skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

જાતિવાદી અનામતના સમર્થનમાં થતી કેટલીક દલિલો સામેની પ્રતિદલિલો

August 24, 20153 minute read

અમદાવાદમાં સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સમાં ફરજ બજાવતા એક અધિકારીનો મારા પર પર્સનલ મેસેજ આવ્યો. જેમાં તેમણે જાતિવાદી અનામત પ્રથાના સમર્થનમાં કેટલીક પોઈન્ટવાઈઝ દલિલો મુકેલી. અને લખેલુ કે, TAMARA “RESERVATION”NE LAGTA KETLAK ARTICLES NI SAME HU AAPNE AA MESSAGE KARI RAHYO CHHU. YOGYA LAGE TO JAWAB AAPJO. PAN HU JAWAB EXPECT NATHI KARI RAHYO KARAN MARA VICHARO TAMARA VICHARO THI GHANA ALAG 6.

તેમને જે રીતે મારી પાસેથી જવાબની અપેક્ષા નહોતી એ જ રીતે મને પણ જવાબ આપવો જરાય જરૂરી ન લાગ્યો. કારણ કે, અનામતના વિરોધમાં લખુ છું એટલે દર થોડા કલાકે મારા પર કોઈનું કોઈ અનામતના સમર્થનમાં તર્કોની તલવારો અને દલિલોના દારૂગોળાથી હૂમલો કરે છે. દરેકને હું જવાબ આપતો નથી. કારણ કે, દરેકને જવાબ આપવો હું જરૂરી નથી માનતો. જેને જે મનફાવે એ સવાલ પૂછે એનો હું જવાબ આપુ એવો કોઈ નિયમ નથી. ને હોય તો હું એમાં માનતો નથી. અહીં એ અધિકારી સાહેબને જવાબ પાઠવી રહ્યો છું. જેથી કરીને એમને એવું ન લાગે કે મારી પાસે એમની દલિલોના જવાબ નથી અથવા એમની દલિલો ફૂલપ્રુફ છે. જેનો કોઈ જવાબ શક્ય જ નથી.

એમને મેસેજમાં તો આ જવાબો મેં આપી જ દીધા છે. અહીં જાહેરમાં મુકવાનું કારણ માત્ર એટલુ જ કે નીચેના પૈકીની મોટાભાગની દલિલો એકની એક જ છે. જે જાતિવાદી અનામત પ્રથાના સમર્થનમાં થાય છે. એટલે અહીં આપેલા જવાબમાં વારંવાર સવાલો પૂછતા મિત્રોને જવાબ મળી જશે. (એ જવાબો એમને પચશે નહીં એ અલગ વાત છે. બીજુ એ કે આ પ્રકારની દલિલોનો બંચ પછી ફેસબુક-વોટ્સએપમાં વાઈરલ થતો હોય છે. પછી અનામત સમર્થકો આવી દલિલોનો બંચ ઉપાડી જ્યાં જ્યાં અનામત વિરોધી પોસ્ટ જોવા મળે ત્યાં ત્યાં થુંકવાળી કરીને આવી એકની એક ચુંથાઈ ગયેલી ઘેલચંદ્રી દલિલો ચોંટાડતા ફરે છે. એટલે આ દલિલોની આ રીતે પ્રતિદલિલો મુકી હોય તો જાતિવાદી અનામતના વિરોધીઓને પણ કામ આવે.

1. 40% MEDICAL MA ADMISSION: SIR, CHHELLA 10 VARAS NA DATA JOYI JUVO. GUJARAT NI EK PAN GOVERNMENT MEDICAL COLLEGE(MBBS) MA EK PAN SC NE 40 % TO JAVA DO 75% KARTA PAN OCHHA MARKS E ADMISSION MALYU HOY TO BATAVO. MERIT NICHU HOY 6 PAN 5-10% THI VADHARE NAHI. HA, PAISA LAYI DEGREE APTI COLLEGO MA 2 TRIAL VALA NE PAN ADMISSION MALI JAY 6. PAN EMA SC CANDIDATE NI TAKAVARI 2% VADHU NAHI HOY.

>પહેલી વાત તો એ કે 40 ટકાએ મેડિકલમાં એડમિશન મળે છે એવું મેં ક્યાંય લખ્યું નથી. પણ અનામતીયાઓનું મેરિટ જનરલવાળા કરતા પાંચથી દસ ટકા તો દૂરની વાત પણ 0.00000001 ટકા પણ ઓછું હોય તો એ વધુ ટકા લાવનારાને અન્યાય છે એવું હું કટ્ટરતાથી માનું છું. પાછળ રહી ગયેલાઓને ઉપર લાવવા પ્રયાસ થાય એ સામે કોઈ વાંધો નથી પણ એવો પ્રયાસ જ્ઞાતિના આધારે શા માટે? દરેક જ્ઞાતિના પછાતોને એકસરખો લાભ મળવો જોઈએ અથવા કોઈને ન મળવો જોઈએ. પણ વધુ ટકાવાળાને પાછળ રાખીને ઓછા ટકાવાળાને પ્રવેશ આપવાનો નિયમ જરાય તર્કસંગત નથી. પૈસા લઈને મળતી ડિગ્રી લેનારો દલિત હોય કે જનરલ એ સરખો જ ગુનેગાર છે. એમાં કોઈ દલિલો હોઈ જ ન શકે.

2. BIJU RESERVATION MATRA ADMISSION VAKHTE J HOY CHHE. PASS TO POTANA DAM PAR J THAVU PADE. MEDICAL MA EVU PAN BANE 6 K 12TH SCIENCE MA 99% LAVNAR NE PASS THAVA NA FANFA PADI JAY ANE MERIT MA CHHELLE RAHENAR TOPPER BANE. ETLE JO KOYI DALIT STUDENT MEDICAL PURU KARE TO E BIJA GENERAL STUDNETS JETLO J CAPABLE CHHE M MANI SHAKAY. ETLE 40% VALA ANAMATIYA DOCTOR JODE ILAJ NA KARAVVO E MATRA JATIVADI MANSIKTA J 6.

>ચલો કોઈને ઓછા ટકા હોવા છતાં વધુ ટકાવાળાને અન્યાય કરીને અનામત ક્વોટામાંથી પ્રવેશ આપી દેવાયો. પછી એ વિદ્યાર્થી તમામ વિદ્યાર્થીઓ સાથે જ રહીને ભણે છે. અનામતીયાઓ કે પછાતોની બેચ કે ક્લાસ અલગ નથી હોતા. એમની સાથે ભેદભાવ નથી કરાતો. તો પછી એક વાર અભ્યાસમાં અનામત આપી દેવાયા પછી પણ નોકરીમાં અનામત શા માટે? અને કોઈ વધુ લાયકને અન્યાય કરીને અનામતીયાને ક્વોટાની થાળીમાં સજાવીને નોકરી આપી દેવાયા પછી પણ પ્રમોશનમાં પણ તેના માટે અનામત રાખીને જનરલવાળાને ઘોર અન્યાય શા માટે?

3. AAM TO ANAMAT THI SC NE NUKSAN J CHHE. 2006 NI GPSC CLASS 1-2 MA GENERAL ANE SC NU MERIT SARKHU J HATU. ANHI KYA ANYAY AVYO? CHHELLA 10 VARSTHI SC NI JAGYA O BAHU J OCHHI BAHAR PADE CHHE. ANE MERIT PAN GENERAL SATHE CUT TU CUT JAY CHHE.

> જો એવું જ હોય તો એસસી અનામત છોડી શા માટે નથી દેતા? દેશને ચલાવવા માટેની ચાવીરૂપ પોસ્ટ પર જ્યાં સૌથી લાયક માણસો બેસવા જોઈએ ત્યાં પણ અનામતની ટેકણલાકડી ગોઠવવામાં આવે એનાથી વધુ ખરાબ શું હોઈ શકે? આ દેશની ખાજો દયા….

4. ME ANE MARA MITRO E NAKKI KARYU CHHE KE AME HAVE AGAL ANAMAT NO LABH NAHI LAYIYE. PAN AMARI LADAT J LOKO SUDHI ANAMAT NA LABH PAHOCHYA NATHI TEMNA SUDHI ANAMAT PAHOCHADVANI CHHE.

>અનામતનો લાભ ન લેવાના તમારા અને તમારા મિત્રોના અનામતનો લાભ ન લેવાના સંકલ્પને હું બિરદાવું છું. પણ વધુ ટકા લાવીનારા અનામત કેટેગરીના જે વિદ્યાર્થીઓ ઓપનમાંથી પ્રવેશે છે તેઓ જનરલવાળાના છીનવાઈ ગયેલા ભાગમાંથી પણ ભાગ પડાવે છે એમના વિશે પણ જરા વિચારજો. જે લોકો સુધી અનામતના લાભ નથી પહોંચ્યા ત્યાં પહોંચાડવા હોય તો એમાં જ્ઞાતિબાધ ન રાખતા. જેમની આર્થિક પરિસ્થિતિ નથી સારી એવા સવર્ણોનું પણ વિચારજો. કંઈ મદદ ન કરી શકો તો કંઈ નહીં પણ અનામતનું લઈ એમનો હક ન છીનવતા. છોકરા દલિતના હોય કે સવર્ણના ભૂખ કોઈના બાપની શરમ નથી રાખતી.

5. HAVE SPORTS MA RESERVATION NATHI. TE CHHATA INDIA WORLD LEVEL PAR KEM SPORTS MA TOP PAR NATHI. JO ANAMAT THI VIKAS NA THATO HOY TO SPORTS MA ANAMAT NATHI TO TYA KM AAPNI PUNGI VAGTI NATHI?

>આ પોઈન્ટમાં આપશ્રીની માનસિકતા છતી થાય છે.

JO ANAMAT THI VIKAS NA THATO HOY TO SPORTS MA ANAMAT NATHI TO TYA KM AAPNI PUNGI VAGTI NATHI?

-પહેલા તો એ સમજાવો કે ઉપરની લિટીમાં તમે આપની પૂંગી નથી વાગતી એવું શા માટે લખ્યું? ભારતના સ્પોર્ટ્સની વાત લખીને પછી તમે ‘આપની’ શબ્દપ્રયોગ કરીને તમે સાબિત શું કરવા માંગો છો? શું તમે ભારતથી અલગ છો? શું તમે ખુશ છો કે એ ક્ષેત્રમાં ભારત આગળ નથી?

-બીજી વાત એ કે ભારતની તૂલનાએ લગભગ ભીખમંગો કહી શકાય તેવો દેશ ઈથોપિયા પણ ઓલિમ્પિક્સમાં ભારતથી વધારે મેડલ્સ મેળવી ચૂક્યો છે. તમારા પોઈન્ટમાં જ તમારા પોઈન્ટનો જવાબ છૂપાયેલો છે. કે જો ઓલિમ્પિક્સમાં કોઈ જાતિવાદી ક્વોટા કે અનામત ન હોવા છતાં એ દેશ 21 ગોલ્ડ સહિત ટોટલ 45 મેડલ્સ મેળવી ચુક્યો છે. એનો મતલબ જ એ છે કે જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે કોઈને પણ પછાડી શકો છો. એના માટે અનામતની જરૂર નથી. જેના જીવન પરથી બનેલી ફિલ્મ આજે રિલિઝ થઈ એ દશરથ ‘માંઝી'(પછાત)એ તો એકલા હાથે જ આખો પહાડ ખોદી નાખેલો. મતલબ એ છે કે માનવશક્તિઓ અને તેની ક્ષમતા અપાર છે તેને અનામતની ટેકણલાકડી આપીને પાંગળી ના બનાવો ભૈસાબ.

6. DEFENCE MA ANAMAT NATHI. TE CHHATA TYA GENERAL CATEGORY NA CANDIDTES KM OCHHA 6.

>પહેલા કોઈ ઓથેન્ટિક રિસર્ચ કે આંકડા મુકી પૂરવાર કરો કે ડિફેન્સમાં જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ ઓછા છે. અને જો એવું પૂરવાર ન કરી શકો તો મહેરબાની કરીને ભારતીય આર્મીને જ્ઞાતિ-જાતિના સંકૂચિત વાડામાં બાંધવાનો નિંદનિય પ્રયાસ બીજી વાર ન કરતા.

7. MUL VAT E 6 K DALITO AGAL AVE E KOYI NE GAMTU NATHI ANE ANYAY NI KHOTI BUMRAN MACHAVVA MA AVE CHHE.

>દલિતો આગળ આવે એ કોઈને ગમતું નથી એવી આપની વાતમાં ‘કોઈને’નો અર્થ શું સમજવાનો? ‘કોઈને’ એટલે દલિતો સિવાયના બધાને??? એકચ્યુલી આ વાત કોઈ રીતે પૂરવાર થઈ શકે તેમ નથી. આ માત્ર માનસિકતા છે. જે છૂટવી જોઈએ. જ્યાં સુધી આ માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી કંઈ તંબુરો’ય દેશનો વિકાસ નથી થવાનો.

8. LAYAK VYAKTI NE TAK MALVI JOYIYE. TADDAN SACHI VAT CHHE. PAN MANI LO K RESERVATION NIKALI GAYU, TO SHU MATRA ANE MATRA LAYAK CANDIDATES NE J ADMISSION K JOB MALSHE?? KAHATA BHI DIVANA SUNTA BHI DIVANA.

>એડમિશનના તમામ દુષણો સામે મારો વિરોધ છે. પણ સૌથી મોટું દુષણ હોય તો એ રિઝર્વેશન સિસ્ટમ છે. જે ભારત દેશના લાયક યુવાનોને સત્તાવાર, ઓનપેપર અને છેડેચોક અન્યાય કરે છે.

9. DALIT VIDYARTHI TOPPER BANE ANE GENERAL CATEGORY MA ADMISSION LE TO ENE TAME LAYKAT PAR PRAVESH MELVYO KAHESHO K GENERAL NI SEAT PAR SC NI TARAP SAMAJSHO?

>દલિત વિદ્યાર્થી સારા ટકા મેળવી જનરલ કેટેગરીમાંથી પ્રવેશ મેળવે એને લાયકાત પર પ્રવેશ કે જનરલની સિટ પર તરાપ કહેવું અધુરું હશે. એને લાયકાતના બળે જનરલ કેટેગરીની સિટ પર તરાપ કહેવાય. સમજ્યા?

10. GUJARAT MA SC NU RESERVATION 7% 6. EMANTHI 4% NU MERIT GENERAL MA AVI JATU HOY 6. 3% NU GENRAL THI THODU NICHE JATU HOY CHHE. TO E 3% BAHU VADHARE 6.

> 3 ટકા નહીં પણ 0.3 ટકા હોય તો એ પણ જનરલ કેટેગરીના લાયક યુવાનોના ભાણામાંથી તોડાયેલો ટૂકડો જ છે.

11. BADHA DALIT JO ENTREPRENEUR BANVA PRAYTNO KARE TO ENE TAME SUPPORT KARO KHARA?

>અરે ભાઈ દલિત, આદિવાસી, પછાત….એવું જ્ઞાતિવાદી જ શા માટે વિચારે રાખવાનું? માત્ર દલિત નહીં પણ જે કોઈ પણ ENTREPRENEUR બનવા પ્રયાસ કરે એ તમામને સપોર્ટ થવો જોઈએ. હા, પણ એ સપોર્ટ જાતિના આધારે કે આખી પ્રજાને પાંગળી બનાવી દે એવી ટેકણલાકડી જેવો ન હોવો જોઈએ.

ATLU VANCHVA BADAL ABHAR.

>આટલુ લખવા બદલ આભાર

JAY HIND

>જય હિન્દ

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top