આ વાત છે અમદાવાદના રઘુ (રાજકુમાર રાવ) ઉર્ફે રઘુવીર મહેતાની. જે એક સક્સેસફૂલ આંત્રપ્રિન્યોર બનવા થનગને છે. એ માટે તે લોકોને જીવનમાં સફળ થવાની ચાવી, તાળું અને ઘુઘરા બટકાવતા મોટીવેશનલ સ્પીકર ચોપરાના વીડિયોઝ જોયા કરે છે. તે વારંવાર વિવિધ બિઝનેસમાં ‘પડે’ છે, પછી આખડે છે જેના કારણે તેના પરિવારજનો તેની સાથે બાખડે છે. તે જીવનમાં કંઈક કરી બતાવે કે કોઈ ધંધા માટે ઈન્વેસ્ટર મેળવી લાવે એ માટે એને ચીનની એક બિઝનેસ ટ્રીપ પર ધકેલી દેવામાં આવે છે. જ્યાં ડ્રેગનદેવની કૃપાથી તેને એક બિઝનેસ આઈડિયા મળે છે અને એક સફળ બિઝનેસમેન તન્મય શાહ (પરેશ રાવલ) સાથે ભેટો થાય છે. સૂપમાં બોળીને થેપલા ખાતાં ખાતાં તે એમને પોતાના મેન્ટોર બનાવી લે છે.
રઘુ ભારત આવીને સેક્સોલોજીસ્ટ ડોક્ટર વરધી (બોમન ઈરાની) સાથે મળીને જાતિય શક્તિ વધારતા ચાઈનિઝ મેજીક સુપનો ધંધો ચાલુ કરે છે. કોઈ સમિટ માટે ભારત આવેલા ચીનના ઉચ્ચ અધિકારી જનરલ ઝેંગ તે ‘મેજીક સુપ’ પીવે છે અને મેજીક થાય છે! જનરલ ગુજરી જાય છે!
આ પણ વાંચો > છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
એ ઘટનાથી ભારતથી માંડીને ચીન સુધી સનસનાટી મચી જાય છે. દેશભરની તપાસ એજન્સીઓ ધંધે લાગી જાય છે. એજન્સીના અધિકારીઓ રઘુ એન્ડ મંડળીને પકડે છે તેઓ જાણવા માગતા હોય છે કે એ લોકો એ સૂપમાં શું ભેળવતાં હતાં? કારણ કે અફવા અને ડાઉટ એવો હોય છે કે એ લોકો સૂપના માધ્યમથી માણસની સેક્સલાઈફ સુધારવાના ચક્કરમાં વાઘની સેક્સલાઈફની રીતસરની વાટી રહ્યાં હતાં અને લોકો હોંશેહોંશે એમનો સૂપ ચાટી રહ્યાં હતાં!
લોસ એન્જલસમાં સ્થાઈ થયેલા મૂળ અમદાવાદી લેડી પરિન્દા જોશીની આ જ નામની અપકમિંગ નોવેલ પર આધારિત આ ફિલ્મ એ જ મુદ્દા પર વાત કરે છે જે મુદ્દે વાત કરવામાં સરેરાશ ભારતીય અચકાય છે. એ મુદ્દો છે સેક્સ.
આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
સેક્સ રિલેટેડ સબજેક્ટ પર છેલ્લા થોડા ઘણા સમયમાં ‘શુભ મંગલ સાવધાન’, ‘બધાઈ હો’ અને ‘ખાનદાની શફાખાના’ જેવી ફિલ્મો આવી હોવા છતાં વધુ ફિલ્મો આવે એ જરૂરી છે. કારણ કે આપણે ત્યાં સેક્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ બાબતે ત્યાં ઓલમોસ્ટ ‘અંધેર નગરી’ની સ્થિતિ પ્રવર્તે છે. એ હદે કે રાજસ્થાન હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ મહેશ વર્માએ એ મતલબનું એક નિવેદન આપેલું કે મોર પવિત્ર પક્ષી છે. તે સેક્સ નથી કરતો. તે રડે અને તેના આંસુ પીને ઢેલ ગર્ભવતી થાય છે. આ સાંભળીને લોકોની આંખોમાં આંસુ આવી ગયેલાં! વિચારો કે આ વિષયમાં એક જસ્ટિસ કક્ષાના વ્યક્તિનું નોલેજ આટલુ હાસ્યાસ્પદ હોય ત્યાં અંતરિયાળ અને પ્રમાણમાં અનએજ્યુકેટેડ વિસ્તારોની શું હાલત હશે? કહે છે કે જાપાન સંશોધનો કરી કરીને ઉંધુ વળી ગયું હોવા છતાં કેટલાકને મન તો જાપાન એટલે એક બુલેટ ટ્રેન અને બીજું ‘પેલું તેલ’!
આ પણ વાંચો > ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
ખેર, ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ માટે નેશનલ એવોર્ડ મેળવનારા યંગ ડિરેક્ટર મીખિલ મુસલેએ ડિરેક્ટ કરેલી અને નીરેન ભટ્ટ, કરણ વ્યાસ, પરિન્દા જોશી સાથે મળીને લખેલી આ ફિલ્મ મનોરંજક છે. આંત્રપ્રિન્યોર બનવા મથતા ગુજરાતી યુવાનના ધંધો વધારવાના ‘જુગાડ’ મજા કરાવે છે. ડાયલોગ્સ કેચી છે. ડબલ મિનિંગ સંવાદો ફિલ્મની થીમ જોતા સિંગલ મિનિંગમાં જ સંભળાય છે! પરેશ રાવલના સંવાદો સેલિંગ, બ્રાન્ડિંગ, પેકેજિંગ જેવા વિષયો હટકે વિશેષણો સાથે રમૂજી અંદાજમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. ‘પોપટો બોલતો નથી’ અને ‘સારી રાત સનેડો’ સોંગ્સ ફિલ્મની થીમને અનુરૂપ છે. અમદાવાદના કાલુપુર પાસેની એક અગાસીમાં શૂટ થયેલા રઘુ ડોક્ટર વરધીને મેજીક સૂપ વેંચવા કન્વિન્સ કરે છે એ દૃશ્યમાં બેકગ્રાઉન્ડમાં લબક-ઝબક થતું હોટલનું નામ ધ્યાનથી જોવા જેવું છે! સેક્સ ક્યોર અને જાતિય શક્તિના નામે ટોટકા બટકાવવા માટે ધમધમતા હાટડા અને બની બેઠેલા એક્સપર્ટ્સની ફિલ્મમાં સારી ફિરકી લેવામાં આવી છે.
આ પણ વાંચો > લાલ કપ્તાન : ધબાય નમ:!
રાજકુમાર રાવ, પરેશ રાવલ અને બોમન ઈરાનીની એક્ટિંગ અપેક્ષા મુજબ જ દમદાર છે. રાજકુમાર ખૂબ જ કન્વિન્સિંગ લાગે છે. તેણે ગુજરાતી ટોન સારો પકડ્યો છે. સર્જકોનો એની સહેજ ફાંદ બતાવવાનો આઈડિયા ગમ્યો. ચહેરા પર કુતૂહલ અને ભોળપણ મિશ્રિત ભાવ લાવવામાં એની માસ્ટરી છે. સંજય ગોરડિયા અને મનોજ જોશીએ પ્રમાણમાં નાના પણ દમદાર કેરેક્ટર કર્યાં છે. એ ઉપરાંત ગુજરાતી નાટક-ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રાગી જાની, જય ભટ્ટ, ચેતન દૈયા, ઓજસ રાવલ અને મનન દેસાઈ જેવા અડધો ડઝનથી વધારે ચહેરા જોવા મળે છે.
આ પણ વાંચો > મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
માઈનસ પોઈન્ટ એ છે કે સર્જકો જો અલ્ટિમેટલી પ્લસીબો ઈફેક્ટ પર જ આવવાના હોય તો ફિલ્મમાં સેક્સ ક્યોરના નામે જે હાટડા, બાવા, બાબાઓ પર પ્રહાર કરવામાં આવ્યો છે તેમના ટોટકા પણ અમુક ટકા કેસોમાં પ્લસીબો મેડિસિનનું કામ નહીં કરતા હોય? કરતા જ હોય ને…! એન્ડ જો એ ખોટું હોય તો સેક્સ અવેરનેસના નામે સૂપ પણ સાચુ તો નથી જ ને?
આ પણ વાંચો > આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
વેલ, આ મુદ્દો વધારે સ્પષ્ટ શબ્દોમાં અને વધારે ચર્ચવાથી સ્પોઈલર આવે એમ છે એટલે વધુ લખતો નથી. ઓવરઓલ, ‘મેડ ઈન ચાઈના’ મનોરંજક છે. હસાવે છે. જોવાય.
એકસ્ટ્રા શોટ :
તમે અકબર-બીરબલની ‘ગધ્ધેપીર’વાળી ‘યકીન બડા કે દેવ?’ વાર્તા સાંભળી છે? જો સાંભળી હશે તો તમને આ ફિલ્મમાં જે ‘રાઝ’ છે તે કળતા વાર નહીં લાગે!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!
મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
ચાલ ‘જોઈ’ લઈએ!
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
` RJએ બિલ્ડરને કહ્યું, ‘મને બીજો ફ્લેટ આપ નહીં તો તારી સામે #MeToo કરીશ’
`50 લાખ આપો નહીં તો હું તમારી સામે #MeToo કરીશ`
#MeTooનો અતિરેક : બસ, ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થવું જોઈએ!
#MeToo Movement : રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ !