અમારી બે બે પેરોડી ‘અરેરે…ઝંડુ બામ છે રાધા…’ અને ‘તારો પ્રેમ પ્રેમ પ્રેમ…આજી ડેમ…’ને મળેલી ઘોર નિષ્ફળતા બાદ પણ અમે સુધર્યા નથી! બંને પેરોડીઓ ઉંધેકાંધ પછડાઈ હોવા છતાં અમને જપનો પૈસો નથી. અને ‘ફેવિકોલ સે…’ની પેરોડી ઢસડી મારી છે. જે અહીં પ્રસ્તુત છે.
એકલી નીકળું હું જ્યારે માલવીયા ચોકથી…
આહ…એકલી નીકળું હું જ્યારે માલવીયા ચોકથી
આહ…ઉહના અવાજો આવે યાજ્ઞીક રોડથી…
આહ…ઉહના અવાજો આવે યાજ્ઞીક રોડથી…
મારી છવ્વીસની કમર
જાણે ટ્રાફિક-એ-સદર
મારી છવ્વીસની કમર
જાણે ટ્રાફિક-એ-સદર
ભાનવાળા પણ લાગે રે ડમ્મર…
મારા ફોટાને…
મારા ફોટાને લાઈક માર યાર….
ઉઠાઈલે વાલા મારી વોલથી…..
હો…મારા ફોટાને લાઈક માર યાર….
ઉઠાઈલે વાલા મારી વોલથી…..
હું તો છોકરી નવરી બજાર…
પટાઈલે વાલા મિસકોલથી….
હું તો છોકરી નવરી બજાર…
પટાઈલે વાલા મિસકોલથી….
ઝુમ ઝુમ ઝુમ બરાબર ઝુમ….(2)
છોકરી પટાવશુ અમે-
મિસકોલથી…
ઓવરઓલથી…
દોરીના ઝોલથી…
સ્માઈલી ને ‘લોલ’થી…
લોલમલોલથી…
નગારા ને ઢોલથી…
ડ્રાઈવ લોંગથી…
ક્રિસ્ટલમોલથી…
યાજ્ઞીક રોડથી…
રિંગરોડથી…