‘ખિલાડી 786‘ના નશીલા ગીત ‘હુક્કાબાર‘ની ગુજરાતી પેરોડી ‘તારો પ્રેમ પ્રેમ પ્રેમ…આજી ડેમ‘ને મળેલી ધોધમાર(?)સફળતા બાદ પ્રસ્તુત છે તુષાર દવેનું નવું નજરાણુ… ‘અ…રે…રે… ઝંડુ બામ છે રાધા…‘ [જેને કાળુ કૂતરુંય ના જોતું હોય તેવી ગુજરાતી ફિલ્મોની રજૂઆત આ રીતે જ થાય રે લોલ:)]-
ગીતને માણવાની રીત:- પેરોડીને મૂળ ગીતના ઢાળમાં ગણગણતા જવી. ક્યાંય રોદા (આઈ મીન ખાડાટેકરા) જણાય તો (પેરોડીના) જણનારનું ધ્યાન દોરવા વિનંતી. આભાર.
અ…રે…રે ઝંડુ બામ છે રાધા…
અક્કલની જરા જામ છે રાધા…
અ…રે…રે ઝંડુ બામ છે રાધા…
અક્કલની જરા જામ છે રાધા…
બુદ્ધિથી તે કોસો દૂર છે…
આના દિમાગનું કોઈ ટેસ્ટિંગ કરાવો
આગરામાં આના માટે બુકિંગ કરાવો
આના દિમાગનું કોઈ ટેસ્ટિંગ કરાવો
આગરામાં આના માટે બુકિંગ કરાવો
ના મેળ પડે તો ગાંડાના ડોક્ટર બોલાવોઓઓઓ….
અ…રે…રે ઝંડુ બામ છે રાધા…
અક્કલની જરા જામ છે રાધા…
અ…રે…રે ઝંડુ બામ છે રાધા…
અક્કલની જરા જામ છે રાધા…