને દેખાતી રહેશે. આ દેશમાં જે કંઈ પણ થાય છે તે અંતત: કોંગ્રેસ જ હોય છે. ભાજપ પણ અંતત: કોંગ્રેસ થઈ જશે.’ હોવ…હમ્બો…હમ્બો…!

આ તો ખાસ વાંચો: કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!

ફ્રી હિટ :

रोज़ तारों को नुमाइश में ख़लल पड़ता है,
चाँद पागल है अँधेरे में निकल पड़ता है।

– राहत इंदौरी

*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.

કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી

મારા અન્ય Articles :

સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top