નામ તો સૂના હી હોગા…!
ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માનો પોતાનો શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ આવ્યો એ પહેલાં જે શોઝથી કપિલને લોકપ્રિયતા મળી એમાં સોનીનો ‘કોમેડી સર્કસ’ શો અગ્રેસર હતો. હું જે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું તે ‘કોમેડી સર્કસ’ની તમામ સિઝનનો લિડ રાઈટર હતો. તે ઓફિસિયલી કપિલનો પહેલો રાઈટર હતો. કપિલને તેની રાઈટિંગ સ્ટાઈલ પસંદ છે. એણે કપિલ શર્માની 200 અને ક્રિષ્ના અભિષેક અને સુદેશ લહેરીની જોડીની 350 સ્ક્રિપ્ટ્સ લખેલી. એ ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ સાથે પણ જોડાયેલો હતો અને ‘ધ કપિલ શર્મા શો’ સાથે પણ.
‘કોમેડી સર્કસ’ માટે લગલગાટ 625 સ્ક્રિપ્ટ્સ લખવા બદલ એના નામે લિમ્કા બુકમાં એવોર્ડ પણ નોંધાયેલો છે. ‘વેલકમ બેક’, નવાજુદ્દિન સિદ્દિકીની ‘ફ્રિકી અલી’ અને થોડા સમય પહેલાં જ આવેલી સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની ‘જબરીયા જોડી’ના ડાયલોગ્સ પણ એણે જ લખેલા. 25 જૂન 2014ના રોજ ડેક્કન ક્રોનિકલમાં બિનિતા રામચંદાનીનો એક અહેવાલ છપાયેલો. જેનું ટાઈટલ હતું – ‘Who makes Kapil Sharma funny?’
જેમાં આ માણસનો પરિચય આપવામાં આવેલો. એનું નામ રાજ, (નામ તો સૂના હી હોગા…!) રાજ શાંડિલ્ય.
ન સૂના હો તો અબ સૂન લો…!
એને પહેલેથી જ રાઈટર બનવું હતું, પણ પેરેન્ટ્સની ઈચ્છા હતી કે, લડકા પઢ લિખ કર ઈન્જિનિયર બન જાયે બસ… તો એણે BE શરૂ તો કર્યું, પણ રાઈટર એની પેન દોડાવતો રહ્યો, પેન રાઈટરને દોડાવતી રહી અને એની ફન્ની અને બળકટ કલમને ખેંચતુ રહ્યું ફિલ્મ સિટી મુંબઈ. બસ યે કલ પરસો કી હી બાત હોગી. શરૂઆતી સંઘર્ષ અને લગભગ દોઢેક દાયકાની સફર અને આજે એક્તા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી તેમજ ઝી સ્ટુડિયોઝે એનામાં વિશ્વાસ મુક્યો અને રાજની ડિરેક્ટર તરીકે પહેલી ડ્રિમ ફિલ્મ ‘ડ્રિમ ગર્લ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. તેને ‘ઉરી’, ‘લૂકાછૂપી’ અને ‘છીછોરે’ કરતા પણ મોટું ઓપનિંગ મળ્યું છે. તે આયુષમાન ખુરાનાની અત્યાર સુધીની બિગેસ્ટ ઓપનર સાબિત થઈ છે. એટલું જ નહીં, આ લખાઈ રહ્યું છે ત્યારે માત્ર 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ કમાણીમાં 70 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. એક એવા માણસની ફિલ્મ, જેને પોતાના સંઘર્ષના દિવસોમાં ભૂખ્યાં પેટે સુઈ જવું પડતું. પૈસાના અભાવે એક સમયે અંધેરીથી ગોરેગાંવ ચાલીને જતાં એ માણસની પહેલી ફિલ્મ આજે જોરદાર ચાલી રહી છે!
આ પણ વાંચો >છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
જો તમને કોઈપણ પ્રકારની કોમેડી ગમતી હોય, તમને ડબલ મિનિંગ સંવાદો ધરાવતું ‘કોમેડી સર્કસ’ ગમ્યું હોય, એ શોમાં કપિલના પર્ફોર્મન્સિસ ગમ્યાં હોય, ક્રિષ્ના-સુદેશની જોડીની ધમાલ ગમી હોય, કપિલના બન્ને શોઝ ગમ્યાં-ગમતાં હોય, આયુષમાનની સ્ક્રિપ્ટ સિલેક્શન સેન્સ અને એક્ટિંગ એબિલિટી પર ભરોસો હોય તો હવે અહીંથી એક પણ શબ્દ આગળ નહીં વાંચો તો ચાલશે, પણ પોતાના ગ્રૂપ સાથે આ ફિલ્મ જોઈ આવો. હાસ્યના ધોધ વરસશે. મારી ગેરંટી છે.
સ્ટોરી : પુજા, ‘તમે કિયાં તે ગામના ગોરી રાજ…’?
ફિલ્મની વાર્તા ગોકુળમાં આકાર લે છે અને ગોકુળથી ફરિદાબાદની આસ-પાસ ઘુમરાયાં કરે છે. ગોકુળમાં રહેતાં કરમના કરમ એવા ફૂટેલા છે કે તે સ્ત્રીનો અવાજ બહુ સારો કાઢતો હોવાથી બાળપણથી રામાયણમાં સિતા અને કૃષ્ણલીલામાં રાધા બનવાનું એના જ લમણે લખાયેલું છે. એ ઈચ્છે તો પણ કોઈ તેને સ્ત્રી પાત્ર સિવાય ઊભા થાંભલાનો પણ રોલ આપવા તૈયાર નથી અને ક્યાંય નોકરી પણ મળતી નથી. મૈણા (મૃત્યુ)ના સામાનની દુકાન ધરાવતા એના બાપા (અનુ કપૂર) આ મુદ્દે કાયમ એને મેણા મારતા રહે છે. એક વાર જોગાનુજોગ એને યુવતીઓ સાથે મધમીઠી વાત કરવાના પૈસા ખંખેરતા ડબલ્યુજીના (રાજેશ શર્માના) કોલ સેન્ટરમાં ‘પૂજા’ની નોકરી મળી જાય છે. મતલબ કે ‘કસ્ટમર્સ’ સાથે યુવતીના અવાજમાં પૂજા બનીને પ્રેમભરી વાતો કરવાની નોકરી.
આ પણ વાંચો >મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
અપને ‘કરમ’ કી કઠણાઈઈઈઈ….!
બાપાએ બ્લડ બેંકને બાદ કરતા બધી જ બેંકમાંથી લોન લઈ રાખેલી હોવાથી અને બીજે ક્યાંય નોકરી મળતી ન હોવાથી કરમ કમને એ નોકરી સ્વીકારી લે છે. નોકરી સ્વીકારતી વખતે એને સપને ય અંદાજ નહોતો કે આ દિવસે કરમ અને રાત્રે પૂજા બનવાના એના કરમ ભવિષ્યમાં કેવા ‘કમઠાણ’ સર્જશે! પછી બને છે એવું કે કરમના કરમની કઠણાઈના કારણે એની આસ-પાસના તમામ લોકો ફોન પર વાત કરી કરીને પૂજા એટલે કે એના જ પ્રેમમાં પડી જાય છે અને સર્જાય છે એક હિલેરિયસ ડ્રામા. જે ગુજરાતી નાટકોની જાહેરાતોની ભાષામાં કહીએ તો હસાવી હસાવીને દર્શકોના ગાભાં-ડુચા-છોતરા કાઢી નાંખે છે!
ડિરેક્શનમાં રાજ શાંડિલ્યએ પણ કમાલ કરી છે હોં! કોમેડી પંચ લખવાનો અને સિચ્યુએશનલ કોમેડી સર્જવાનો એનો અત્યાર સુધીનો તમામ અનુભવ એણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સંવાદોમાં નીચોવી નાંખ્યો હોય એવું લાગે. હિન્દી-ઉર્દુની ભેળપૂરી કરીને જાણીતા વનલાઈનર્સનો પણ એણે બરાબર વઘાર કર્યો છે. વન બાય વન ‘કોમેડી સર્કસ’ના એક્ટ્સ પ્રસ્તુત થતાં હોય એવું લાગે. એમાં પણ એકથી એક ચડિયાતા એવા એક્ટર્સ સિલેક્ટ કર્યા હોય કે કોમેડી પંચ ફોડવામાં જેમની બરાબર હથોટી હોય. જામો પડી જાય. તમે હજુ એક પંચ માટે પૂરૂ હસી ન રહ્યાં હોય ત્યાં જ લવિંગિયાંની સિરિઝની જેમ તડાક દઈને બીજો પંચ ફૂટે.
લાફ્ટર પંચના કેટલાંક નમૂના : મૈંને તેરી મા ‘સુનલી’ હૈ…!
કહીં એસા ન હો કી હમ યહાં કિસ્તે લે કે બૈઠે હો ઓર તુમ વહાં કિસ્તો મેં બટ જાઓ!
મેં દો મિનિટ કે લિએ બાથરૂમ ક્યા ગયા? મહેંગાઈ ઈતની બઢ ગઈ?
ઈલેક્ટ્રિક બિલ ભરવાની લાઈનમાં કરમ માહીને યુનિક સ્ટાઈલમાં પ્રપોઝ કરે છે કે, ‘મેં ચાહતા હૂં કી હમ દોંનો કા બિજલી કા બિલ એક હી એડ્રેસ પર આયે!’
ટાઈમ ઈતના ખરાબ ચલ રહા હૈ કિ કુત્તા ભી ભૌંકે તો લગતા હૈ એડવાઈઝ દે રહા હૈ!
જિંદગી મેં સારથી બન કે આયે થે પતા નહીં કબ સ્વાર્થી બન ગયે?
દુનિયા મેં હર કોઈ ગલત હૈ, સહી વો હૈ જો કમ ગલત હૈ.
સિગરેટ-શરાબ પીના બુરી આદત હો સકતી હૈ, બુરા કેરેક્ટર નહીં.
આ પણ વાંચો >ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
રિયલલાઈફ કટ ટુ રિલ’લાફ’!
આવા પંચ લખનાર રાજ પોતાના લખાણમાં સામાન્ય લોકોના જીવનમાંથી પ્રેરણા મેળવતો હોવાનું કહે છે, પણ તેની આ પ્રથમ ફિલ્મમાં તેના જીવનની પણ એક ઝાંખી ઝલક રમૂજી રીતે જોવા મળે છે. ફિલ્મમાં એક દૃશ્ય છે કે કરમને પહેલી નોકરીના કંઈક 25 હજાર એડવાન્સ મળ્યાં હોય છે અને તેના પિતા એ વાત માની નથી શકતાં ત્યારે કરમ એમને પૈસા બતાવીને વિશ્વાસ અપાવે છે અને તેનો મિત્ર સ્માઈલી (મનજોતસિંઘ) એક પંચ ફોડે છે કે, ‘પચ્ચીસો કી ઔકાત ન હોય ઓર પચીસ હજાર મિલ જાએ તબ ઐસા હી હોતા હૈ!’
આ દૃશ્યને મળતો એક પ્રસંગ રાજની રિયલલાઈફમાં પણ બનેલો. પરિવારે ક્રિએટિવ રાઈટરના માથે પરાણે બી.ઈ.નો બોમ્બ ઝીંકી દીધા બાદ તે દર વિકેન્ડમાં ભોપાલથી મુંબઈ દોડી જતો અને લખવાની તક શોધતો. આ ધંધો તેણે ઓલમોસ્ટ અઢી વર્ષ સુધી કર્યો. ફાઈનલી, એને બ્રેક મળ્યો અને 23 હજાર રૂપિયાનો પહેલો ચેક હાથમાં આવ્યો. તેના પેરેન્ટ્સ એ વાત માની જ નહોતા શકતા કે તેને કોઈ લખવાના આટલા રૂપિયા આપે. અંતે તેમને વિશ્વાસ અપાવવા તેણે પોતાના પેરેન્ટ્સને ફેક્સ અને ટ્રાન્સફર થયેલી રકમનો કોઈ લેટર મોકલેલો. ત્યારે છેક તેના એન્જિનિયરિંગપ્રેમી માતા-પિતાને રિયલાઈઝ થયેલું કે તેમના પુત્રએ સાચી દિશા પકડી છે.
ખેર, પોતાની જિંદગીના ઉતાર-ચડાવની જેમ જ રાજ સ્ટોરીને રમાડતાં રમાડતાં ઈન્ટરવલ સુધીમાં ડ્રામાની હાઈટ પર પહોંચાડે છે અને ઈન્ટરવલ બાદ પણ એ ડ્રામા એ જ ગતિ સાથે છેક અંત સુધી કન્ટિન્યૂ રહે છે.
Volcano of Talent : માન ના માન મેં તેરા આયુષમાન!
આયુષમાન ખુરાનાની તો શું વાત કરવી! પહેલા તો એનો ચહેરો જોઈને લાગે જ નહીં કે આ છોકરો ક્યારેક ‘રોડિઝ’ બન્યો હશે! એક જ માણસમાં કેટકેટલી પ્રતિભા…! આર.જે., વી.જે. (વીડિયો જૉકી), એક્ટર, સિંગર, મ્યુઝિક કમ્પોઝર, એન્કર, રાઈટર…
એણે કોલેજ થિએટર અને સ્ટ્રીટ પ્લેઝથી માંડી કેટકેટલું કર્યુ! …અને એવું નહીં કે એણે આ બધું ટ્રાયલ એન્ડ એરરની જેમ અજમાવ્યું. એણે જેમાં હાથ નાંખ્યો એમાં પોતાનું 100 ટકા આપીને પ્રતિભા પૂરવાર કરી. આરજેઈંગ કર્યું તો યંગ અચિવર્સ એવોર્ડ મેળવ્યો. (બાય ધ વે, એના એક શોનું નામ ‘માન ન માન, મેં તેરા આયુષમાન’ હતું.) પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ માટે બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. સિંગિંગ કર્યું તો ‘પાની દા રંગ…’ માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો. (એ સોંગ એણે એ 2003માં કોલેજમાં હતો ત્યારે લખેલું.) ‘અંધાધૂન’ માટે નેશનલ એવોર્ડ* મેળવ્યો.
આ પણ વાંચો >બરેલી કી બરફી : હજૂ થોડુ વધુ ગળપણ હોત તો વધુ મજા આવેત!
એના પિતા પી.ખુરાના બહુ જાણીતા જ્યોતિષ છે અને જ્યોતિષ ઉપરાંત હિલિંગ, ટેરો, ન્યૂમરોલોજી સહિત અનેક વિદ્યાઓ પર પુસ્તકો લખી ચૂક્યાં છે. કહે છે કે, એમણે જ આયુષમાનને પોતાનું નસિબ અજમાવવા ચંદિગઢથી મુંબઈ જવા પુશ કરેલો. શું જ્યોતિષ પિતા પુત્રમાં રહેલી ‘અપારશક્તિ'(આયુષના ટેલેન્ટેડ ભાઈનું નામ) અગાઉથી જ પિછાણી ગયાં હશે? શું એમણે પુત્રના ચમકદાર ભાવિની સ્ક્રિપ્ટ આગોતરી જ વાંચી લીધી હશે?
આયુષની ‘સ્ક્રિપ્ટોસોફી’: ઓડિયન્સનો ભાગ બની જાવ!
સ્ક્રિપ્ટ પરથી યાદ આવ્યું કે આયુષમાન જે રીતે બેક ટુ બેક ‘દમ લગા કે હઈશા’, ‘બરેલી કી બરફી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘અંધાધૂન’, ‘બધાઈ હો’, ‘આર્ટિકલ 15’ અને ‘ડ્રિમ ગર્લ’ જેવી એકથી એક ચડિયાતી ફિલ્મો આપી રહ્યો છે અને એની ન ચાલેલી ‘નૌટંકી સાલા’ અને ‘હવાઈઝાદા’ જેવી ફિલ્મોના પણ મૂળ કોન્સેપ્ટ તો નબળા નહોતાં, એ જોતાં આપણને સ્વાભાવિક જ સવાલ થાય કે આની સ્ક્રિપ્ટ સેન્સ આટલી સારી કેવી રીતે છે?
આ પણ વાંચો >મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
વારંવાર પૂછાતાં આ સવાલના જવાબમાં તે વારંવાર કહેતો રહ્યો છે કે, ‘ફિલ્મની પસંદગી કરવા માટે તમારે ઓડિયન્સનો ભાગ બની જવું પડે. હું ચંદિગઢથી આવેલા એક સામાન્ય યુવાનની જેમ ફિલ્મો પસંદ કરું છું. હું મારો રોલ કેવડો છે? એના પર જ ફોકસ કરવાના બદલે ફિલ્મને ટોટાલિટીમાં જોઉં છું. મેં ઘણાં સ્ટ્રીટ પ્લે કર્યાં છે અને રેડિયો તેમજ ટેલિવિઝનના માધ્યમથી મને પબ્લિક સાથે ઈન્ટરેક્શનની તક મળી છે. જેનો મને ફાયદો મળે છે. હું એવું નથી કહેતો કે હું લોકોની નાડ પારખું છું, પણ મને એટલી જરૂર ખબર પડે છે કે જો તમે ઓડિયન્સ પૈકીના જ એક બનીને રહો અને ઓડિયન્સને જાણી તો એમની પસંદ-નાપસંદ જાણવી અઘરી નથી.’
યે હી (તો) હૈ જિંદગી…!
આગળ મેં થોડાં હળવા ટોનમાં આયુષના પિતા જ્યોતિષ હતાં તો કદાચ એમણે આયુષ વિશે આગોતરું કંઈક ભાળ્યું હોવાની વાત કરી, પણ ગ્રહો સારા હોય તો પણ માત્ર ગ્રહો સારા હોવાથી જ કશું નથી થતું. મહેનત અને કમિટમેન્ટ પણ જોઈએ. ‘શો મસ્ટ ગો ઓન’ના સિદ્ધાંત મુજબ સંજોગો સામે લડવુ પણ પડે. મુંબઈમાં પગ મુક્યા બાદ આયુષે પોતાની જાતને વચન આપેલું કે જ્યાં સુધી કામ નહીં મળે ત્યાં સુધી મુંબઈનો બિચ નહીં જોઉં. એ જુહુ બિચ પાસેથી ઓટોમાં પસાર થતો ત્યારે રીતસર પોતાની આંખો મિંચી દેતો હતો. જોકે, આ સિલસિલો એકાદ અઠવાડિયું જ ચાલ્યો અને તેને કામ મળી ગયું.
આ પણ વાંચો >કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
ઓક્ટોબર 2018ની વાત છે. એક તરફ તે બેક ટુ બેક હિટ્સ આપી રહ્યો હતો અને બીજી તરફ તેની પત્ની તાહિરાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. જે દિવસે ‘બધાઈ હો’ રિલિઝ થઈ એ દિવસથી જ તેની પત્નીની કિમોથેરાપીની પહેલી સાઇકલ શરૂ થઈ. Rediff.comને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તે કહે છે, ‘એ દિવસ સહેલો નહોતો, પણ આ જ જિંદગી છે.’
એક્ટિંગ : કપૂર Horn(y), નૂસરત OK, બિસ્ત please…!
આયુષમાન તો નેચરલ અને ફ્લોલેસ લાગે જ છે, પણ અનુ કપૂરે કમાલ કરી છે. હ્યુમર માટે જરૂરી જગજીતના કેરેક્ટરનું Horny ટ્રાન્સફોર્મેશન એમણે મસ્ત કર્યું છે.
કોઈપણ ડાયલોગ વિના પણ સ્ક્રિન પર છવાઈ શકવાની ક્ષમતા ધરાવનારા એક્ટર્સ પૈકીના એક એવા વિજય રાઝને અહીં પોતાની કોમિક સેન્સ બતાવવાની બરાબર તક આપવામાં આવી છે અને તેઓ બરાબરના ખીલ્યાં છે. રાજેશ શર્માની ખાસિયત છે મોટી વિશાળ આંખો અને એક એવું સ્મિત, જેમાં ખંધાઈ, લુચ્ચાઈ, કુટીલતાથી માંડીને નિસ્વાર્થપણાં સુધીની વિશાળ રેન્જ ભરી છે. એમનો પણ ડિરેક્ટરે બરાબર ઉપયોગ કર્યો છે. ‘ફૂકરે’ બાદ મનજોતસિંઘને ઓલમોસ્ટ ફૂકરે ટાઈપના જ હીરોના મિત્રના કેરેક્ટર મળતાં રહ્યાં છે અને તે એમાં દર્શકોને નિરાશ કરતો નથી. મહેન્દરનું પાત્ર કરતાં અભિષેક બેનર્જીની પણ કોમિક ટાઈમિંગ સારી હોવાની વાત હવે છૂપી નથી.
રોમાના કેરેક્ટરમાં નિધિ બિસ્તને જોઈને મજા પડી. એ એની યુ ટ્યુબ સિરિઝ ‘બિસ્ત, પ્લીઝ!’ના ટાઈમથી મારી ફેવરિટ છે. યુ ટ્યુબ પર એનું ‘ધ વાઈરલ ફિવર’ અને ગ’ર્લીયાપ્પા’ જેવી ચેનલ્સ માટેનું કામ અન્ય વર્કસ દર્શાવે છે કે તે આ ઈન્ડસ્ટ્રીમાં ખુબ લાંબુ અને સારું ખેંચવાનું પોટેન્શિયલ ધરાવે છે. નુસરત ભરુચાના ભાગે બહુ ઓછું કામ આવ્યું છે. એના કરતાં મેં ઉપર ગણાવ્યા એ પાત્રો વધારે છવાયેલા રહે છે. આમ પણ ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કી ટીટ્ટુ કી સ્વિટી’માં લવ રંજને એની ઈમેજનું જે મસ્ત ‘પંચનામુ’ કર્યુ છે એ જોઈને એવું જ લાગે કે એને થોડાં વેમ્પ ટાઈપના કેરેક્ટર્સમાં જ જોવાની મજા આવશે. બાકી દેખતે હૈ આગે.
સોંગ્સનું સરવૈયું : એક ભજન પરથી, બીજું મરાઠી રિમિક્સ, ત્રીજામાં ધૂનની ઉઠાંતરી
‘રાધે રાધે રાધે…’ વારંવાર સાંભળવું ગમે તેવું ડાન્સ સોંગ છે.એમાં ગીતકાર કુમારની એક લાઈન છે કે, – ‘પૂરી ભી હૈ અધુરી ભી હૈ…હમ દોંનો કી કહાની…’ – જે રાધા-કૃષ્ણ પર પણ લાગુ પડે અને ફિલ્મની લવ સ્ટોરીને બંધ બેસે છે. ‘દિલ કા ટેલિફોન’ સોંગ રમતિયાળ છે અને વાર્તાને આગળ ધપાવે છે. મૂળ દાદા કોંડકેના કલ્ટ મરાઠી સોંગ ‘ઢગાલા લાગલી’નું રિમિક્સ સારું ડાન્સ સોંગ છે. જેમાં રિતેશ દેશમુખની પણ ‘મુહ દિખાઈ’ મતલબ કે કેમિયો છે!
મિત બ્રધર્સે કંપોઝ કરેલા ‘ઈક મુલાકાત મૈં…’ સોંગમાં મને ‘મેરે રસ્ક-એ-કમર’ની ધૂનની છાંટ સ્પષ્ટ વર્તાય છે. બે ત્રણ વાર ‘રસ્ક-એ-કમર’ના અલગ અલગ વર્ઝન્સ સાંભળો અને પછી આ સોંગ ‘ઈક મુલાકાત મૈં…’ શબ્દોથી સાંભળો એટલે આ સામ્યતા ઉડીને કાને વળગે છે.
આ ગીતના શબ્દો જુઓ :
क्यूँ ख्यालों में कुछ बर्फ सी गिर रही
रेत की ख्वाहिशों में नमी भर रही
मुसलसल नज़र बरसती रही
तरसते हैं हम भीगे बरसात में
इक मुलाक़ात..
इक मुलाक़ात में, बात ही बात में
उनका यूँ मुस्कुराना गज़ब हो गया
कल तलक जो मेरे ख्यालों में थे
रूबरू उनका आना गज़ब हो गया
मोहब्बत की पहली मुलाक़ात का
असर देखो ना जाने कब हो गया
इक मुलाक़ात में, बात ही बात में
उनका यूँ मुस्कुराना गज़ब हो गया
હવે ‘રસ્ક-એ-કમર’ના શબ્દો જુઓ :
बर्क सी गिर गयी काम ही कर गयी
आग ऐसी लगायी मज़ा आ गया
जाम में घौल कर हुस्न की मस्तियाँ
चांदनी मुस्कुराई मज़ा आ गया
चाँद के साए में ऐ मेरे साकिया
तू ने ऐसी पिलाई मज़ा आ गया
नशा शीशे में अंगड़ाई लेने लगा
बज़्म रिन्दान में सागर खनकने लगा
मैकदे पे बरसने लगी मस्तियाँ
जब घटा गिर के छाई मज़ा आ गया
શબ્દોમાં પણ રાઈમિંગની સામ્યતા છે. ‘રસ્ક-એ-કમર’માં ‘બર્ક સી ગીર ગઈ’ છે તો ‘ઈક મુલાકાત મૈં’માં ‘બર્ફ સી ગિર રહી’ છે. સંગીતમાં વચ્ચે વચ્ચે ટુકડાંમાં નૂસરતસાહેબની સ્ટાઈલના તબલા, તાલીઓ અને કોરસ સાંભળવા મળે છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ સોંગ ‘મેરે રસ્ક-એ-કમર…’થી જ ઈન્સપાયર્ડ છે. ખેર, નૂસરતસાહેબના દીવામાંથી તો ઘણાંએ પોતાનો દીવો સળગાવ્યો છે. કુલ મિલાકે પાંચ સોંગ, એમાં એક ટ્રેડિશનલ ભજન પરથી, એક મરાઠી સોંગનું રિમિક્સ અને એકમાં નૂસરતસાહેબની ધૂનની ઉઠાંતરી. આમ છતાં ઓવરઓલ સાંભળવું ગમે તેવું સંગીત.
આ પણ વાંચો >‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
ફિલ્મની ફિલોસોફી : पेश आएगी किसीकी ज़रूरत कभी-कभी।
સતત કોમેડી અને ધમાલ વચ્ચે પણ ફિલ્મ સુંદર રીતે સુગરકોટેડ કરીને આજના યુગ માટે બહુ જરૂરી એવો મેસેજ આપવામાં સફળ રહી છે. ‘ચિકની ચુપડી’ વાતોના કોલ સેન્ટરમાં લાગ્યા બાદ કરમ ઉર્ફે પૂજાને રિયલાઈઝ થાય છે કે, દુનિયાની ગલીઓમાં અને સોશિયલ મીડિયા પર ભીડ જેમ જેમ ઉભરાઈ રહી છે એમ એમ માણસ વધુને વધુ એકલો પડતો જાય છે. એમનો કોઈ દોસ્ત નથી. જે એમની અંદર ફળફળતી હૈયાવરાળ સાંભળે. દરેકને એક પૂજાની જરૂરત છે. ‘ડ્રિમ ગર્લ’ પૂજા એ કોઈ જેન્ડર નથી. એક ખભો છે. જેની સાથે દરેક વાત શેર કરી શકાય. જે ઘર-પરિવાર કે દોસ્ત-દુનિયામાંથી કોઈપણ હોઈ શકે છે.
1968માં આવેલી ધર્મેન્દ્રની ફિલ્મ ‘આંખે’ માટે સાહિર લુધિયાણવીએ એક ગીત, નહીં બંધારણ જોતાં આમ તો ગઝલ લખેલી. જેના બે શેર છે કે –
तनहा न कट सकेंगे जवानी के रास्ते
पेश आएगी किसीकी ज़रूरत कभी-कभी
फिर खो न जाएं हम कहीं दुनिया की भीड़ में
मिलती है पास आने की मुहलत कभी-कभी
જ્યારે જિંદગીના દુર્ગમ રસ્તાઓ તન્હા ન કાપી શકાય, ઉંમરના કોઈપણ પડાવે ભયંકર ખાલીપો અનુભવાય અને ‘કિસીકી જરૂરત’ જ્યારે પોતાનું બિહામણું મોં ફાડીને ઊભી રહે ત્યારે બહારથી ભર્યોભાદર્યો લાગતો માણસ પણ અંદરથી બહુ વ્યાકુળતા અનુભવતો હોય છે. ‘ભીડમાં તન્હાઈ’ અનુભવવાની માણસ માત્રની એ ગ્લોબલ વ્યથાના તાંતણાને ઉપાડી, એમાં એક મસ્ત મજાનો કોન્સેપ્ટ વણી, એમાં ઠાંસી ઠાંસીને સિચ્યુએશનલ કોમેડી નાંખીને બનાવવામાં આવેલી એક કમાલ, ધમાલ, મારફાડ કોમેડી ફિલ્મ એટલે ‘ડ્રિમ ગર્લ’!
તમારી પાંચ કે પંદર મિનિટ કોઈના ‘આયુષ’ના પંદર કે પચાસ વર્ષ વધારી શકે
આ વર્ષે 20મેના (જોગાનુજોગ મારા બર્થડેના) રોજ જામનગરના ડો.શ્વેતા ઉપાધ્યાય દવેએ એક ફેસબુક પોસ્ટ મુકેલી. જે આ મુજબ છે –
MY DOOR IS ALWAYS OPEN.
Kettle is on, sofa warm, and my home is a place of NON-JUDGEMENT. Any of my FRIENDS who need to chat, or just be, are welcome anytime. DONT ever SUFFER in silence. I’ve got tea & coffee, milk & sugar, biscuits, cookies, even a full meal.
You are NEVER NOT welcome!! #DarknessIntoLight.
Could at least one friend, please copy and paste this? I’m trying to demonstrate that someone is always listening!
#mentalhealth
#suicideawareness
આ પોસ્ટ mentalhealth અને suicid eawareness કેમ્પેઈનના ભાગરૂપે મુકવામાં આવેલી. દુનિયાભરમાં લોકોએ આ પોસ્ટ મુકેલી. એની પાછળનો હેતુ પણ એ જ હતો કે છે જે આ ફિલ્મનો સંદેશ છે કે ‘દુનિયા કી ભીડ’માં એકલા પડી ગયેલા લોકોને બે ઘડી સાંભળીને સંભાળી લેવામાં આવે તો કદાચ કોઈ આપઘાત અટકી જાય. પચાસ ટકા સમસ્યા તો માત્ર માણસને સાંભળી લેવાથી જ સોલ્વ થઈ જતી હોય છે. ઘણી વાર તો ‘કોઈ મને સાંભળે’થી વિશેષ વાસ્તવિક સમસ્યા તો કોઈ હોતી જ નથી.
આ તો ખાસ વાંચો >From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
જો આ વાત સાથે તમે સહમત હોવ તો તમે પણ ઉપર મુકેલી પોસ્ટ તમારા સોશિયલ મીડિયા પર મુકીને અને કોઈ દોસ્ત માટે પોતાના ઘરના દરવાજા ખોલીને #suicideawareness કેમ્પેઈનમાં જોડાઈ શકો છો. કારણ કે વિશ્વમાં 300 મિલિયન લોકો ડિપ્રેશન સહિતની માનસિક બિમારીઓથી પીડાઈ રહ્યાં છે અને આનું પ્રમાણ 2005થી 2015ના દાયકામાં 18 ટકાથી વધુની ઝડપે વધેલુ જણાયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એક વર્ષ લાંબુ જાગૃત્તિ અને મદદ અભિયાન ચલાવેલું. તમે આપેલી પાંચ કે પંદર મિનિટ કોઈના જીવનના 15 કે 50 વર્ષ વધારી શકે છે. અસ્તુ.
ફ્રી હિટ :
‘અંધાધૂન’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવનને કોઈએ પૂછ્યું કે એ ફિલ્મના અંત અંગે જાત જાતની થિયરીઓ ચાલેલી એમાં સૌથી વધારે સ્ટ્રેન્જ તમને કઈ લાગેલી.
એમણે હસતાં હસતાં જવાબ આપ્યો કે, ‘એ જેમાં કહેવાયું છે કે અંતે આયુષમાનને સસલાંની આંખો લગાવવામાં આવેલી!’
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!
મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!
કૂંચી આપો બાઈજી… : એક ટોયલેટ કથા!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!