skip to Main Content

Tushar Dave - Journalist, Author

Current Affairs

Faking News : કર્ણાટકના ફ્લોર ટેસ્ટમાં ટાઈ પડે તો વિજેતા નક્કી કરવા મદદ માટે ICCની તૈયારી

July 20, 20193 second read

Karnataka-Election-2
> ICCના ઉચ્ચ અધિકારીઓ નીચ અમ્પાયર્સ અને રુલ બુક સાથે કર્ણાટક જવા રવાના

> ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ બુમો પાડી હોય એ પક્ષને વિજેતા જાહેર કરાય તેવી શક્યતા
> ICCએ સમજવું જોઇએ કે એ ફ્લોર ટેસ્ટ છે, ટેસ્ટ મેચ નહીં : સ્ટિફન ફ્લેમિંગ

આમ તો ન પડે, પણ જો કર્ણાટક વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં પણ ટાઈ પડે તો વિજેતા ઘોષિત કરવા અંગે માર્ગદર્શન આપવા આઈસીસીએ સામેથી તૈયારી દર્શાવી છે.

આધારભૂત નહીં, પણ આધાર વિનાના ભૂત જેવા સૂત્રોનું માનીએ તો આઈસીસીના ઉચ્ચ અધિકારીઓ નીચ અમ્પાયર્સ અને રુલબુક સાથે લંડનથી કર્ણાટક જવા રવાના થઈ ગયા છે. જેના કારણે કર્ણાટકની પ્રજાનો જીવ તાળવે ચોંટ્યો છે અને ક્રિકેટ ચાહકો ફરી એકવાર આઈસીસીને મણ મણની હોપડાવવા લાગ્યા છે. હોવ…હમ્બો…હમ્બો…!

બીજી તરફ ન્યૂઝીલેન્ડર્સ વધુ એક વાર ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટિફન હોકિંગ સહિતના સિનિયર ક્રિકેટર્સે ટ્વિટર પર ટ્વિટાટ્વિટ કરી મુકી છે કે આઈસીસીએ સમજવું જોઈએ કે એ ફ્લોર ટેસ્ટ છે, ટેસ્ટ મેચ નહીં!

આઈસીસીમાં ઊંડે સુધી સડો એટલે કે પહોંચ ધરાવતા બીસીસીઆઈના એક અધિકારીનું માનીએ તો ટાઈ પડવાના સંજોગોમાં જેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધારે બુમો પાડી હશે અને બેફામ ભાષણો કર્યા હશે તેમને વિજેતા ઘોષિત કરી સરકાર રચવાનુ આમંત્રણ આપવામાં આવશે.

આ સમગ્ર ઘટનાક્રમને વિપક્ષો વધુ એક વખત આશ્વર્યમિશ્રિત આઘાત સાથે વિસ્ફારિત નેત્રે નીહાળી રહ્યાં છે તો અમિત શાહ દાઢીમાં હસી રહ્યાં છે! હોવ…હમ્બો…હમ્બો…!

ખોટકાતા યંત્રે :

આ હેવાલ લખનાર પત્રકાર સેક્સથી માંડીને સાયન્સ સુધીના વિષયો પર અધિકારપૂર્વક લખતાં હોવાથી તેમના મનમાં ક્યારેક ફ્લેમિંગ અને હોકિંગ વચ્ચે ભેદ રહેતો નથી. માટે શરતચૂકથી ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટનનું નામ સ્ટિફન ફ્લેમિંગની જગ્યાએ સ્ટિફન હોકિંગ છપાયું છે. જેની નોંધ ન લો તો સારું.

નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.

 

Related Articles :

સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!

કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
એકચ્યુલી, સરકારે બાઈક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ!-1
ગાભાપૂરાણ પાર્ટ 2 : લેખકનું સૂચન ધ્યાને લેતી સરકાર!
ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top