વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન એ જ છે જે તમે ટ્રેલરમાં જોઈ હશે…
…કે બાલમુકુંદ શુક્લા ઉર્ફે બાલાને નાનપણમાં પોતાની પંજાબના ખેતરોના ઊભા મોલની જેમ મસ્ત લહેરાતી ઝુલ્ફો અને પોતાના ગુડ લૂક પર બહુ ગુમાન હોય છે. એ ગુમાનમાં તે ટીચરને ટકલો અને ફ્રેન્ડ લતિકાને ‘કાયળી’ કહીને એમની મજાક અને અપમાન કરતો હોય છે. એનું ગુમાન પચ્ચીસેક વર્ષની ઉંમર સુધીમાં જ કુદરત તોડી નાંખે છે અને ભઈને ટાલ પડી જાય છે. જેના કારણે તેની બાળપણની ગર્લફ્રેન્ડ તેને કોઈ ખરતા બિનઉપયોગી વાળની જેમ જ છોડી જાય છે. કારણ કે ગર્લફ્રેન્ડને મન કદાચ એ ‘શોભાનો ગાંઠિયો’ (literally) પણ રહ્યો નથી હોતો અથવા તો કદાચ એ જ રહ્યો હોય છે!
આ પણ વાંચો >હાઉસફૂલ? ના, ડબલાંડૂલ!
ખેર, એને બીજી કરમની કઠણાઈ એ હોય છે કે એને પોતાને તો કેમ કરતા યે માથાની મરુભૂમિમાં પાક થતો નથી હોતો ને પોતે પાછો ગામની છોકરીઓને ‘પાંચ સપ્તાહ મેં ગોરા બનાનેવાલી ક્રિમ’ બટકાવતો ફરતો હોય છે. એટલે કે ફેરનેસ ક્રિમ (અને લોકોને પણ) બનાવતી કંપનીમાં નોકરી કરતો હોય છે. માથા પર ઉજડેલી સલ્તનતના કારણે તેનો બોસ પણ તેને યંગ એન્ડ એનર્જેટીક માનતો નથી હોતો એટલે નોકરીમાં પણ તેનું ડિમોશન થાય છે. તેને પોતાના જીવનની તમામ સમસ્યાઓનું મૂળ માથેથી ઉખડતા જતા વાળના મૂળ જ લાગતા હોય છે. પોતાની ‘ટકો’ભૂમિના વેરાનમાં ફરી વસંત ખીલવવા તે ઊંધેમાથે થવાથી માંડીને આંખ (અને નાક પણ) બંધ કરીને માથે છાણમાં ભેળવીને આખલાનું ચીકણુ સંતાનોત્પાદક પ્રવાહી દ્રવ્ય ઘસવા સુધીના પ્રયોગો કરતો રહે છે. આવા બસ્સોથી પણ વધુ પ્રયોગોનું અચ્યુતં કેશવમ્ થઈ જાય છે, પણ માથે કેશ આવતા નથી. અંતે એક દિવસ તેના એક રણજી મેચ રમેલા પૂર્વ ક્રિકેટર પિતા હરી શુક્લા (સૌરભ શુક્લા) તેના માટે વિગ મંગાવી તેને કેશાર્પણ કરે છે. નકલી વાળે આપેલા અસલી આત્મવિશ્વાસના કારણે તે પોતાને ગમતી ટીકટોક સ્ટાર પ્રીતિ મિશ્રા (યામી ગૌતમ)ના પ્રેમમાં પડે છે. પછી એવું જ કંઈક થાય છે જેવું તમે ટ્રેલરમાં જોયુ હશે.
આ પણ વાંચો > સાંઢ કી આંખ : સચોટ, પ્રેરક, બુલ્સઆઈ વેધક ‘દાદીગીરી’!
આયુષમાન, સૌરભ શુક્લા, સીમા પાહવા પરફેક્ટ છે. ભૂમિનું લતિકાનું કેરેક્ટર મને તો બાલા કરતા પણ વધુ દમદાર લાગ્યું અને ભૂમિની એક્ટિંગ પણ… એના કેરેક્ટરને હજુ વધુ સ્ક્રિન સ્પેસ મળી હોત તો સારું હતું. જોકે, એનો મેકઅપ એટલો ભંગાર હતો કે એને કાળી બતાવવા મોં પર મેશ ચોપડી હોય એવું લાગે. યામી ગૌતમનું પાત્ર તેની રિયલલાઈફ સાથે મળતું આવે છે. આ ફિલ્મમાં પણ તે ફેરનેસ ક્રિમની એડ્સ કરે છે. વિજય રાઝનો વોઈસઓવર હિલેરિયસ છે. બાલાના મિત્ર કેશકર્તનકાર અજ્જુના રોલમાં અભિષેક બેનર્જી જામે છે. યાર, એનો ચહેરો જ એવો છે કે કોઈપણ ફિલ્મમાં એની એન્ટ્રી થાય એ સાથે જ ચહેરા પર સ્માઈલ આવી જાય. બચ્ચન દુબેનું પાત્ર જાવેદ જાફરીએ સારું કર્યું છે, પણ એની ટેલેન્ટ મુજબની સ્પેસ એ પાત્રને નથી મળી.
આ પણ વાંચો > મેડ ઈન ચાઈના : સુપનો સોદાગર, શયનખંડની ‘રાવ’નો ‘રાઝ’કુમાર!
‘હમ લંચ બ્રેક મેં ખાયેંગે, આપ હાર્ટ બ્રેક મેં હી ખા લો’, ‘હેરલોસ નહીં આઈડેન્ટિટી લોસ હો રહા હૈ હમારા’, ‘ઈત્તા ઘનઘોર એક્ટિવિઝમ લાતી કહાં સે હો?’, ‘હમ તુમ્હારા પ્યાર નહીં રિબાઉન્ડ હૈ’, ‘ઈતના ઓપનલી ફ્લર્ટ કરને કા ગટ્સ કહાં સે લાતે હો?’, ‘હમને બચપન મેં ટીચર કો ટકલા બોલા થા, ગુરુ ઉપહાસ કા પાપ લગા હૈ હમે…’ જેવા પંચીસ અને ‘સુંદરતા કે સૈનિકો’ જેવા શબ્દપ્રયોગો મજા કરાવે છે. બાલાના ભાઈનો કાર્તિક આર્યનબ્રાન્ડ મોનો ખાસ માર્ક કરજો. એમાં ઉત્પીડન અને તનાવ જેવા શુદ્ધ શબ્દોનો ઉપયોગ કરીને મૂળ ભાવનગરના રાઈટર નિરેન ભટ્ટે પેદા કરેલી રમૂજ કાબિલ-એ-દાદ છે.
આ પણ વાંચો > ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
શાર્પ ડાયલોગ્સ, મજેદાર કેરેક્ટરાઈઝેશન, ઉમદા અભિનય અને કોમેડીના કારણે ફિલ્મનો ફર્સ્ટ હાફ તો સડસડાટ જાય છે, પણ ઈન્ટરવલ સુધીમાં એવું લાગે કે હવે કંઈ ખાસ વાર્તા જેવું બચ્યું નથી. ફિલ્મ પ્રેડિક્ટેબલ બનતી જાય છે. બાલા અને પ્રીતિનો લવટ્રેક બિલકુલ કન્વિન્સિંગ નથી. ડેપ્થ જ ગાયબ છે. જોકે, ક્લાઈમેક્સ ટિપિકલ બોલિવૂડ ફિલ્મો કરતા થોડો ડિફરન્ટ અને એટલે જ સારો છે. ફિલ્મમાં સૌંદર્ય પ્રસાધનોના નામે સમાજમાં રંગભેદને ઉત્તેજન આપતી કંપનીઓ સામે ઠીકઠાક સ્ટેન્ડ લેવાયું છે. ક્લાઈમેક્સ પહેલાનો કોર્ટરૂમ ડ્રામા મજેદાર છે. સંગીતમાં ‘ટકીલા’ સોંગ ટકાટક છે.
આ પણ વાંચો > છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
ઓવરઓલ, જો તમે જ તમારી જાતને સ્વીકારી ન શકો, પોતાની જાત સાથે સહજ ન રહી શકો તો સમાજ કેવી રીતે સ્વીકારશે? એવો મેસેજ આપતી આ ફિલ્મ મનોરંજક છે. ખુબ હસાવે છે, પણ એવું લાગે કે તે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવાની ધાર પર હતી અને બનતા બનતા રહી ગઈ.
એકસ્ટ્રા શોટ :
બેક ટુ બેક બાલ કે ‘બાલા’ની બબાલ પરની ફિલ્મો આવી રહી છે. બોલિવૂડમાં આજ-કાલ ‘બાલ’ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે!
આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોના પુસ્તક ‘હમ્બો હમ્બો’ અને ‘હમ્બો હમ્બો Returns’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો.
ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
‘હમ્બો હમ્બો Returns’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
મિશન મંગલ : મંગલયાન જેટલી જ ભારતીય, મેકર્સનું મિશન ‘માસ’!
રઘુ CNG : પિકઅપ સારી, ધૂમાડો ઓછો અને એવરેજ ’60-40′!
વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!
લાલ કપ્તાન : ધબાય નમ:!
ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
ગીતા : ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!
જજમેન્ટલ હૈ ક્યા?: શાંત જળમાં અટકચાળા ન કર, કાંકરા નાંખીને કુંડાળા ન કર…!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!