skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

બોસ: ‘આર્ટ ફિલ્મ તો વેસે હી બદનામ હે તકલીફ તો કમર્શીયલ ફિલ્મ ભી દેતી હૈ…’

November 7, 201314 second read

7 November 2013 at 13:39

>આ ફિલ્મ જોયા પહેલા હું ‘તીસ માર ખાન’ને અક્ષયની સૌથી ડબ્બા ફિલ્મ માનતો હતો પણ હવે નક્કી નથી કરી શકતો કે આ ફિલ્મ ખરાબ કે ‘તીસ માર ખાન’ વધુ ખરાબ.

>તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ફિલ્મદંશ યોગ બન્યો હોય ત્યારે તમને ‘બોસ’ જોવાનો વિચાર આવે.

>મને બોસ ઈઝ ઓલ્વેય્ઝ રાઈટ….અપન કો ક્યા અપન કો તો બસ પાની નીકાલના હૈ…અને નાડા ખીંચા વો ઝુક્યો મેં કુદયો….મે જીતા…ટાઈપના ફાલતુ સંવાદો-દ્રશ્યો સાંભળી-જોઈને બાજૂવાળાને બે ધુંબા મારી લેવાના અને કાને બટકું તોડી લેવાના શૂરાતનો ઉપડતા હતા. પણ સીટ ખાલી હોવાથી બાજુ વાળો બચી ગયો.

>અક્ષયની એન્ટ્રી ફાઈટ સિકવન્સમાં જ નક્કી થઈ ગયું કે ગયા પૈસા પાણીમાં….

>અક્ષયની એન્ટ્રી ફાઈટ સિકવન્સ એટલી કાર્ટુનછાપ છે કે એના કરતા તો પોપાયનું કાર્ટુન સારું લાગે.

>અક્ષય અને આકાશ વચ્ચે થયેલી બોમ્બ સિકવન્સ એ ફિલ્મના સૌથી ચીપ દ્રશ્યો હતા.

>ઈમોશનલ દ્રશ્યોમાં મિથુન જામે છે અને ફિલ્મમાં સૌથી વધુ જમાવટ રોનીત રોયે કરી છે. એ દ્રશ્યે દ્રશ્યે લોકોના દિલમાં નફરત પેદા કરતો જાય છે. જસ્ટ પરફેક્ટ. બાકી ઓવરઓલ જોઈએ તો પ્રસ્તુતીકરણ એવું છે કે અક્ષય કુમાર, મિથુન, ડેની અને રોનીત રોય જેવા કલાકારો રીતસરના વેડફાયા છે. બાકી અદિતિ રાવ હૈદરી તો મને ‘મર્ડર 3’થી ગળે ઉતરતી જ નથી. એ કયા એંગલથી હિરોઈન મટિરીયલ લાગે છે યાર?

>સર્જકો જવાબ આપે કે પંદર વર્ષમાં અક્ષય અને શિવ પંડિત જવાન થઈ જાય છે પણ મિથુન પંદર વર્ષ પહેલા જેવો દેખાતો હતો એવો જ કેમ દેખાય છે? ભાગ્યે જ કોઈ વાળ સફેદ થયો છે.

>જેના એક દિકરાનું નામ સુર્યા અને બીજાનું શિવ છે એવો હિન્દુ પિતા એકાએક દરગાહે માથુ ટેકવા કેમ હાલી નીકળે છે એનો ખુલાસો ફિલ્મમાં ક્યાંય બતાવાયો નથી. એ લોકો ક્યારે વટલાઈ ગયા ભાઈ ખુલાસો કરો. લોકસભા ચૂંટણીમાં મુદ્દો બની શકે.

>ખબર નહીં શું ખામી રહી ગઈ હોય પણ કેટલાક ગીતો અને એ સિવાયના દ્રશ્યોમાં એ સ્પષ્ટ જોઈ શકાય કે પાછળ જે કિલ્લા-મકાન જેવું દેખાય છે તે હકિકતમાં નથી પણ સેટ છે.

>ડાયરેક્ટર વાર્તાને વારંવાર મનફાવે તેમ ઘુમેળે છે તે જોતા ઘડીવાર એવું પણ લાગે કે નેવુંના દાયકાની કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય.

>ફિલ્મનું સૌથી હોરિબલ પાસુ હોય તો એ છે ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જીંદગી મેં….’નું રિમીક્ષ. મુળ ગીતની આબરૂ જ લૂંટી લીધી છે. આ ફિલ્મમાં ક્યાં એવી કોઈ મહાન રોમેન્ટિક વાર્તા હતી કે એન્ટિક પીસ કહી શકાય તેવું આ ગીત વાપરવું પડે? અને આટલુ ખરાબ રિમીક્ષ? રિમીક્ષની માને…. ખાલી ખાલી ફિલ્મની યુએસપી વધારવા જૂની ફિલ્મનું સુંદરતમ ગીત ઉમેરવાનું? હવે સમય આવી ગયો છે કેટલીક હેરિટેજ ઈમારતોની જેમ કેટલાક અમર ગીતોને પણ સંરક્ષણ આપવાનો.

>ફિલ્મના સર્જકોને ‘બોસ’ જેવી ફાલતુ ફિલ્મ બનાવવા બદલ માફ કરી શકાય પણ ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જીંદગી મેં….’ ગીત સાથે છેડછાડ બદલ નહીં.

>કમનસિબ કેવું કે વર્ષો સુધી ‘બોસ’ જેવું ધાંસુ ટાઈટલ ખાલી જ પડ્યું હતું અને અંતે એ એન્થની ડિ’સુઝાને હાથ લાગ્યું.

>આ ફિલ્મ માટે Jayesh Adhyaruએ સ્ટેટસ માર્યુ હતું કે ‘આર્ટ ફિલ્મ તો વેસે હી બદનામ હે તકલીફ તો કમર્શીયલ ફિલ્મ ભી દેતી હૈ…’

>ફાલતુ ફિલ્મો માટે આપણે મોટો હથોડો શબ્દ પ્રયોગ કરીએ છીએ. પણ આ ફિલ્મની ફાલતુતા વર્ણવવા ‘મોટો કુહાડો’ શબ્દ વાપરી શકાય!

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top