skip to Main Content

Tushar Dave - Journalist, Author

Uncategorized

મોત: જિંદગીનું એક ખુબસુરત કન્ક્લુઝન: જન્મદિવસે કરેલુ ‘મૃત્યુચિંતન’!

May 23, 20141 second read

પરમ દિવસે મારો જન્મદિવસ હતો. મારા મતે દર વર્ષે આવતો જન્મદિવસ કદાચ એ વાતની ખાતરી આપવા આવે છે કે એક વાર મરણદિવસ પણ અચૂક આવશે. પણ આપણે કદી મોત વિશે વિચારતા જ નથી. નહીં તો મહાભારતમાં યુધીષ્ઠીરે આપેલો યક્ષપ્રશ્નનો જવાબ જ ખોટો સાબિત થાય ને? જિંદગી માટે સૌથી મહત્વની કોઈ ઘટના હોય તો એ મોત છે. મોત વિના જિંદગી પણ જિંદગી ન હોત. જો મોતનું અસ્તિત્વ જ ન હોત તો જિંદગીને પ્રેમ પણ કોણ કરતું હોત? મોત છે, મોત આવે છે એટલે જ જિંદગી સારી લાગે છે. મોત ન હોત તો આખી માનવજાત પાગલની જેમ ભટકતી હોત. મોત આ વિશ્વની સૌથી બિનસાંપ્રદાયીક ઘટના છે. હિન્દુ હોય કે મુસ્લિમ, ગરીબ હોય કે તવંગર દરેક વ્યક્તિ અચુક મોતને ભેટે છે. કોઈ ભેદભાવ વિના મોતને ભેટેલા દરેક વ્યક્તિના શ્વાસ બંધ થઈ જાય છે. મૃત્યુ જ પૃથ્વીનું સંતુલન જાળવી રાખે છે. ફિલ્મ ‘સમ્રાટ એન્ડ કંપની’માં જેની ગંગોત્રી વિદેશી ફિલ્મ કે સાહિત્યમાં હોવાનો મારો અંદાજ છે તેવો એક અદભુત ડાયલોગ સાંભળેલો કે, ‘મોત જિંદગી કા એક ખુબસુરત કન્ક્લુઝન હૈ.’

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top