બહાર આવ તારી બૈરી બતાવું = બહાર આવ તારું મેન્ડેટ પડાવું (આ નાટકની
જાહેરાતમાં લખ્યું હશે કે, બાડમેરના અપક્ષ ઉમેદવાર જસવંતસિંહ અને અમદાવાદ
પૂર્વના હરિન પાઠકની કરુણ સત્ય ઘટના આધારિત હદયસ્પર્શી ચિત્ર…ઉમેદવારો
અને કાર્યકરોના ટોળા ઉમટે છે!)
બાપની જાનમાં દિકરો અણવર = ભાજપની જાનમાં શિવસેના અણવર, કોંગ્રેસની જાનમાં એનસીપી અણવર
બૈરી-સાસુ તોબા તોબા = કેન્ડિડેટ-કાર્યકર તોબા તોબા
કાચનાં સંબંધ = મતનાં સંબંધ
અઢી અક્ષર પ્રેમના = સાડા ત્રણ અક્ષર મેન્ડેટના
પરણીને પસ્તાયાં = ઉભા રહીને પસ્તાયાં
પરણેલા ને પૂછી જુઓ = હારેલાને પૂછી જુઓ
જોઈન્ટ ફેમીલી = થુંકના સાંધા
ઝમકુબા કાઠીયાવાડી = કિરણબેન ભાજપવાળા
મુંગા બોલે બહેરા સાંભળે = પ્રજા બોલે કોઈ ના સાંભળે
રાજાને ગમી તે રાણી = રૈયતને ગમ્યો તે રાજા
સાસરિયું સોનાની ખાણ = ચૂંટણીફંડ સોનાની ખાણ
ડબલ સવારી = ડબલ ઢોલકી
અભિનય સમ્રાટ = મેન્ડેટ સમ્રાટ, મત સમ્રાટ
અમારી દુનિયા તમારી દુનિયા = અમારો મતવિસ્તાર તમારો મતવિસ્તાર, અમારા
મતદાર તમારા મતદાર, અમારી જ્ઞાતિ તમારી જ્ઞાતિ, અમારો જ્ઞાતિવાદ તમારો
જ્ઞાતિવાદ
પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ = પ્રજા મારી પરમેશ્વરને હું પ્રજાનો દાસ*(માત્ર ચૂંટણી સુધી જ)
અમે બરફ ના પંખી = અમે પરપક્ષના પંખી
અવસર આવીને ઉભો આંગણે = ચૂંટણી આવીને ઉભી આંગણે
આ વેવાઈનું કંઈ કે’વાય નહીં = આ જનતાનું કંઈ કે’વાય નહીં
ઈશ્વર ની એક્સચેન્જ ઓફર = હાઈકમાન્ડની હાઈક્લાસ ઓફર
એક મૂરખને એવી ટેવ = એક ઉમેદવારને એવી ટેવ
કાજળ ઢોળાયું કંકુમાં = જીપીપી ભળ્યું ભાજપમાં
ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું = કેજરીવાલે દિલ્હી ગજાવ્યું
ગ્રહણ = અપક્ષ
ચીતરેલા મોરનો ટહુકો = નેતાના સંતાનની ઉમેદવારી
જનેતા = જનતા
તમારા ભાઈ તો ફુલ ટુ ફટાક = તમારા ઉમેદવાર તો એકદમ લબાડ
#ચૂંટણીલક્ષી ગુજરાતી ફિલ્મો
વીર મેન્ડેટવાળો
પક્ષ કમાલ કાર્યકર ધમાલ
પક્ષ રે જોયાં બાપા વિરોધપક્ષ જોયાં
કેવી રીતે જીતીશ?
#ચૂંટણી આધારિત રિમીક્ષ કહેવતો-રૂઢીપ્રયોગો
પેટ ચોળીને શૂળ ઊભુ કરવું = સામે ચાલીને અપક્ષ ઊભા કરવાં
નાચ ન જાને આંગન ટેઢા = મત ન મળે તો ઈવીએમ ખોટા
રાત ટૂંકીને વેશ ઝાઝાં = બેઠક ઓછીને ઉમેદવાર ઝાઝા
વૈકુંઠ નાનું ને ભગતડાં બહું = બેઠક નાની ને ઉમેદવાર બહું
એક અનાર સો બીમાર = એક બેઠક સો ઉમેદવાર
જેટલા ભોગ તેટલા રોગ = જેટલા કાર્યકર તેટલા ઉમેદવાર
ઝાડાં થયા હોય એનાથી શંખ ના વગાડાય = પ્રમુખ થયા હોય તેમનાથી ટિકિટ ના મંગાય
અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન = હાઈકમાન્ડ મહેરબાન તો ગધા પહેલવાન, મોદી મહેરબાન તો ગધા પહેલવાન
વાંસના કજિયામાં વન બળે = કાર્યકરોના કજિયામાં બાહુબલી ખડે
#કેટલાક ચૂંટણી આધારિત ગીતો….
દરેક પક્ષો ગાઈ શકે તેવું ગીત-
હર એક કાર્યકર જરૂરી હોતા હૈ….
મૂળ પક્ષ સાથે છેડો ફાડ્યાં બાદ વળી પાછા પક્ષમાં પાછા ફરેલા ઉમેદવાર ગાઈ શકે કે-
જમાને કે દેખે રંગ હજાર, નહીં કુછ સિવા પક્ષ કે…
પક્ષ છોડીને જતો નેતા પાછો આવવાનો જ છે તેની ખબર હોય તો પક્ષ લલકારી શકે કે-
મુજસે જૂદા હોકર…તૂમ્હે દૂર જાના હૈ…
પલભર કી હૈ જૂદાઈ…ફિર લોટ આના હૈ…
#ચૂંટણીલક્ષી ફિલ્મી ડાયલોગ…
હમે તો બિલ્લીઓને કાટા, કુત્તો મેં કહાં દમ થા?
મહિલા ઉમેદવાર સામે હારી ગયેલા પુરૂષ ઉમેદવારનો ડાયલોગ…
#ગુજરાતની ચૂંટણી આધારિત હિન્દી ફિલ્મો બને તો….
વોન્ટેડ = મેન્ડેટ
દિલ તો પાગલ હૈ = હાઈકમાન્ડ તો પાગલ હૈ
હમારા દિલ આપકે પાસ હૈ = હમારા મેન્ડેટ આપકે પાસ હૈ, હમારા કેન્ડિડેટ આપકે પાસ હૈ
દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે = વગવાલે મેન્ડેટ લે જાયેંગે
કભી હાં કભી ના = કભી ભાજપ કભી કોંગ્રેસ