જે રીતે સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ 370ને કદ મુજબ વધેરવાની ઘટનાની તુલના નોટબંધી સાથે ન થઈ શકે. ન થવી જોઈએ. બન્ને ઘટનાના પૂર્વાપર સંદર્ભો, અસર અને અસરનો વ્યાપ અલગ અલગ છે. એ જ રીતે કાશ્મીર સ્થિતિની તુલના આસામ, હિમાચલ, નાગાલેન્ડ કે અન્ય કોઈ રાજ્યની સ્થિતિ સાથે કરવી યોગ્ય નથી. કાશ્મીર, આસામ અને નાગાલેન્ડના ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિમાં એટલો ફર્ક છે જેટલો તો કદાચ બાજુ-બાજુમાં આવેલા ટચુકડા યુરોપિયન કે અમેરિકન દેશોમાં પણ નહીં હોય. એ જ રીતે મંદી કે તેજી માપવાનું પેરામીટર શોપિંગ મોલ-બજારની ભીડ કે ફિલ્મોનો વકરો ન હોઈ શકે.
2 ઓક્ટોબરે રિલિઝ થયેલી ફિલ્મોએ 120 કરોડ રૂપિયાનો રેકોર્ડ બિઝનેસ કર્યો તો ક્યાં છે મંદી? – એવો અર્થ ધરાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના નિવેદનમાં પ્રશ્ન એ છે જ નહીં કે દેશમાં મંદી છે કે નહીં?, પ્રશ્ન એ છે કે ફિલ્મોના વકરાને દેશના અર્થતંત્રની સ્થિતિનું પેરામીટર કે પેરામીટર્સ પૈકીનું એક ગણાવી શકાય કે નહીં? શું હવે દેશના અર્થતંત્રની તબિયત સમજવા જીડીપીને એવું બધું નહીં, પણ કોમલ નાહટાના ટ્વિટ્સ જોવાના? સામાન્ય લોકો મોલની ભીડ કે બીજી કોઈ રોશની જોઈને મંદી નથી એવું નિવેદન આપે તો સમજી શકાય, પણ કેન્દ્રીય મંત્રી પદે બેઠેલો માણસ શું ફિલ્મોએ સારો વેપાર કર્યો એનો મતલબ એવો છે કે દેશમાં મંદી નથી એવા મતલબનું નિવેદન કરી શકે ખરો? કરવું જોઈએ ખરું?
આ પણ વાંચો >દેખતો સેનાપતિ અને આંધળું કટક: વિરોધમાં માત્ર વોકઆઉટ જ નહીં, મતદાન પણ કરવાનું હોય!
સામાન્યીકરણ સામાન્ય રીતે સામાન્ય નથી હોતું. દરેક ઘટનાનું જ્યારે સામાન્યીકરણ કરવાનો પ્રયાસ થાય ત્યારે એની પાછળ ઉપલક ત્રણ કારણો હોઈ શકે. કાં એ મજાક કે કટાક્ષ હોઈ શકે. કાં એ મુર્ખામી હોઈ શકે કાં તો લોકોને મિસલીડ કરવાનો પ્રયાસ હોઈ શકે. જો એ મજાક કે કટાક્ષ હોય તો ચલાવી લેવાય. મુર્ખામી હોય તો માફ કરી શકાય, પણ જો એ મિસલીડ કરવાનો પ્રયાસ હોય તો ન ચલાવી લેવાય.
લોકોને મિસલીડ કરવાની એક ટેકનિક એ છે કે કોઈ એક મુદ્દો ઉપસ્થિત થયો હોય અથવા સરકાર કોઈ એક મુદ્દે કંઈક સ્ટેન્ડ લઈ રહી હોય અથવા કામ કરી રહી હોય ત્યારે પ્રથમ દ્રષ્ટિએ એના જેવા જ લાગતા પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં એના જેવા ન હોય એવા બીજા એક ડઝન મુદ્દાઓનું કાર્પેટ બોમ્બિંગ કરીને લોકોને મૂંઝવણમાં મૂકી દેવા. વધારાની રકમો કે સૂત્રો ઉમેરી ઉમેરીને દાખલો એવો ગૂંચવી દેવો કે સામાન્ય પબ્લિક કોઈ જજમેન્ટ પર જ ન આવી શકે અને એણે ધારેલા કોઈ જજમેન્ટ પર સીધી અસર થાય. ચૂંટણીમાં આ ટેકનિક બહુ વપરાય પણ આજ-કાલ આપણી કેન્દ્ર સરકાર સતત ઈલેક્શન મોડમાં જ રહે છે.
આ પણ વાંચો >leadership crisis in congress : ‘હાથ‘ના (અને મોદી-શાહના) કર્યા હૈયે વાગ્યાં!
આ પહેલા ઓટો સેક્ટરની મંદી માટે નાણામંત્રી નિર્મલા સિતારમને એવું નિવેદન આપેલું કે મિલેનિયલ્સ (ટૂંકમાં નવી પેઢી) કાર ખરીદવાના બદલે ઓલા-ઉબેર પ્રિફર કરતાં હોવાથી ઓટો સેક્ટર નબળું પડ્યું છે. શું આવું નિવેદન સિદ્ધ કરવા એમણે કોઈ સર્વેના આંકડા ટાંક્યા હતાં? ભારતનું અર્થતંત્ર અને લોકોની સાયકી બન્ને એક-બીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે અને ભારતમાં કાર તો પોતાના સમૃદ્ધ થયા હોવાની અને ‘ગાડીવાળા’ થયા હોવાના દેખાડાનો વિષય છે. ભારતિય માનસિકતા જોતાં લોકો ઘરની કાર ખરીદવી ન પસંદ કરે એનો પ્રશ્ન જ નથી.
સોનાની કિંમતો અને નોટબંધી વખતે મોદીએ જે લોકોની બચત બહાર કઢાવડાવી એ પણ ઈન્ડિયન સાઈકોનોમીનો જ વિષય છે. માટે ઓટો સેક્ટરની મંદી અને ઓલા-ઉબેરની સર્વિસને સીધી રીતે કંઈ લાગતું વળગતું જ નથી. એન્ડ જો ઘરની કારના બદલે ઓલા-ઉબેર પ્રિફર કરીને મિલેનિયલ્સે ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદી આણી હોય તો રવિશંકર પ્રસાદ કથિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની તેજી પણ એ મિલેનિયલ્સને પણ આભારી નથી? સૌથી વધુ ફિલ્મો તો મિલેનિયલ્સ જ જુએ છે!
આ પણ વાંચો > અર્ધદગ્ધ-પૂર્ણમુગ્ધ ભાડૂતી-બિનભાડૂતી ભક્તો-અભક્તો અને ચૂંટણીની શતરંજ!
એકચ્યુલી, ખાટલે પડેલી ડોશીની દવા (અથવા દવા કરવાનો દેખાડો) ઊંટવૈદ્ય કરે એની ચિંતા નથી, ડોશી મરી જાય તો ઘોયરી, પણ વધુ ચિંતાજનક વાત એ છે કે જો અઠ્ઠેગઠ્ઠે એ ડોશી જીવી ગઈ તો બીજા દર્દીઓનું શું થશે? સોચો ઠાકુર…!
ફ્રી હિટ :
ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ!’ પણ 37 સપ્તાહથી ‘ચાલી’ રહી છે! ક્યાં છે મંદી?
– ‘કવિ’શંકર પ્રસાદ
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
કોલ ટુ કાશ્મીર: પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ સાથે સીધી વાત
ખાલિસ્તાન મુવમેન્ટ : હિન્દુસ્તાનના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ
ગુજરાતના ઉમેદવારો : ‘જમીન સાથે જોડાયેલા’, પ્રજાના લમણે ખોડાયેલા!
બાપુ : નિરૂત્તર રહેતા સવાલો ને સવાલો પેદા કરતા જવાબો
ત્રણ ઘટના : RIP વાણી સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, મીડિયાની આઝાદી અને સમાનતા
મીડિયા અને પત્રકારત્વ : મારી દ્રષ્ટિએ
ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ…!
ગીતા : ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!
Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!