skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!

October 27, 201912 second read

1c65bf1f-2d06-44c3-bc43-b6262ea37be6
> મુસિબતોના કાળા ડિબાંગ વાદળો સામે લડીને જીવનના આકાશમાં ખુશીઓના ફૂલ ગુલાબી રંગો પૂરનારા પરિવારની પ્રેરક સત્યકથા આધારિત ફિલ્મ

ફિલ્મની વાર્તા દિલ્હીની યુવતી આયેશા ચૌધરીના જીવન પર આધારિત છે. એ જન્મી ત્યારથી જ તેના માથે મોત ભમતું હતું. તે ઈમ્યુન ડેફિસિએન્સી ડિસઓર્ડર એટલે કે રોગપ્રતિકારક શક્તિના અભાવ સાથે જન્મેલી. દસ લાખમાંથી કોઈ એક કપલના જીન્સ એવા રેર અને ફોલ્ટી હોય છે કે તેમનું સંતાન રોગ પ્રતિકારક શક્તિ વિનાનું જન્મે.

આયેશા અને તેના માતા-પિતા પ્રતિકારક શક્તિ વિના પણ આંતરિક શક્તિ અને હિંમતના બળે તમામ માનસિક યાતનાઓ વેઠીને આયેશાના શરીરમાં પેદા થતી અનેક શારિરીક સમસ્યાઓ સામે સતત ઝઝુમતાં રહ્યાં. તેને જીવાડવા માટે છ મહિનાની ઉંમરે જ તેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડેલું. એ પછી પણ કોઈ ચેપ ન લાગે એની સાવધાની સાથે પૂરક ટ્રિટમેન્ટ્સ તો ચાલુને ચાલુ. પછીની થેરાપીઓ અને તેની સાઈડ ઈફેક્ટના કારણે તે વધુ એક ઘાતક રોગનો શિકાર બની. કહે છે ને કે આશા અમર હોય છે. એ આશાના આધારે જ ચૌધરી પરિવારે સતત દોઢ દાયકાથી વધુ સમય સુધી મોત સામે સંઘર્ષ કરીને આયેશાને જીવતી રાખી. જીવતી રાખી એટલુ જ નહીં, એવી તો ઝિંદાદિલ રાખી કે તે ટીનએજમાં જ ઓથર અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતી પામીને 18માં વર્ષે અમર થઈ ગઈ.

આ પણ વાંચો > છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!

આ વાર્તા ફિલ્મમાં ક્યાંય ઓવર ડ્રામેટિક કે લાઉડ થયા વિના, મજબૂત એક્ટિંગ, મજેદાર સંવાદો અને સારી માવજત સાથે મનોરંજક રીતે કહેવાઈ છે.

આયેશાનું પાત્ર થોડા સમય પહેલા જ અંગત ધાર્મિક કારણોસર બોલિવૂડ છોડવાનું એલાન કરીને વિવાદમાં આવેલી ઝાહિરા વસીમે ભજવ્યું છે. એ જ કારણોસર એણે સર્જકોને પોતાને ફિલ્મના પ્રચારથી પણ દૂર રાખવાની વિનંતી કરેલી. એના માતા-પિતા અદિતી અને નિરેન ચૌધરીના પાત્રોમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર જોવા મળે છે. ત્રણેયની એક્ટિંગ દમદાર છે. આયેશાના ભાઈ ઈશાનના પાત્રમાં રોહિત સુરેશે પણ નોંધનિય અભિનય કર્યો છે.

આવા જ વિષય પર અગાઉ બહુ વખણાયેલી કલ્કી કોચલિન ફેમ ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ બનાવી ચૂકેલા નેશનલ એવોર્ડી ડિરેક્ટર સોનાલી બોઝે અહીં પણ વિષય અતિગંભીર હોવા છતાં ફિલ્મનો ટોન શક્ય હોય ત્યાં સુધી હળવો રાખવાનો પ્રયાસ કર્યો છે. જે એક માંદગી કે દર્દીની વાત પર આધારિત ફિલ્મને પોતે જ માંદી બની જતી અટકાવે છે. આખી વાર્તા ખુદ આયેશાના જ વોઈસ ઓવર સાથે કહેવાઈ છે એ ગમ્યું. આયેશાના વોઈસઓવરમાં કે કોઈ દૃશ્યમાં ક્યાંય કોઈ મેલોડ્રામા નથી. આમ છતાં ઘણી વાર એવું બને કે આંખના ખૂણે ભીનાશ વર્તાતી હોય અને હોઠ પર મરક મરક થતા હોય. એ રાઈટિંગની ખાસિયત છે. નવાઈ નથી કે રાઈટિંગ ક્રેડિટ્સમાં જુહી ચતુર્વેદીનું પણ નામ છે.

આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!

ફિલ્મમાં એક સરસ સંવાદ છે કે અદિતીના પુત્ર ઈશાનને પોતાના પેઈન્ટિંગના આકાશમાં પિંક રંગ ભરવા બદલ ટીચરે ઠપકો આપ્યો હોય છે ત્યારે અદિતી એને કહે છે કે, ‘ટીચર ગલત હૈ, તુમ સહી હો. તુમ્હારે સ્કાય કા કલર તુમ જો ચાહો વો રખ સકતે હો. કિસી કે કહેને પર ઉસે ચેન્જ કરને કી જરૂરત નહીં.’ સાચી જ વાત છે ને… દરેક વ્યક્તિનું પોતપોતાનું એક આગવું આકાશ હોય છે! અને આમ તો આકાશનો પોતાનો પણ કોઈ રંગ ક્યાં હોય છે? એ તો જેવી મૌસમ હોય એવું દેખાય અને તમે તમારા પોતાના આકાશમાં જેવા રંગ પૂરવા હોય એ પૂરી શકો. ફિલ્મનો આ જ સંદેશ છે કે મુસિબતોના કાળા ડિબાંગ વાદળોથી ડર્યા વિના પોતાના આકાશમાં ખુશીના ફૂલગુલાબી રંગો પૂરતા રહેવાના.

આ પણ વાંચો > લાલ કપ્તાન : ધબાય નમ:!

આ ફિલ્મ જોયા બાદ સમજાય છે કે પ્રિયંકા શા માટે આ ફિલ્મ માટે પોતાના લગ્નના ચાર દિવસ પહેલા સુધી શૂટિંગ કરી રહી હતી અને શા માટે તેણે આ ફિલ્મ માટે સલમાન ખાન સાથેની ભારત ફિલ્મ ઠુકરાવી દીધેલી. આવી ફિલ્મ માટે એવી દસ ‘ભારત’ કુરબાન કરી શકાય. બ્રેવો પ્રિયંકા. પ્રિયંકા આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી સફળ થઈ છે એ એનાલિસિસનો વિષય છે, પણ એના પોતાના ધારાધોરણો તે આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રિયંકાએ બોલિવૂડમાં છેલ્લે (કદાચ વુમન સેન્ટ્રીક રોલ હોવાના કારણે) ‘જય ગંગાજલ’ જેવી બકવાસ ફિલ્મ આપેલી પછી ‘ભારત’ કરતાં ‘બહારના ઓર્ડર્સ’ પર વધુ ધ્યાન આપ્યું અને હવે બોલિવૂડમાં પાછી આવી ત્યારે એણે ‘ધ સ્કાય ઈઝ પિંક’ આપી. જેમાં એ પોતે પણ પ્રોડ્યુસર છે. પ્રોડ્યુસર તરીકે તેણે ભોજપુરી, પંજાબી, મરાઠી, નેપાલી અને આસામી ફિલ્મોને પ્રોત્સાહન આપ્યુ છે. પ્રિયંકા પ્રોડ્યુસર હોય એવી બે મરાઠી ફિલ્મો ‘પાની’ અને ‘વેન્ટિલેટર’ નેશનલ એવોર્ડ ઉસેટી ગઈ છે. હવે આ ફિલ્મ પણ અનેક એવોર્ડ્સ ઉસેટી જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો > વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!

માઈનસ પોઈન્ટ જોવા જઈએ તો સંગીત ઠીકઠાક છે અને થોડી લાંબી લાગે છે. એન્ડ ટાઈટલ્સ પરથી ખ્યાલ આવે છે કે આ વાર્તા ડિરેક્ટર સોનાલી બોઝના દિલની બહુ નજીક હશે એટલે જ કદાચ ફિલ્મ લાંબી ચાલે છે. સર્જકના પોતાના દિલની નજીક હોય એ કૃતિ યાસે અનાયાસે લાંબી થઈ જ જતી હોય એનું ક્લાસિક ઉદાહરણ રાજકપુરની ‘મેરા નામ જોકર’ છે. એ એમના દિલની બહુ નજીક હતી અને લાંબી પણ એટલી જ હતી. બાકીનો ઈતિહાસ સર્વવિદિત છે.

આ પણ વાંચો > મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!

ઓવરઓલ, આ એક એવી ફિલ્મ છે જેને જોવા સિનેમાઘરમાં જનાર વ્યક્તિ એક પારિવારીક અહેસાસ, સંવેદનો અને લાગણીઓમાં ઝબોળાઈને બહાર નીકળશે. મસ્ટ વોચ ફેમિલી ફિલ્મ.

એક્સ્ટ્રા શોટ :

જ્યારે કોઈ વ્યક્તિ ‘લાખો મેં એક’ પ્રકારની બીમારી સામે જીવવા લડી રહી હોય ત્યારે એ રોગ સામે માત્ર એ એક વ્યક્તિ કે મેડિકલ સાયન્સ જ નથી લડી રહ્યું હોતું, એ વ્યક્તિની આસ-પાસના તમામ લોકો, એ ઘરની આર્થિક પરિસ્થિતિ અને સમાજ સહિત એક રીતે સમગ્ર માનવજાત એની સામે ઝઝુમી રહી હોય છે. એ જ તો કારણ છે કે વિશ્વમાંથી સજીવોની જાત જાતની અને ભાત ભાતની પ્રજાતિઓ લુપ્ત થઈ જાય છે, પણ કોઈપણ કાળમાં અનેક રોગચાળા ત્રાટક્યા બાદ પણ કાળા માથાનો માનવી કોઈને કોઈ રીતે ટકી રહે છે. …અને ઘણીવાર માત્ર ટકી રહેવું એ પણ એક ઘટના હોય છે.

*નોંધ :જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.

કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!

મારા અન્ય Articles :

સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!
કાળીચૌદસ સ્પેશિયલ હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!
મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!
કૂંચી આપો બાઈજી… : એક ટોયલેટ કથા!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ…!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ઈન્ડિયન સાઈકોનોમી : રવિશંકર પ્રસાદનું ઊંટવૈદું અને અનર્થતંત્ર!
ગીતા : ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top