સ્ક્રિનશોટ : http://hindi.fakingnews.com/
ફિલ્મ ક્યાંક હસાવે છે, પણ મોટેભાગે એવું લાગે જાણે કોઈ તમારા લમણે રિવોલ્વોર રાખીને કહેતું હોય કે, ‘દાંત કાઢ નહીં તો ભડાકે દઈશ!’ મેકર્સનો ઈરાદો સ્પષ્ટ છે કે કોઈપણ ભોગે પ્રેક્ષકોને હસાવવા અને કમાણી કરવી. ધેટ્સ ઈટ.
આ પણ વાંચો > ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
મેકર્સે ‘આજ મેરા ફાસ્ટ હૈ ઈસલિએ થોડા સ્લો માર રહા હું’, ‘મેં અબલા હું, તબલા નહીં’, ‘જીસમે જોર નહીં હોતા હૈ, વો હી કમજોર હોતા હૈ’, ‘કટપ્પા તો એક હી કટ મેં પાપા બન ગયા’, ‘ઈસને જેન્ડર કા ટેન્ડર નહીં ભરા’ અને ‘મેં લોન લેને ગયા થા, યસ બેંક ને નો બોલ દિયા’ જેવા સંવાદો, કોઈને ભૂંડની પોટ્ટી ચટાડી દેવા ટાઈપની ટ્રિક્સ, રણજીતની પેલી વલ્ગર સ્ટાઈલમાં હોઠ પર જીભ ફેરવીને ‘ઓયે…’ બોલવાની સ્ટાઈલ, માથા પર ચરકતા કબૂતર અને હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીની એ જ પેલી ‘ઈસકી બીવી ઉસકી ને મારીવાલી તેરી’વાળી સિચ્યુએશન્સ અને થોડી સ્લેપસ્ટિક કોમેડીથી દર્શકોને હસાવવાનો ખુબ મરણિયો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો > લાલ કપ્તાન : ધબાય નમ:!
ફિલ્મમાં ઠેર ઠેર લગભગ અડધો ડઝન જેટલા મુવી કે સિરિઝમાંથી માલ-મસાલો ઉપાડીને તેનો હાઉસફૂલ સ્ટાઈલમાં ભદ્દો વઘાર કરવામાં આવ્યો છે. અક્ષય કુમારનું આગલા જન્મનું કેરેક્ટર ‘બાલા’ 2012માં આવેલી ઈંગ્લિશ પોલિટિકલ સટાયર ફિલ્મ ‘ધ ડિક્ટેટર’ના વાડિયાના સરમુખત્યાર અલાદ્દિનથી સારું એવું ઈન્સપાયર્ડ છે. બાલા અલાદ્દિનની જેમ જ નાની નાની ભૂલો માટે ગળા પર હાથ ફેરવીને ગમે તેને મારી નાંખવાનો ઈશારો કરતો. એ ફિલ્મમાં પણ અલાદ્દિને જેમને મારી નાંખવાના ઈશારા કરેલા તે પાછળથી જીવતાં નીકળે છે અને ‘હાઉસફૂલ 4’માં પણ એવું જ થાય છે. વળી, અલાદ્દિનનું પાત્ર પોતે કિમ જોંગ ઈલ અને ગદ્દાફી જેવા સરમુખત્યારોથી પ્રેરિત હતું. બાલાના કોસ્ચ્યૂમ્સ અને લૂક ‘બાજીરાવ મસ્તાની’ના પેશ્વા જેવા છે. અક્ષય કુમારનું આ જન્મનું કેરેક્ટર હેરી સેકન્ડોમાં ભૂલવાની એ જ ખામી ધરાવે છે જે ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝીની એક ફિલ્મમાં જોની લિવરનું પેલું ‘ભૂઉલાઆઆ’વાળુ કેરેક્ટર ધરાવતું હતું.
આ પણ વાંચો > સાંઢ કી આંખ : સચોટ, પ્રેરક, બુલ્સઆઈ વેધક ‘દાદીગીરી’!
રાણા દગ્ગુબાતીનું પૂર્વજન્મનું કેરેક્ટર ગામા ‘બાહુબલી’ના કાલકૈયા અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ના ખાલ ડ્રોગાથી ઈન્સપાયર્ડ હોય એવું લાગે. ફિલ્મમાં બોબી દેઓલ સસ્તો ‘કટપ્પો’ બન્યો છે. એક દૃશ્યમાં મધુ કે માલા ‘બાહુબલી’ની સ્ટાઈલમાં એક સાથે ચાર તીર પણ છોડે છે. રિતેશ દેશમુખનું પૂર્વજન્મનું ‘નચનિયા’ બાંગડુ મહારાજનું કેરેક્ટર ‘બોલ બચ્ચન’ના અભિષેક બચ્ચન જેવું છે. ફિલ્મમાં આ જન્મના કેરેક્ટર્સને અંદરોઅંદર ફાઈટિંગ દરમિયાન પૂર્વજન્મ એ જ રીતે યાદ આવે છે જે રીતે ‘કરન-અર્જુન’ના કેરેક્ટર્સને યાદ આવતો હતો. સેટ્સ અને CGI ‘બાહુબલી’, ‘મગધિરા’ અને ‘બાજીરાવ મસ્તાની’ ખાસ કરીને ‘મગધિરા’ની યાદ અપાવે છે. આ ઉપરાંત ‘હાઉસફૂલ’ સિરિઝની જૂની ફિલ્મોના ‘આખરી પાસ્તા’ ટાઈપના એલિમેન્ટ્સ પણ છુટથી વપરાયા છે. આ બધુ જ જાણી જોઈને કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો > મેડ ઈન ચાઈના : સુપનો સોદાગર, શયનખંડની ‘રાવ’નો ‘રાઝ’કુમાર!
નવાજુદ્દિન સિદ્દીકી રામ સે બાબાના નાનકડા કેમિયા જેવડા રોલમાં આવે છે અને સેક્રેડ ગેમ્સનો પોતાનો પ્રસિદ્ધ ડાયલોગ બોલે છે કે – ‘કભી કભી તો લગતા હૈ કી અપુન હી ચ ભગવાન હૈ.’ ફિલ્મ જોતાં જોતાં ક્યારેક એવું લાગે કે ‘કભી કભી લગતા હૈ કી મેકર્સ કો લગતા હૈ કી ઓડિયન્સ ફૂલ્સ હૈ!’
આ પણ વાંચો > ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
ફિલ્મમાં વચ્ચે વચ્ચે ક્યાંક સ્માર્ટ પંચ આવી જાય છે, પણ ઓવરઓલ પેકેજ બહુ ખરાબ છે. જો તમને આ પ્રકારની કોમેડી ન ગમતી હોય અને તમે અક્ષય કુમારના ડાયહાર્ડ ફેન ન હોવ તો તમને આ ફિલ્મ રણજીતને જે સામ્રાજ્યનો સમ્રાટ દર્શાવાયો છે એના નામ જેવી જ લાગશે. ‘સિતમગઢ’ જેવી!
એકસ્ટ્રા શોટ :
સિતમગઢના ફર્સ્ટ ઈન્ટ્રોડક્શન સિન વખતે બેકગ્રાઉન્ડમાં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક ‘ઓમ પૂર્ણ મદ: પૂર્ણ મિદં પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણ માદાયે પૂર્ણ મેવાવશિશ્યતે’ સંભળાય છે. શું કામ? આઈ મિન, સિતમગઢ ક્યાં એવું કોઈ મહાન સામ્રાજ્ય હતું કે આ શ્લોકનો ઉપયોગ કરવો જોઈએ? આ શ્લોકમાં આ જગત અને ઈશ્વરની પૂર્ણતાની વાત થઈ છે અને આ ફિલ્મ તો અપૂર્ણ કરતા પણ અપૂર્ણ છે અને એ અપૂર્ણમાં અપૂર્ણ ઉમેરો તો પણ અપૂર્ણ જ બચે તેવી છે.
આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
આ પણ વાંચો >છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!