(વરસાદ અત્યારે હાઉકલી હાઉકલી રમી રહ્યો છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની એક ઓફિસમાં સર્જાતા દ્રશ્યો પૈકીનું એક કાલ્પનિક દ્રશ્ય અહીં પ્રસ્તુત છે.)
મોટા અધિકારી : જુઓ, ચૂંટણી માથે છે.
નાના અધિકારી : સર, માથે તો વરસાદ છે.
મોટા અધિકારી : (મનમાં : BC) મુંગા મરો નૈ પૂરું સાંભળો પેલા. ચૂંટણી માથે છે એટલે મારા પર પ્રેશર બહુ છે. ઉપરથી ઓર્ડર છે કે આ ચોમાસામાં લોકો વધુ હેરાન ન થવા જોઈએ.
નાના અધિકારી : એટલે થોડા હેરાન થાય તો ચાલે? ચૂંટણી ના આવતી હોય તો સારું. કંઈ ચિંતા જ નૈ.
મોટા અધિકારી : ઉપરથી ખાસ સૂચના છે કે ઘરોમાં પાણી તો બિલકુલ ના ઘુસવા જોઈએ.
નાના અધિકારી : જુઓ સાહેબ એ તો શક્ય નથી. પણ એક કામ થઈ શકે.
મોટા અધિકારી : પાણી અટકાવવા માટે?
નાના અધિકારી : ના. કહ્યું તો ખરું કે એ તો શક્ય જ નથી.
મોટા અધિકારી : (મનમાં : MDC) પણ તમે કહ્યું તો ખરું કે એક કામ થઈ શકે.
નાના અધિકારી : એટલે પાણી લોકોના ઘરમાં ઘુસે એ શક્ય નથી પણ એ સિવાયનું એક કામ થઈ શકે એમ.
મોટા અધિકારી : (મનમાં : TMB…L) લા ભૈ’શાબ અત્યારે કરવાનુ છે ઈ કામ કરો ને, બીજાની ક્યાં માંડો છો…? એક પાણી તો અટકાવી શકતા નથી ને એમાં નેતાઓની હવા બંધ થઈ જાય છે ને એ લોકો અમારી પેલી હમણા કવ ઈ કરે છે.
નાના અધિકારી : પાણી બંધ કરવા અંગે જ બીજું એક કામ થઇ શકે છે એમ કહું છું.
મોટા અધિકારી : (મનમાં : D…BC ) તો મોઢામાંથી ફાટોને જલ્દી, અહીં મારી ફાટી પડી છે…
નાના અધિકારી : જુઓ સાહેબ પાણી તો ઘરોમાં ઘુસી જ જવાના પણ ઉપરવાળા(નેતાઓ) નીચેવાળાને(જનતા) એવું કહી શકે કે, આપણા જવાનો સરહદે કેવી વિષમ પરિસ્થિતિમાં ફરજ બજાવે છે, આપણા વડાપ્રધાન અડધી રાત્રે પણ સંસદમાં કામ કરે છે ને તમે લોકો દેશ માટે આટલી પણ અગવડ…
મોટા અધિકારી : બસ કર પગલે…અબ રુલાયેગા ક્યા…? તમે ચૂંટણી લડશો ચૂંટણી…? બોલો ક્યાંની ટિકિટ જોઈએ…? BC કામ કરોને તમારું…નેતા બનવાની ટ્રાય ના કરો. (મનમાં : આ દેશમાં EMC બધાને નેતા બની જવું છે…આ HRK નેતાઓ….)
(મોટા અધિકારીનો ફોન વાગે છે…)
મોટા અધિકારી : (ફોનમાં) સો વર્ષના થશો સર. હમણા જ તમને યાદ કર્યા.
હેં સર? (મનમાં : BC)
હા, સર. (મનમાં : MC)
જી, સર. (મનમાં : TMC)
જી…જી બિલકુલ સર. (મનમાં : D…L)
ચાલુ જ છે સર. થઈ જશે સર. તમે ચિંતા ના કરો. (મનમાં : MC, BC, DC….)
(ફોન પત્યા પછી…)
મોટા અધિકારી : એ બાબુઉઉઉ….., MC ક્યાં મરી ગ્યો…? એક ચા લાય જલ્દી.
બાબુ : એ લાયો સાહેબ. (મનમાં : MC…BC….xYz……. 😂😂😂
ફ્રિ હિટ :
મારી એક જૂની જોક
> હિટવેવ એક્શન પ્લાન તૈયાર?
– જી સર. જેવા પહેલા વાદળા બંધાશે કે તરત બધા રસ્તા ખોદી નાખીશુ.
>એ નૈ બે ડફોળ, એ તો પ્રિ-મોનસુન એક્શન પ્લાન છે.