વિચારું છું કે, આ ત્રીજા મોરચાવાળાઓ એમનો ચૂંટણીબખેડો ઉપ્સ ચૂંટણીઢંઢેરો બનાવવા ભેગા થાય તો શું થાય? કેવા કેવા ચૂંટણીવચનો આપવાના સૂચનો આવે? મને સૂઝ્યાં તેટલા અહીં લખું છું તમને સૂઝે તો તમે પણ આમાં ઉમેરો કરી શકો છો.
> જો અમારો પક્ષ સત્તા પર આવશે તો બિનસાંપ્રદાયીકતાને એક સ્વયંભુ ધર્મ જાહેર કરવામાં આવશે.
>(ઉપરના સૂચનમાં વળી કોઈ પક્ષ ટાપસી પૂરાવશે કે) બિનસાંપ્રદાયીકતાને એક સ્વયંભુ ધર્મ જાહેર કરવામાં આવશે એટલુ જ નહીં પણ તેને લઘુમતિમાં ગણી બિનસાંપ્રદાયીક ધર્મના લોકોને અનામતનો પણ લાભ આપવામાં આવશે.
>વડાપ્રધાન પદ લોકપાલના દાયરામાં સામેલ થાય કે ન થાય તેને અનામતના દાયરામાં જરૂર સમાવાશે.
>અમેરિકા સમક્ષ માંગ મુકવામાં આવશે કે ભારતને પછાત રાષ્ટ્ર જાહેર કરો અને અમને વિશેષ આર્થિક પેકેજ આપો.
>ગુજરાતને એક પછાત રાજ્ય જાહેર કરવામાં આવશે.
>2002ના રમખાણો અને મોદીની ટીકાઓને પાઠ્યપુસ્તકોમાં સ્થાન અપાશે.
>અમારા શાસનમાં જે તે ક્ષેત્રના અનુભવી વ્યક્તિને જ જે તે ક્ષેત્રના પ્રધાન બનાવાશે. ઉદા. તરીકે રાજા ભૈયાને જેલ મંત્રી…:-)