તમારી સામે કોઈ મૃતકના બે મેડિકલ રિપોર્ટ હોય. એક રિપોર્ટ એ હોય જેમાં ત્રણ એક્સપર્ટ તબીબોએ મરનારની બોડીનું ચેકઅપ કરીને રિપોર્ટ આપ્યો હોય અને બીજો રિપોર્ટ એ હોય જેમાં રિપોર્ટ આપનારાએ માત્ર મૃતકના કેટલાક ફોટોગ્રાફ્સ જ જોઈને અભિપ્રાય આપ્યો હોય. તો તમે કયા રિપોર્ટને સાચો માનશો? જેને મેડિકલનો ‘મ’ કે ગુનાશોધનનો ‘ગ’ પણ ન આવડતો હોય તે પણ કહેશે કે, કોમન સેન્સની વાત છે કે એ જ રિપોર્ટ સાચો માનવાનો હોય જેમાં તબીબોની પેનલે મરનારની બોડીનું પરિક્ષણ કર્યુ હોય. પણ ભારતમાં કોમન સેન્સ જરાય કોમન નથી. ઉજ્જૈન પોલીસને માત્ર ફોટોગ્રાફ્સ જોઈને અપાયેલો રિપોર્ટ સાચો લાગ્યો બોલો!
વાત છે વ્યાપમં કૌભાંડમાં નામ આવ્યા બાદ 2012માં ભેદી રીતે મૃત્યુ પામેલી મેડિકલની વિદ્યાર્થીની નમ્રતા ડામોરની.
ઈન્દોરની એમજીએમ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી ગુજરાત બોર્ડર પાસેના જાબુઆની વતની નમ્રતા ડામોર(જેના પેરેન્ટ્સનો ઈન્ટરવ્યૂ કર્યા બાદ પત્રકાર અક્ષયસિંહનું મોત થયું.) વ્યાપમં કૌભાંડની સંદિગ્ધ આરોપી હતી. તેના પર ગેરરિતી આચરીને પ્રવેશ પરીક્ષા પાસ કરવાનો આરોપ હતો. તેની પૂછપરછ થયાના ગણતરીના દિવસોમાં જ તેની લાશ રેલવે ટ્રેક નજીકથી મળી આવી. ત્રણ એક્સપર્ટ તબીબોની ટીમે તેની ઓટોપ્સી કરી રિપોર્ટ આપ્યો કે, ‘નમ્રતાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત તેના કપડાં પર મળેલા વીર્યના ડાઘ હત્યા પૂર્વે તેના પર બળાત્કાર થયો હોવાનું પણ સૂચવે છે.’
આ રિપોર્ટ ઉજ્જૈન પોલીસને ગળે ન ઉતર્યો. કારણ કે, હત્યાને આત્મહત્યાને ખપાવી દેવાની તેમને વ્યાપમંના આકાઓ તરફથી મળેલી સૂચનાને તે માફક આવે તેમ નહોતો. ત્રણ ત્રણ એક્સપર્ટની ટીમે ક્લિયર કટ રિપોર્ટ આપ્યો હોવા છતાં પોલીસે કોઈના ઈશારે લોકોને ‘મામા બનાવવા'(ડબલ શ્લેષ અભિપ્રેત!) એમ.પી. મેડિકો-લિગલ ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડી.એસ. બદકુર પાસે એક રિપોર્ટ કરાવ્યો. ડો. બદકુરે માત્ર નમ્રતાના ફોટોઝ જોઈને આપેલા રિપોર્ટના આધારે નમ્રતા ડામોરના મોતને આત્મહત્યામાં ખપાવી ફાઈલ બંધ કરી દીધી.
તમે કોઈ દિવસ મરનારાની માનસિક સ્થિતિ, તેના ચારિત્ર્યની સમીક્ષા તથા મૃતકની સાઈકોલોજીકલ સમીક્ષા આપતો પોસ્ટમોર્ટમ કે ઓટોપ્સી રિપોર્ટ જોયો, સાંભળ્યો કે વાંચ્યો છે? શું હતું ડો. બદકુરના રિપોર્ટમાં? તમારી તર્કશક્તિને સાબૂત રાખીને આગળ વાંચજો. માત્ર ફોટોઝના આધારે રિપોર્ટ આપનારા બદકૂર સાહેબે પહેલી જ લિટીમાં ઓટોપ્સી કરનારી ત્રણ એક્સપર્ટ ડોક્ટર્સની ટીમના રિપોર્ટ સામે સવાલ ઉઠાવી દીધો હતો. તેઓ રિપોર્ટમાં લખે છે, ‘મૃતકની માનસિક સ્થિતિ ઠીક ન હતી. તેની હત્યા નથી થઈ તેણે આત્મહત્યા કરી છે. કારણ કે, તેનો પ્રેમભંગ થયો હતો. અને તેને માતા-પિતા સાથે પણ માથાકૂટ ચાલતી હતી.’ વોટ નોનસેન્સ? મરનારના માત્ર ફોટોઝ જોઈને મેડિકલ રિપોર્ટ આપનારો તબીબ રિપોર્ટમાં મરનારાના નિષ્ફળ પ્રેમ અને માતા-પિતા સાથેના સંબંધોની વિગતો જણાવી રહ્યો હતો. એટલુ જ નહીં પણ પ્રોફેશનલ ઓટોપ્સી સર્જન્સના રિપોર્ટ પર પણ સવાલો ઉઠાવી રહ્યો હતો. આમ છતાં મધ્યપ્રદેશ પોલીસને આ રિપોર્ટ સાચો લાગ્યો. કારણ કે, એ પોલીસે ઘડેલી આત્મહત્યાની સ્ટોરી અને થિયરીનું સમર્થન કરી રહ્યો હતો.
નમ્રતાની ઓટોપ્સી ફોરેન્સિક મેડિસિનના નિષ્ણાંત ડો.બી.બી. પૂરોહિત, મેડિકલ ઓફિસર ડો. ઓ.પી. ગુપ્તા અને ગાયનેકોલોજિસ્ટ ડો. અનિતા જોશીએ કરી હતી. નમ્રતાની ઓટોપ્સી કરનારી ટીમમાં સામેલ ડો. બી.બી. પૂરોહિતે NDTVને આપેલા નિવેદનમાં ચોખ્ખુચટ કહ્યું કે, ‘તેની હત્યા થઈ હતી. તેનું નેચરલ ડેથ થવાનો એક ટકો પણ ચાન્સ નથી. અમે ત્રણ તબીબોએ સાથે મળીને તેનું પોસ્ટ મોર્ટમ કર્યુ હતું. અમે 25થી વધુ વર્ષનો અનુભવ ધરાવીએ છીએ. તેના મોં અને નાકની અંદરની ઈજાઓ તેનું ગળુ ઘોંટાયુ હોવાનો સ્પષ્ટ સંકેત આપતી હતી. તેના શરીર પરના નિશાન પરથી સ્પષ્ટ જણાતું હતું કે, મોત બાદ તેના શરીરને ઢસડવામાં આવ્યું હતું. તેના ચહેરા પર પણ નખની ઈજાના નિશાન હતા.
ડો. બદકૂરના રિપોર્ટના આધારે પોલીસે નમ્રતાની હત્યાને આત્મહત્યામાં ખપાવીને 14 ડિસેમ્બર 2014ના રોજ કેસ બંધ કરી દીધો. પરંતુ નમ્રતાના પરિવારજનોએ પહેલાના ઓટોપ્સી રિપોર્ટના તારણો ધ્યાને લેવા અને નમ્રતાના પાંચ મિત્રો અને કલિગ્સ દેવ સિસોદીયા, યશ દેશવાલા, વિશાલ વર્મા, આલેક અને શ્રદ્ધા કેશરવાની સામે અપહરણ અને ખૂનનો મામલો નોંધવા કોર્ટમાં ધા નાખી છે.
નમ્રતાનો કેસ વ્યાપમ સ્કેમની તપાસ શરૂ થયાના ઘણા સમય પહેલા બંધ કરી દેવાયો હતો. પરંતુ નમ્રતાના પરિવારજનોના ઈન્ટરવ્યૂની ગણતરીની મિનિટોમાં પત્રકાર અક્ષયસિંહનું સંદિગ્ધ હાલતમાં મોત થતા આ મામલો ફરી સપાટી પર આવ્યો. આ ઘટનાક્રમ બાદ પીટીઆઈનો રિપોર્ટ હતો કે ઉજ્જૈનના એસ.પી. મનોહસિંહ વર્માએ કહ્યું કે, ‘અધિકારી આર.કે. શર્મા આ કેસની ફરીથી તપાસ કરશે.’ જોકે, વર્માએ પછીથી એમ કહ્યું હતું કે, નમ્રતાના મોતનું દ્રશ્ય ફોરેન્સિક એક્સપર્ટ સાથે રિ-ક્રિએટ કર્યુ હતુ. જેમા તેનું મોત હત્યા હોવાના કોઈ અણસાર મળ્યા ન હતા. જો આ કેસમાં કોઈ નવા પૂરાવા સામે આવે તો અમે ફરીથી તપાસ કરીશું. ત્યાં સુધી કશું જ નહીં. ઉજ્જૈન રેન્જના ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ વી. મધુકુમારે પણ કહ્યું કે, આ કેસની તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને રિપોર્ટ પણ સોંપાઈ ગયો છે. રિવ્યુનો કોઈ પ્રશ્ન જ નથી. જો કોર્ટ કે અન્ય કોઈ એજન્સી આદેશ કરે તો જ કેસ રિ-ઓપન કરી શકે.
નમ્રતા ડામોરના મોતનો મામલો કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો લાગે. જેમાં પોતે છતાં ન થઈ જાય એ માટે વિલન્સ સાક્ષી કે જેના થકી પોતાનો ભાંડો ફૂટવાનો ડર હોય એવા આરોપીની હત્યા કરાવી દે. અને પછી પોલીસ એ હત્યાને આત્મહત્યા સાબિત કરવા આકાશ પાતાળ એક કરી નાખે. વ્યાપમ કૌભાંડમાં થયેલા ભેદી મોત પૈકીનો આ માત્ર એક જ દાખલો છે. જરા વિચારો કે, વ્યાપમ કૌભાંડના નામે પત્રકાર અક્ષયસિંહ સહિત જે પિસ્તાલીસ-પચાસ મોત બોલે છે એ મોત નિપજાવવામાં કેટકેટલા કોઠાકબાડા કરવામાં આવ્યા હશે? કેટલા ઠંડા કલેજે એ મોતને કુદરતી સાબિત કરવાની સ્ક્રિપ્ટ્સ લખાઈ હશે? મધ્યપ્રદેશ ટુરિઝમની એક સુંદર એડફિલ્મમાં ‘હિન્દુસ્તાન કા દિલ’ ગણાવાતુ આ સુંદર રાજ્ય આજે વ્યાપમંના પાપે લોહીલુહાણ લથપથ થઈ રહ્યું છે.
ફ્રી હિટ:
આ વ્યાપમં કૌભાંડ છે કે કોઈ રોગચાળો? જે એની ઝપટે ચડે છે તે મરી જાય છે!!!
-ખબરબાજી
વ્યાપમં : ‘હિન્દુસ્તાનના દિલ’ને લોહી લુહાણ લથપથ કરતો ખૂની ખેલ!

Top of Form
Top of Form