skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

તમે વિશ્વભરના મુસ્લિમોનો ઠેકો નથી લઈ રાખ્યો: ભારતના મુસ્લિમોએ અલ કાયદાને દેવા જેવો જવાબ

September 6, 20142 second read

‘અમે ભારતીય ઉપ મહાદ્વિપમાં ઈસ્લામનું શાસન સ્થાપવામાં માંગીએ છીએ. તે બર્મા, કાશ્મીર, ગુજરાત, બાંગ્લાદેશ, અમદાવાદ અને આસામમાં મુસ્લિમોની સેવા કરશે.’ એ મતલબના અલકાયદાના અલ ઝવાહિરીના નિવેદનને ભારતના મુસ્લિમ સંગઠનો, મુસ્લિમ ધર્મગુરૂઓ, મુસ્લિમ યુવાનો, મુસ્લિમ પક્ષો(અને મુસ્લિમોના નામે મુસ્લિમો માટે રાજનિતી કરતા કહેવાતા સાંપ્રદાયીક પક્ષો) સહિત ભારતમાં વસતા તમામ મુસ્લિમોએ એકી શ્વાસે વખોડી કાઢવું જોઈએ. અને જણાવી દેવું જોઈએ કે ભારતના મુસ્લિમોની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે વિશ્વભરના મુસ્લિમોનો ઠેકો નથી લઈ રાખ્યો. કાશ્મીર કે અમદાવાદના મુસ્લિમોને તમારી ‘સેવા’ની જરૂર નથી. એમને ચોખ્ખુ સંભળાવી દેવું જોઈએ કે ભારતના મુસ્લિમો પાકિસ્તાન સહિતના વિશ્વના અનેક દેશો કરતા અનેકગણા વધુ સુખી છે. ભારત વિશ્વનું એકમાત્ર રાષ્ટ્ર છે જે મુસ્લિમોને હજ કરવા માટે સબસિડી આપે છે. જેની રાજધાનીનું નામ ‘ઈસ્લામાબાદ’ છે તેવું પાકિસ્તાન પણ હજ માટે સબસિડી આપતુ નથી. ખુદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ હજ માટેની સબસિડીને ગૈર ઈસ્લામિક ગણાવી ચૂકી છે. પયગંબર પરની ફિલ્મ કે ગાઝાપટ્ટી સહિતના તમામ ઈસ્લામને સંડોવતા કે મુસ્લિમોને લગતા વિશ્વભરના ઈસ્યુઝ પર ભારતમાં બહાર આવી દેખાવો કરતા મુસ્લિમોએ આ મામલે પણ આગળ આવી સ્ટેન્ડ લેવુ જ જોઈએ.

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top