રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન. મધરાતનો સમય. મુંબઈથી આવેલી ટ્રેનમાંથી ઉતરેલા યંગ સક્સેસફૂલ બિઝનેસમેન ધવલ પાંભરનું અપહરણ થાય છે. બીજે દિવસે અમેરિકાથી રિટર્ન આવનારી ભૂમિ જોશીનું પણ ત્યાંથી જ એવા જ સમયે અપહરણ થાય છે. અપહરણ કરનાર છે રઘુ. રઘુ રિક્ષાવાળો. એ સનકી છે. એ સલમાનનો ફેન છે. (જોકે, એના સનકી હોવાને અને એના સલમાનના ફેન હોવાને આમ કંઈ લાગતું વળગતું નથી, આ તો એક વાત થાય છે!) એની રિક્ષાનો નંબર પણ ‘સાંઈઠ-ચાલીસ’ છે. બન્ને અપહ્યતોનો એક-બીજા સાથે કોઈ સંબંધ નથી, પણ રઘુને એ બન્નેનું બેકગ્રાઉન્ડ બરાબર ખબર હોય છે. બન્નેને એ તો ખબર પડી જાય છે કે એમનું અપહરણ રૂપિયા માટે નથી થયું, પણ વિચિત્ર અને ઠંડા કલેજે ઘાતકી વર્તન કરતાં રઘુના મગજમાં શું ચાલી રહ્યું છે એ તેમની સમજની બહાર હોય છે. તેમને જ્યાં ગોંધી રખાયા હોય છે તેની બરાબર સામેની દિવાલ પર કેટલીક તારીખ અને બીજી થોડી રેન્ડમ વિગતો લખેલી હોય છે. જેનો અર્થ જ્યારે તેમને સમજાય છે ત્યારે તેમના હોશ ઉડી જાય છે.
આ પણ વાંચો > છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
આ છે રાજકોટના રસ્તાઓ પર આકાર લેતી સસ્પેન્સ અને ડાર્ક કોમેડીથી ભરેલી ફિલ્મ ‘રઘુ CNG’ની બેઝિક સ્ટોરી લાઈન. જેને ડિરેક્ટ કરી છે વિશાલ વડા વાલાએ. ફિલ્મ શરૂઆતમાં મસ્ત પિકઅપ પકડે છે, વચ્ચે ઝોલા ખાય છે, પણ ઈન્ટરવલ એક ટ્વિસ્ટની ટોચ પર આવે છે. જે ફરી જકડી રાખે છે. ઈન્ટરવલ બાદ સસ્પેન્સ ખૂલે છે અને વાર્તા ફરી ઝોલા ખાય છે, પણ છેક સુધી રઘુનો સ્વેગ અને તેના વનલાઈનર્સ મજા કરાવે છે.
રઘુ અને પોલીસ અધિકારી અશોક દવેની એન્ટ્રીના દૃશ્યો ઈફેક્ટિવ છે. ધવલ અને ભૂમિ વચ્ચેના શરૂઆતના કેટલાક દૃશ્યો રસપ્રદ છે, પણ જેવો રોમાન્સનો ટ્રેક શરૂ થાય કે તે ઉતાવળીયો અને ઉભડક લાગે છે. વળી, જગજીતસિંહ વાઢેર અને શર્વરી જોશીની બિલો એવરેજ એક્ટિંગ તેને વધુ બોરિંગ બનાવે છે. એટલું ઓછું હોય એમ એ સમયે જ ત્યાં એક બિનજરૂરી ગીત ઘુસ મારે છે. ગીતની સિનેમેટોગ્રાફી સારી, પણ સંગીત અને શબ્દો યાદ ન રહે તેવા. વધુ એક ફિલ્મમાં ગુજરાતી રિપોર્ટરનું દૃશ્ય મોનોટોનસ જોવા મળ્યું. જોકે, સર્જકોનો વાંક નથી. આપણે ત્યાં છેક નેશનલ લેવલથી સતત’મેથડ’ અને ‘બોથડ’ એન્કર્સ-રિપોર્ટર્સનો બહુ મોટો ફાલ ઉતરી રહ્યો છે!
આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
પોલીસ સ્ટેશન અને પોલીસ તપાસના દૃશ્યો પણ મોનોટોનસ અને ડેપ્થ વિનાના લાગ્યાં. દર્શકોને બતાવવા માટે પોલીસ સ્ટેશનમાં જે રીતે મોટા અક્ષરે તારીખનું બદલાતુ પેમ્ફલેટ દર્શાવાયું તે બહુ જ ફેબ્રિકેટેડ લાગે છે. દર્શકોને તારીખ બતાવવા બીજી કોઈ રીત અપનાવવાની જરૂર હતી. અપહ્યતોના પરિવારજનો સાથેની પોલીસની વાત-ચીતના દૃશ્યો બહુ રેઢિયાળ રીતે લખાયાં અને ભજવાયાં છે. ઓવરઓલ, પોલીસની કામગીરીના ચિત્રણમાં બહુ મોટાં ગાબડાં છે.
ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે રઘુનું કેરેક્ટરાઈઝેશન અને તેની સાયકી. એની રિક્ષાના એન્જિનથી વધુ ગરમી તેના દિલ-ઓ-દિમાગમાં ભરી છે જે એના કોલ્ડ બ્લડેડ ઘાતકીપણામાં જોઈ શકાય છે. એની એ સનક પાછળ પણ એક સ્ટોરી છે. જે એના એ ઘાતકીપણાને જસ્ટિફાઈ કરવાનો પ્રયાસ કરે છે. રાઈટર્સ જય-સંજયની મહેનત દેખાઈ આવે છે. આમ છતાં બન્યું છે એવું કે જે દૃશ્યોમાં સ્ક્રિન પર રઘુ ન હોય તે મહદઅંશે બોરિંગ બની જાય છે. રઘુના કેરેક્ટરની જેટલી ધાર કાઢવામાં આવી છે એનાથી પચાસ ટકા પણ ધાર જો પોલીસ અધિકારી અશોક દવેના સંવાદોની કાઢવામાં આવી હોત તો મજા પડી જાત. ચેતન દૈયાની એક્ટિંગ સારી છે. તેમનો લૂક, પર્સનાલિટી અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક જમાવટ કરે છે, આમ છતાં રાઈટિંગની ખામી ઉડીને આંખે વળગે છે. ચેતન દૈયાની ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી થયો.
આ પણ વાંચો > મેડ ઈન ચાઈના : સુપનો સોદાગર, શયનખંડની ‘રાવ’નો ‘રાઝ’કુમાર!
રાઈટિંગ અને ભાષા ઉર્ફે બોલીમાં કેટલીક બારિક ખામીઓ છે. જેમ કે એક દૃશ્યમાં ધવલ ભૂમિને કહે છે કે, ‘રાડો નાંખ મા…’ આ વર્ણશંકર બોલી થઈ. જો તમારું પાત્ર કાઠીયાવાડી બોલી રહ્યું હોય તો ઉચ્ચારણ ‘રાયડું નાંખ મા…’ અથવા ‘રાયડું નાય્ખ મા…’ જ બોલે નહીં કે ‘રાડો નાંખ મા…’ રઘુની કાઠીયાવાડી બોલીમાં પણ ક્યાંક ક્યાંક આ ઝોલ જોવા મળે છે. એવી જ રીતે જો તમે એક અનુભવી અને પીઢ પોલીસ અધિકારી બતાવ્યો હોય તો એ ‘પી.એમ. રિપોર્ટ’ જ બોલવો જોઈએ ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ’ નહીં. એવી જ રીતે ભૂમિના પિતા બોલે છે કે, ‘હું ભૂમિના ગુમ થયાની ફરિયાદ લખાવી આવું છું.’ આ ફ્લેટ જાય છે બોસ. એકદમ ફ્લેટ. ડાયલોગ્સ શાર્પ કરવાની જરૂર હતી. ભૂમિના પિતા જે સંજોગોમાં એ બોલે છે ત્યાં પૂર્ણવિરામવાળુ આખું વાક્ય આવે જ નહીં. સહજ બોલાયેલું અધડુકું વાક્ય જ આવવું જોઈએ. નેચરલ લાગવું જોઈએ પ્રેસનોટ વાંચતા હોય એવું નહીં.
આ પણ વાંચો > મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
ખેર, આ ખામીઓની સામે ‘ચા લેવા ક્યાં આસામ ગયો છે?’, ‘હું તારો સિનિયર છું’, ‘કાં? હ(સ)લવાય ગ્યાં ને? હવે કરો ટેગ કે રઘુએ ઝાલી લીધાં!’ જેવા સંવાદો મજા પણ ખુબ કરાવે છે. અથર્વ જોશીનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખુબ જ ‘સાઉન્ડ’ છે. જેણે રઘુ અને પોલીસ અધિકારી અશોક દવેના કેરેક્ટરમાં રીતસરના પ્રાણ પૂર્યા છે. યશ રેવરની ગ્રિપિંગ સિનેમેટોગ્રાફીમાં રાજકોટના દૃશ્યો જોવા ગમે છે. ઓવરઓલ, ફિલ્મમાં ગુજરાતી સિનેમામાં નહિવત્ ખેડાયેલા જોનરને ખેડવાનો સારો પ્રયાસ થયો છે. થોડી ખામીઓ નજરઅંદાજ કરીએ તો ફિલ્મ બોર નથી કરતી. રાજકોટના એક્ટર ઈથને મજબૂતીથી આત્મસાત કરેલા ‘પ્રતિનાયક’ રઘુના મજેદાર કેરેક્ટર માટે ફિલ્મ એક વાર તો જોવા જેવી ખરી જ.
એકસ્ટ્રા શોટ :
બાય ધ વે, રાજકોટમાં ક્યારથી રિક્ષાવાળાઓ ખાખી યુનિફોર્મ પહેરતા થઈ ગયાં? ‘કાં? હ(સ)લવાય ગ્યાં ને!’
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!
લાલ કપ્તાન : ધબાય નમ:!
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
ચાલ ‘જોઈ’ લઈએ!
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
વાંધા(જનક) `વિલાસ` : ગુજરાતી ફિલ્મમાં તમે સસરાને પુત્રવધુ પર લાઈન મારતો કેવી રીતે બતાવી શકો?