જરૂરી નથી કે #SurgicalStrike કાયમ બોર્ડર પાર જ થાય. આપણી ‘હદ’ (સીમા)માં રહીને સીમાઓ બદલીને પણ દેશવિરોધીઓની કમર ભાંગી નાંખવી શક્ય છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના નવા સીમાંકનની હલચલ શરૂ થઈ ગઈ છે.
અત્યારે કાશ્મીરમાં વધુ અને જમ્મુમાં ઓછી બેઠકો છે. જરા વિચારો કે જો જમ્મુની બેઠકોની સંખ્યા વધારવામાં આવે અને ભાજપની જૂની માંગ અને નીતિ મુજબ POK માટે રખાયેલી બેઠકોમાંથી 13 પાકિસ્તાનથી આવેલા રેફ્યુજી માટે ફાળવવામાં આવે તો નાંખી દેતા પણ વીસેક બેઠકોનો સીધો ફાયદો કઈ પાર્ટીને થાય?
કહે છે કે સારા સેનાપતિઓ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ જીતી જતા હોય છે અને અમિત શાહ એક સારા સેનાપતિ સાબિત થયા છે. એટલે જ કાશ્મીરી પક્ષો નવા સીમાંકનના નામ માત્રથી ફફડી ઉઠ્યાં છે અને ટૂંક સમયમાં શાહ JCB લઈને કાશ્મીરના પ્રવાસે જવાના છે!
જાણકારો જરા યાદ કરે કે અમદાવાદના 2008ના સીમાંકનમાં મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારો કેટલા વ્યૂહાત્મક રીતે વેતરાયા હતા? જોકે, કાશ્મીર કબજે કરવા કોઈપણ કાવાદાવા ન્યાયી જ છે. જો એવું કંઈ થાય તો જ શ્યામાપ્રસાદ મુખર્જીની આત્માને શાંતિ મળે. એ કોણ? એવો સવાલ જો કોઈ ભાજપીયાને થાય તો એણે ઢાકણીમાં પાણી લઈ લેવું.
હોવ… #હમ્બો_હમ્બો 😉
ફ્રી હિટ :
આ વખતે અમરનાથ યાત્રાએ જનારાઓએ બમણો વીમો કરાવી લેવો. આ તો યાત્રા બાદ તરત જ ત્યાં ચૂંટણીના એંધાણ છે એટલે કહ્યું. આમ તો ઇતિહાસ ગવાહ છે કે શાહ ગૃહમંત્રી હોય એટલે બહુ ચિંતા નહીં! બાકી આપ સમજદાર હો.
હોવ… #હમ્બો_હમ્બો
Related Articles :
અર્ધદગ્ધ-પૂર્ણમુગ્ધ ભાડૂતી-બિનભાડૂતી ભક્તો-અભક્તો અને ચૂંટણીની શતરંજ!
ગુજરાતના ઉમેદવારો : ‘જમીન સાથે જોડાયેલા’, પ્રજાના લમણે ખોડાયેલા!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
કોલ ટુ કાશ્મીર: પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ સાથે સીધી વાત
વિધાનસભા અને સરકસ : ફોરપ્લે અને સ્ખલન!
ખાલિસ્તાન મુવમેન્ટ : હિન્દુસ્તાનના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ
રડતાં ગુલમહોર : 1960ના દાયકામાં સુભાષચંદ્ર બોઝ જીવતા પાછા આવે છે ત્યારે…