સામાન્ય રીતે દરેક ધર્મમાં એક ધર્મગ્રંથ હોય છે, પણ હિન્દુ ધર્મમાં એક કર્મગ્રંથ છે – ‘ગીતા’.
સામાન્ય ગ્રંથો કદાચ વાંચવાથી સમજાતા હશે, પણ ગીતા માત્ર વાંચવાથી નહીં જીવવાથી સમજાય છે. જેણે કદી ગીતા વાંચી ન હોય એવો વ્યક્તિ પણ ગીતા કે ગીતાના સિદ્ધાંતો જીવતો હોય તે શક્ય છે. ગીતા સમજવા વાંચવું નહીં, પણ જીવવું એટલે કે કર્મો કરવા મહત્વના છે. પછી એ કર્મ ભલેને યુદ્ધ કેમ ન હોય? ગીતા કર્મ અને સંસાર તો ઠીક યુદ્ધમાંથી પણ ભાગવાનું નથી શીખવતી.
ખરેખર તો ગીતા સમજવા પહેલા મહાભારત જીવવું પડે. ચન્દ્રકાન્ત બક્ષીએ એમની પ્રસિદ્ધ નવલકથા ‘હું કોનારક શાહ’માં લખેલું કે – ‘દરેક કુટુંબમાં કૌરવો અને પાંડવો સાથે રહેતાં હોય છે અને દરેક હિન્દુ રોજ થોડું થોડું મહાભારત જીવતો હોય છે.’
એકતરફ ગીતામાં જ્ઞાનનો એટલો અગાધ સાગર છે કે વર્ષોથી વિદ્વાનો એની ચર્ચા પુસ્તકો ભરી ભરીને કરતાં રહ્યાં છે ને બીજીતરફ એનો મૂળ મંત્ર કે સાર એટલો સરળ છે કે – ‘કરમ કિએ જા ફલ કિ ઈચ્છા મત કર એ ઈન્સાન, જૈસે કરમ કરેગા વૈસે ફલ દેગા ભગવાન, યે હૈ ગીતા કા જ્ઞાન… યે હૈ ગીતા કા જ્ઞાન…’ – જેવી ફિલ્મીગીતની એકાદી પંક્તિમાં પણ સમાઈ જાય છે. (ફિલ્મ : સન્યાસી)
કૃષ્ણ અર્જુનને કહે છે કે જો બકા, (આઈ મિન જો સખા) જે કંઈ પણ તું કરે છે તે અંતત: તો હું જ કરું છું આમ છતાં તારું એ કરવું જરૂરી છે. તું એ કરે છે માટે જ તો હું એ કરું છું. હું આ (ગીતાકથન) કરું જ છું એટલા માટે કે તું એ (યુદ્ધ) કરે. ધારું તો સુદર્શન કાઢીને હમણાં આખા કુરુક્ષેત્રનું કચુબંર કરી નાંખુ, પણ હું એમ કરીશ નહીં. જે તારે કરવાનું છે એ તારે જ કરવાનું છે.
ગીતા પ્રેક્ટિકલ છે. યુદ્ધનું મેદાન હોય અને રણશિંગાં વાગતા હોય ત્યારે એ ઠાલી અને ઠાવકી અહિંસાના વેવલા સિદ્ધાંતો વેરતી નથી. યુદ્ધે ચડેલા બાણાવળીનું જે કર્મ હોય એ કર્મ પર જ ભાર મુકીને કૃષ્ણ કહે છે કે, ‘તું ખાલી તારું કર્મ કર અને બાકીનું મારા પર છોડી દે. તારે માત્ર તારા ભાગે જે કર્મ આવ્યું છે એ કરવાનું છે અને એના બદલામાં કોઈ અપેક્ષા રાખવાની નથી. સિમ્પલ.’ હાઉ સિમ્પલ…!
ગીતા પ્રેક્ટિકલ તો છે જ પણ સાથોસાથ ફ્લેક્સિબલ પણ છે. દુનિયાભરનું જ્ઞાન અર્જુન સમક્ષ ઠાલવી દીધા પછી પણ કૃષ્ણ કહે છે કે – ‘યથેચ્છસિ તથા કુરુ’ – તને ઠીક લાગે એમ કર.
કૃષ્ણ કહે છે કે, ‘મારે તને જે કહેવાનું હતું એ કહી દીધું. જે સમજાવવાનું હતું તે સમજાવી દીધુ. હવે (આમ છતાં) હું તને એમ નથી કહેતો કે હું કહું એમ જ તું કર. હવે આ સાંભળ્યા બાદ પણ તું એ જ કર જે તને ઠીક લાગતું હોય. યથેચ્છસિ તથા કુરુ.’ અહીંયા પૂરુ.
ફ્રી હિટ :
ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર,
આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!
મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!
Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
જજમેન્ટલ હૈ ક્યા?: શાંત જળમાં અટકચાળા ન કર, કાંકરા નાંખીને કુંડાળા ન કર…!
ધર્મ અને પ્રેમ : પુરુષ અને પ્રકૃતિ ને પુરુષની પ્રકૃતિ
#MeToo Movement : રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ !
#MeTooનો અતિરેક : બસ, ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થવું જોઈએ!
` RJએ બિલ્ડરને કહ્યું, ‘મને બીજો ફ્લેટ આપ નહીં તો તારી સામે #MeToo કરીશ’