skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

યહી વખ્ત હૈ, સવાલ પૂછો જવાબ માંગો

January 24, 20131 second read

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના અડધોઅડધ કોર્પોરેટરોએ પ્રજા માટે પોતાની પૂરી ગ્રાન્ટ ન વાપરી હોવાના અહેવાલ છે.

 

શહેરના 23 વોર્ડના જાગૃત નાગરિકોએ પોતે જેમને ચૂંટ્યા હોય તે કોર્પોરેટરો પાસે દસથી બાર વ્યક્તિના જૂથમાં જઈને તેમની પાસે આ મુદ્દે હિસાબ માંગવો જોઈએ. એટલુ જ નહીં પણ જે તે નગરસેવકનો પ્રતિભાવ મીડિયા સમક્ષ પણ લાવવો જોઈએ.

 

જે તે વિસ્તારના આગેવાનોએ સાથે મળીને તેમના વિસ્તારના કોર્પોરેટરે પૂરી ગ્રાન્ટ ન વાપરી હોય તો તેને રોકડૂં પરખાવવું જોઈએ કે, કામ કરવાની ત્રેવડ ન હતી તો શું જખ મારવા ચૂંટણી લડ્યાં?

 

કારણ કે, માત્ર નેતા ચૂંટી કાઢવાથી જ લોકશાહીની ફરજ પૂરી નથી થઈ જતી. ચૂંટેલો લોકસેવક (પોતાના નહીં પ્રજાના) કામ યોગ્ય રીતે કરે તે જોવાની પણ જાગૃત નાગરિકોની ફરજ છે. માંગ્યા વિના તો માં પણ ન પીરસેના ન્યાયે જ્યાં સુધી સવાલ નહીં પૂછાય ત્યાં સુધી આ લોકો જવાબ થોડા આપવાના છે?

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top