દેઢ ઈશ્કિયા : દેઢ ક્યુટીયાપા (દિલ્હી વિધાનસભા ચૂંટણીના ભાજપના નેતાઓની સત્યઘટનાઓ પર આધારિત કાલ્પનિક ચિત્ર)
બબલુ હેપ્પી હૈ : બાબા સેડ હૈ… (કોંગ્રેસી બાળનેતાની કોમેડી ફિલ્મ)
ભૂતનાથ રિટર્ન્સ : નાઈટમેર રિટર્ન્સ (ચૂંટણીમાં ભાજપના નેતાઓને ધોળે દિવસે દેખાયેલા કાળા સપનાઓ પર આધારિત)
બોબી જાસુસ : બિન્ની ફૂસફૂસ (અમલ ચાટી ગયેલા ઉંદરડાની જેમ કૂદાકૂદ કરતા એક નેતા ન કહી શકાય એવા વ્યક્તિના કરતૂતોનો પર્દાફાશ કરતી પોલિટિકલ થ્રીલર)
રિવોલ્વર રાની : પેરેશૂટ પરી (આ ફિલ્મના પણ બોક્સઓફિસ પર એવા જ હાલ થાય જેવા ‘રિવોલ્વર રાની’ના થયેલા.)
ચિલ્ડ્રન ઓફ વોર : ચાઈલ્ડિસ વોર (ભાજપને ચૂંટણીજંગ જીતવા અજમાવેલા બાલિશ ગતકડાઓ પર આધારિત રમૂજી ચલચિત્ર)
દેશી કટ્ટે : ચક દે ફટ્ટે (આપની વિજયગાથા)
ફાઈન્ડિંગ ફેની : ફાઈન્ડિંગ ફન્ની (શાઝીયા, બેદી, બિન્ની જેવા ફાસફૂસિયા અને ફૂટકણીયા (કહેવાતા) નેતાઓ પર આધારિત કોમેડી)
હમશકલ્સ : કમઅકલ્સ (દિલ્હી ચૂંટણીના ભાજપના વ્યૂહરચનાકારો પર આધારિત)
કુક્કુ માથુર કી ઝંડ હો ગઈ : અજય માકેન કી ઝંડ હો ગઈ
મેં તેરા હિરો : મેં તેરા ઝીરો (કોના પર આધારિત એ કહેવાની જરૂર ખરી?)
મંજુનાથ – ઈડિયટ થા સાલા : કેજરીવાલ – ઈડિયટ હૈ સાલા (ઈમાનદારીની મશાલ જગાવતી ફિલ્મ.)
રાજધાની એક્સપ્રેસ : કેજરીવાલ સુપરફાસ્ટ
બજાતે રહો : દબાતે રહો (આ દ્વિઅર્થી ફિલ્મ નથી. ઈવીએમનું બટન દબાવીને મતદાનનો સંદેશો આપતી મતદાર જાગૃતિ શોર્ટ ફિલ્મ હશે.)
બેશરમ : વિનોદ કુમાર બિન્ની
ભાગ મિલ્ખા ભાગ : ભાગ બિન્ની ભાગ
બુલેટ રાજા : બેલેટ રાજા
દહેરાદુન ડાયરી : દિલ્હી ડાયરી
એક થી ડાયન : એક હૈ શાઝીયા (આ ફિલ્મની પ્રતિનાયીકા પોત ન પ્રકાશે ત્યાં સુધી ખુબ માસુમ લાગે છે.)
આઈ, મી ઓર મેં : મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી…