(ફોટોલાઈન : કિન્નર આચાર્ય સાથેની એની આ તસવીર પરથી જ અંદાજ આવી જાય છે કે દલીલો કરતાં કરતાં આ માણસ કઈ હદ સુધી જઈ શકે છે! આ તસવીર અંગે કિન્નર આચાર્ય જણાવે છે કે, ‘ બાય ધ વે, ગન સાથે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવો એ અપરાધ છે, એટલે જ મેં આ લેફટીસ્ટના હાથમાં મારી ગન પકડાવી હતી. હવે એને ફિટ કરવો છે.’)
તપન એક સોચ એટલે કે વિચારધારા છે. જોકે, ઘણાંના મતે એ શૌચ એટલે કે ગંદી ધારા છે! હોવ…હમ્બો…હમ્બો…!
એક દિવસ સવારે ઉઠીને એ પોતાની જ તમામ પોસ્ટને રિપોર્ટ કરી દે એ શક્ય છે. જ્યારે અડધી દુનિયા મોદીની વિરોધી થઈ જાય ત્યારે એ મોદીને કટ્ટર સમર્થન જાહેર કરી દે એ પણ શક્ય છે. તપનનું કંઈ કહેવાય નહીં. જોકે, ઘણાંના મતે (દિલ-ઓ-દિમાગમાં શાંતિ બરકરાર રાખવી હોય તો) તપનને કંઈ કહેવાય નહીં. અહીં પેલા કૌંસ મુદ્દે તપન શાંતિ કોણ? એવો સવાલ પૂછે એ પણ શક્ય છે. તપનનું કંઈ કહેવાય નહીં! હોવ…હમ્બો…હમ્બો…!
જ્યારે કોઈ એની સાથે દલીલ કરવા નહીં ઈચ્છે ત્યારે એ પોતે જ પોતાના તર્કોનું તુર્કીસ્તાન કરીને પોતાની જ દલીલોનો કિલ્લો ધ્વસ્ત કરી નાંખશે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે એના ડાબા અને જમણા (હાથ) વચ્ચે પણ સંમતિ નથી. એના બન્ને હાથ પણ સતત એક-બીજા સાથે દલીલો કર્યા કરે છે. ઘણી વાર તો એમની દલીલોનો વિષય એ હોય છે કે આપણે બન્ને એક-બીજા સાથે હાથ કેમ મિલાવી શકતા નથી? એ ચર્ચા કરતાં કરતાં એ બન્ને એ પ્રશ્ન સુધી પહોંચી જાય છે કે પણ આપણે એક-બીજા સાથે હાથ મિલાવવો જ શા માટે જોઈએ? ત્યાંથી આગળ વધીને એ બન્ને એ પ્રશ્ન સુધી પહોંચે છે કે આપણે બન્નેએ એક-બીજા સાથે તો ઠીક, કોઈ બીજા સાથે કે કોઈ બીજાએ કોઈ ત્રીજા સાથે કે કોઈએ પણ કોઈ પણની સાથે હાથ મિલાવવો જ જખ મારવા જોઈએ? એનો ફાયદો શું? અંતે એક હાથ બીજા હાથને કહે કે 5000 આપ તો કહું ત્યારે છેક એમની દલીલો અટકે છે. હોવ…
જોકે, એવા નાના નાના મુદ્દાઓ પર જ ચર્ચા કરીને અટકી જાય કરે તો તપનના હાથ શેના? પછી નવી સવારે એ બન્ને એ વાતે બળવો પોકારે છે કે આપણને બન્નેને આ શરીરનું મગજ (જે પોતે મગજમારીવાળુ છે તે) શા માટે સંચાલીત કરતું હોવું જોઈએ? આપણે એના આદેશ પર કેમ ચાલીએ છીએ? જોકે ચાલે તો પગ છે, પણ આપણે શા માટે ઉઠીએ છીએ? એમ તો શરીરમાં એવા પણ અંગો ક્યાં નથી જે વિના આદેશે ઉઠી જાય છે? શું આપણે આર.માધવનના મુવી ‘સવ્યસાચી’ના એક્ટર ચૈતન્યના એક હાથની જેમ આપણા નિર્ણયો લેવા સ્વતંત્ર ન હોવા જોઈએ? મગજ આદેશ કરે અને આપણે નાકમાંથી ગુંગા કાઢી આપીએ કે ગમે ત્યાં ખંજવાળી શા માટે આપીએ? શું એ નાકની કે અન્ય અંગોની પોતાની જવાબદારી ન હોવી જોઈએ? આવા મુદ્દે એના બન્ને હાથ ક્યારેક એક-બીજા સાથે મારામારી પર પણ ઉતરી આવ્યા હોવાનું નજરે જોનારાઓ જણાવે છે.
તપને એક સમયે પોતાની એફબી પ્રોફાઇલમાં ‘તપન તપન તપન’ નામ રાખેલું. ત્યારે કેટલાંક ભોળુંળાઓ એવું સમજતા કે એને બાપડાંને પોતાનું નામ યાદ નહીં રહેતું હોય એટલે એવું કર્યું હશે. પણ એવું નહોતું. એ નામ જ એની સાચી આઇડેન્ટિટી હતું. એ નામ સિમ્બોલિક હતું. એ ત્રણ પૈકીનો એક તપન પહેલા કોઈને પણ તમ્મર ચડી જાય એવો પ્રશ્ન ઉઠાવીને દલીલ કરે છે. બીજો તપન જેને તમ્મર ચડી હોય એ વિના દારૂએ ડંમર (ડામર નહીં બે ડંમર) થઈ જાય એવી પ્રતિદલીલ કરે છે અને ત્રીજો તપન પેલો તમ્મરિયો ડંમર પોતાના હોશ જ ગુમાવી દે એવું જજમેન્ટ આપે છે. જજમેન્ટલ હૈ ક્યા?
એ ત્રણ વાર તપન લખતો એ સમયે કેટલાંકને એ કોઈ જાણીતા લેખકનું ડમી એકાઉન્ટ હોવાનો ડાઉટ હતો. એ ડાઉટ સામે ઘણાંય જાણીતા લેખકોને કટ્ટર વાંધો હતો. શા માટે ન હોવો જોઈએ? જોકે, આજે પણ ઘણાં કટ્ટરલી એવું માને છે કે તપન નામનો કોઈ માણસ છે જ નહીં. એ તો કોમ્પ્યુટર જનરેટેડ વાઇરસ છે. જેને માર્ક ઝુકરબર્ગે લાઇક્સ અને કૉમેન્ટ્સ વધારવા ફેસબુકમાં છૂટો મુક્યો છે! હોવ… હમ્બો_હમ્બો !
ફ્રી હિટ :
તપન : અહં બ્રહ્માસ્મી.
બ્રહ્મા : X#@$&…. હોવ…
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
Faking News : કર્ણાટકના ફ્લોર ટેસ્ટમાં ટાઈ પડે તો વિજેતા નક્કી કરવા મદદ માટે ICCની તૈયારી
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
એકચ્યુલી, સરકારે બાઈક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ!-1
ગાભાપૂરાણ પાર્ટ 2 : લેખકનું સૂચન ધ્યાને લેતી સરકાર!
ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!