ચમત્કાર કોને કહેવાય ખબર છે? જ્યારે તમે કંઈક કરવા ધારતા હોવ, પણ આખી દુનિયા તમારા પર હસતી હોય અને મક્કમપણે માનતી હોય કે તમારાથી એ નહીં જ થાય અને એમની ધારણાઓ ખોટી પાડીને તમે એ કરી બતાવો એ જ ચમત્કાર છે. અને ત્યારે જે લોકો વિરોધ કરતા હોય કે હસતાં હોય એ જ તમને સલામ ઠોકવા માંડે. તેથી જ કહે છે કે ચમત્કારને નમસ્કાર!
આ પણ વાંચો > મેડ ઈન ચાઈના : સુપનો સોદાગર, શયનખંડની ‘રાવ’નો ‘રાઝ’કુમાર!
આવો ચમત્કાર વર્ષો પહેલા કરી બતાવેલો વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ શૂટર્સમાં સ્થાન ધરાવતી ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જોહરી ગામની શૂટર દાદીઓ ચંદ્રો તોમર અને પ્રકાશી તોમરે. શીખવાની કોઈ ઉંમર નથી હોતીના ધોરણે એમણે જ્યારે શૂટિંગ શીખવાનું શરૂ કર્યું ત્યારે બન્નેની ઉંમર 60 વર્ષની આસ-પાસ હતી. જે ઉંમરે લોકો મંદિરના ઓટલા ઘસવાના શરૂ કરી દે એ ઉંમરે આ બન્નેએ શૂટિંગ રેન્જમાં જઈને બંદૂક ઉપાડેલી. એમણે શરૂ કર્યું ત્યારે લોકો મજાક કરતા અને કહેતા કે, ‘છોરીયાં અબ બંદૂક ચલાવે હૈ. બુઢ્ઢી કા દિમાગ ખરાબ હુવે હૈ. કારગિલ મેં લડન કે લિએ ભેજ દેં. બડી નિશાનચી બને હૈ.’ આ ફિલ્મનો ડાયલોગ નથી આવું હકિકતે લોકો એમને સંભળાવતા. ફિલ્મમાં એક ડાયલોગ છે કે, ‘ઓડિયન્સને ઈનકા મજાક બનાયા પર લગતા હૈ દાદીયા ઈતિહાસ બનાયેગી.’ આવી મજાકો સહન કરીને બન્ને દાદીઓએ રિયલ લાઈફમાં ઈતિહાસ રચી નાંખ્યો. દિલ્હીની એક કોમ્પિટીશનમાં પ્રકાશી તોમરે દિલ્હીના ડીઆઈજી ધીરજસિંઘને હરાવી દીધાં. એ પણ ત્યારે જ્યારે તેમણે જિંદગીમાં પહેલીવાર .32 બોરની પિસ્તોલ ચલાવી હતી. એક મહિલા સામે હારીને ડીઆઈજી એટલા શરમાઈ ગયેલા કે તેમણે એમની સાથે ફોટો પણ નહોતો પડાવેલો. બન્ને દાદીઓએ નાનીથી માંડી નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈને લગભગ સોએક મેડલ્સ જીત્યાં અને અનેક માન-સન્માનો મેળવ્યાં.
આ પણ વાંચો > ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
‘સત્યમેવ જયતે’ પ્રોગ્રામમાં આમીર ખાને તોમર દાદીને પૂછેલું કે તમે આ પ્રોગ્રામ જે જોઈ રહ્યાં છે એ લોકોને શું કહેવા ઈચ્છશો? અને દાદીએ જવાબ આપેલો કે, ‘શરીર બુઢા હોવૈ હૈ, મન બુઢા ના હોવે હૈ.’ આ વાક્યને જ જીવનમંત્ર બનાવીને જીવતા તોમર દાદીઓ આજે 80 વર્ષથી ઉપરની ઉંમરે જિલ્લાના યંગસ્ટર્સને શૂટિંગ શીખવે છે. તેમના ખુદના પરિવારમાં અડધો ડઝનથી વધુ લોકો શૂટર્સ છે. મેરઠમાં યોજાયેલી એક કોમ્પિટીશનમાં તો એવું બનેલું કે મોટેભાગે તોમર ખાનદાનના જ યુવક-યુવતીઓ એક-બીજાને હરિફાઈ આપી રહ્યાં હતાં. તેમના પરિવારની સીમા તોમર શૂટિંગ વર્લ્ડકપમાં મેડલ જીતનારી પહેલી યુવતી બનેલી તો શેફાલી તોમરે હંગેરી અને જર્મનીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોમ્પિટીશન્સમાં ભાગ લઈને ઈન્ટરનેશનલ શૂટરનું સ્ટેટસ મેળવેલું છે. સીમા અને શેફાલીના કેરિયરનો સંપૂર્ણ શ્રેય તેમની દાદીઓને જાય છે અને આ દાદીઓની સંઘર્ષ અને સફળતાની કથામાં કલ્પનાના રંગો પૂરીને બનાવાયેલી એક સચોટ, પ્રેરક, બુલ્સઆઈ વેધક અને ‘દાદીગીરી’ ભરેલી ફિલ્મ એટલે ડિરેક્ટર તુષાર હિરાનંદાનીની ‘સાંઢ કી આંખ’!
ડિરેક્ટરે રાઈટર બલવિંદરસિંઘ સાથે મળીને શૂટર દાદીઓની વાતમાં ભારતીય ગામડાંઓમાં અને ખાસ કરીને એ સમયના એટલે કે ચંદ્રો-પ્રકાશીના સમયના ગામડાંઓમાં સ્ત્રીઓ સાથે થતાં જાતિય ભેદભાવનો મુદ્દો સારી રીતે વણી લીધો છે. એક દૃશ્યમાં બતાવાય છે કે ગામની મહિલાઓએ પુરુષો સાથે ફિલ્મ જોવા બેસવું હોય તો પણ ઘુમટો તાણીને ઘુમટાની આડમાંથી જોવાની રહેતી. એ દૃશ્ય વખતે વોઈસઓવરમાં એક રમૂજી ડાયલોગ આવે છે કે, ‘આજ અગર દાદીના દુપટ્ટા બ્લૂ હૈ તો સમજો દાદીને બ્લૂ ફિલ્મ દેખી!’ બીજા એક દૃશ્યમાં ચંદ્રો (ભુમિ) પ્રકાશી(તાપસી)ને કહે છે કે, તું તારા ઘુંઘટનો રંગ પસંદ કરી લે જેથી પુરુષોને એમની ઘરવાળી ઓળખવામાં તકલીફ ન થાય. ફિલ્મમાં સતત સ્ત્રીઓને પોતાનું મોં છુપાવીને રાખવાની ફરજ પાડતા સમાજ અને મેઈલઈગો પર કટાક્ષ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
એ સમયનો સમાજ માનસિકતાની દૃષ્ટિએ કેટલો પછાત હશે એનું ઉદાહરણ આપવા એક જ ડાયલોગ કાફી છે. શરૂઆતના એક દૃશ્યમાં ચંદ્રો-પ્રકાશીના સસરા રતનસિંહ (પ્રકાશ ઝા) બોલે છે કે, ‘જ્યાદા પઢ લેગા તો ક્યા કલેક્ટર બન જાએગા? બાવડી પૂંછ કેવેગા કી ધરતી ઘૂમે હૈ…!’ ઈનશોર્ટ, તેઓ એ સાયન્ટિફિક વાતને ટાઢાપોરના ગપ્પા સમજતા હતા. જોકે, આજે પણ કેટલાક બાવાઓ લોકોને એવું પઢાવતા ફરે છે કે પૃથ્વી ગોળ ફરતી હોવાની વાત તો એક ષડયંત્ર છે. એક દૃશ્યમાં ઈંટોનું કામ કરતી દાદી પોતાની ઈંટો ગોઠવતી હોય છે અને કેમેરો ધીમે ધીમે ઉપર જતો જાય છે. ઉપરથી જોતા ખ્યાલ આવે છે કે દાદીની ફરતે ઈંટોની દિવાલ ઊભી થઈ ગઈ છે. એ દૃશ્ય પ્રતિકાત્મક રીતે પડદા પર ચાર દિવાલમાં કેદ સ્ત્રીઓના જીવનનું વેધક ચિત્ર ઉપસાવે છે.
આ પણ વાંચો > છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુની એક્ટિંગ સારી છે, પણ એક્ટિંગ બાબતે સ્વાભાવિક જ ભૂમિ વધુ માર્કસ લઈ જાય છે. એ બન્નેના મેકઅપમાં લોચા છે. એમની ઉંમર 60 પ્લસ લાગતી નથી. પ્રકાશ ઝાએ પોતાની ભૂમિકાને ઠીકઠાક ન્યાય આપ્યો છે. ‘વુમનિયા’ અને ‘જુન્ના જુન્ના’ સોંગ આ ફિલ્મના જ પ્રોડ્યુસર્સ પૈકીના એક અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના સોંગ ‘વુમનિયા’ની યાદ અપાવે છે. પોતે જ્યાં ન પહોંચી શકી ત્યાં પહોંચવા પોતાની પૌત્રીઓને પ્રેરણા આપતી દાદીઓ દ્વારા ગવાતું સોંગ ‘આસમાં ઊંચા હૈ મેરા, તું હી છુ લેના, મેરે સારે સપને તેરે તું હી જી લે ના…રાત હૈ ગેહરી બડી પર જાયેગી…જાયેગી’ એ સિચ્યુએશન માટે પરફેક્ટ છે. આશા ભોંસલેના અવાજમાં ગવાયેલુ આ ગીત બહુ જ સૂરીલુ છે. ‘ઉડતા તિતર’ અને ‘બેબી ગોલ્ડ’ પણ ફિલ્મની થીમને અનુરૂપ અને સાંભળવા ગમે તેવા છે.
આ પણ વાંચો > ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
ઓવરઓલ, જેના માર્ગમાં વધુ અડચણો આવે, જે એ અડચણો સામે વધુ ઝઝૂમે તે એટલી જ વધુ સફળતા પામે એવો સંદેશ આપતી આ ફિલ્મ અચુક જોવા જેવી છે.
એકસ્ટ્રા શોટ :
ઓરત ઉસ ઉંમર કા સહી હિસાબ ના લગા શકે હૈ જો ઉસને અપને લીએ જી હો. (ફિલ્મમાં ચંદ્રોનો એક ડાયલોગ)
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
લાલ કપ્તાન : ધબાય નમ:!
વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!
રઘુ CNG : પિકઅપ સારી, ધૂમાડો ઓછો અને એવરેજ ’60-40′!
મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
ચાલ ‘જોઈ’ લઈએ!
આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!
વાંધા(જનક) `વિલાસ` : ગુજરાતી ફિલ્મમાં તમે સસરાને પુત્રવધુ પર લાઈન મારતો કેવી રીતે બતાવી શકો?
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!